________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 350 સૌના એ પિતા જે વારસો મૂકી ગયા છે એ તું લઈ શકીશ? એવો પ્રશ્ન કવિ દરેકને પૂછે કવિ ઉશનસે સ્વ. પંડિત નહેરુને અંજલિ આપતાં આઠેક કાવ્યો લખ્યાં છે. “અદ્ભુતમાં નહેરુની કાળ સાથેની મરણિયા લડાઈને બિરદાવી છે. “કાલમર્દનમાં પણ કાલને દૂર હાંકી કાઢવાની નહેરુની તાકાતનો પરિચય અપાયો છે. ગાંધીગુરુનો વારસોર્ટમાં ગાંધીહત્યાને સાથે વણી લઈ નહેરુ ગાંધી બંનેને અંજલિ અર્પી છે. “ભાગ્યવિધાતા શિલ્પી'માં નહેરુના તખ્તને કવિ શિલ્પીના સજગ સુડિઓ સાથે સરખાવે છે. “અહો હૃદયચેતના'માં કવિ ઉશનસ જવાહરના હૃદયને ઇસુ અને ગાંધીના હૃદય સાથે સરખાવે છે. અણદીઠ રીતે અંદરથી વીંધાયેલા હૃદયની ભીતરમાં તેઓ છૂપા ક્રોસને હંમેશ ઊંચકીને ચાલ્યા હોવાનું કવિ કહે છે. તો “ચિંતાગ્રસ્ત ચહેરો'માં નહેરુના મુખ પર સદા વંચાતી વિશ્વચિંતાલિપિનો કવિ નિર્દેશ કરે છે. નહેરુને તેઓ મૂર્તિમંત જગતચેતના તરીકે ઓળખાવે છે. “સમકાલીનો વચ્ચે’માં નહેરુની હયાતીનો સમગ્ર જગતને રોમાંચ હોવાની વાત કરાઈ છે. “શેક્સપિયર’ (સૉનેટ યુગ્મ) કવીન્દ્ર-૧માં શેક્સપિયરની વિશિષ્ટતાઓ બિરદાવાઈ છે. “વિશ્વરંગભૂમિમાં માનવ તો માત્ર નટ અસંગી બની રોલ ભજવવાની નાટ્યાચાર્યની વાત કવિને સ્પર્શી ગઈ છે. (‘રંગદર્શન') કવિ જયંત પાઠક “ગાંધીજીને અંજલિ આપતાં (“મર્મર') વિષાદ કે દુઃખ અનુભવતા નથી. ગાંધીજીના ગુણોની પ્રશસ્તિ એમણે ગાઈ છે. એમને પગલે ધરિત્રી અંધકારમાંથી પ્રકાશમાં ડગ માંડતી થયાનું ગૌરવ કવિ યાદ કરે છે. ને તેથી જ ગાંધીજી શરીરથી ન હોવા છતાં સૃષ્ટિના સનાતન રસાયનરૂપે સર્વત્ર હોવાનો તેમનો અનુભવ થાય છે. ધીંગોધોરી' સરદાર વલ્લભભાઈ પટેલને અંજલિ આપતું કાવ્ય છે. વજ દ્રષ્ટ્રા ધરાવતા સિંહ સાથે સરદારને અહીં સરખાવાયા છે. શ્રી અરવિંદની તો મુખ્ય સાધના જ જીવતે જીવત અમરત્વદિવ્યત્વની પ્રાપ્તિ અર્થે હતી. એમ “મૃત્યુ અને શ્રી અરવિંદ'માં કવિ કહે છે. તેથી આ અંજલિ કાવ્યમાં જીવનને મરણના અભેદની, ચેતનાના અનંતપણાની વિચારણા કેન્દ્રસ્થાને છે. મનુષ્યને મનુ-જંતુ કહેનાર ઠાકોરને જયંત પાઠક જિવ્યા ઘણું તમે' કહી અંજલિ અર્પ છે. આમ તો માનવજંતુની શી અને કેટલી મજાલ? પણ એની કલા એનું જીવન-કર્મ કલારૂપ પામે ત્યારે એ અનશ્વર બને છે. તો “અંજલિ'માં સ્ત્રીહૃદયના મરમી ન્હાનાલાલની કલ્પનાશક્તિ, તથા એમની કવિતાની અમરતાને બિરદાવી છે. સાથે સાથે પ્રેમશૌર્યનાં ગુર્જરીને પાન કરાવનાર નર્મદને પણ અંજલિ આપી છે. કવિના જીવનનો સ્પર્શ પામી મૃત્યુય જાણે અમર બની ગયું. કવિ ગયા જ નથી. એમણે તો મૃત્યુનેય અમરત્વ બક્યું. “ઘાયલ'માં (‘અંતરીક્ષ')માં આમ તો પરોક્ષ રીતે ગાંધીજીને જ અંજલિ અપાઈ છે. ગોડસેએ તે દિવસે છોડેલી પેલી ત્રણ ગોળીઓ કાવ્યનાયકની છાતીમાં પેસી ગઈ છે. ઊંડે છુપાઈને બેસી ગઈ છે. એમની છાતીમાં ફરી ફરી ગાંધી ઘવાય છે. કવિ નિરંજન ભગતે “પિતા” નામના કાવ્યમાં ગાંધીજીએ મરણને પરમમિત્ર માન્યાની વાત કરી છે. તેથી તો તેઓએ મૃત્યુને હસતે મુખે આવકાર્યું. ને દેહનાં સકલ બંધનોની ચિતા જલાવી ચાલ્યા ગયા. ‘૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮'માં ગાંધીજીના ખૂનથી સમગ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust