________________ મૃત્યુનું દાર્શનિક-કલાકીય આકલન જે જાયું તે જાય', આ હકીકતે જન્મ અને મૃત્યુ વિશે શું આપણે ત્યાં કે શું પશ્ચિમમાં, શું વર્તમાનમાં કે શું અતીતમાં અનેકોએ અનેક પ્રકારે વિચારણા કરી છે. બહુધા આ મૃત્યુચિતનમાં ભાવનાત્મક સમ પર આવવાનું બન્યું હોય અને બનતું હોય તેમ જણાય છે. એની નિશ્ચિતતાનો નકાર તો કરી શકાય તેમ નથી. તો પછી એના વિશે શું વિચારવું ? એક આ પ્રકારની વિચારધારામાંથી મૃત્યુ નામશેષ બની જીવાતું જીવન જ કેન્દ્રમાં રહ્યું છે. તો અન્યથા મૃત્યુની નિશ્ચિતતાના સંદર્ભમાં જીવનનો અર્થ સમજવાનો અને મૃત્યુનું રહસ્ય પામવાનો પ્રયત્ન થયેલો જોવા મળે છે. મનુષ્યને આ જીવનમાં મૃત્યુનો અનુભવ પ્રથમ પરાનુભૂતિ દ્વારા થયો હશે ત્યારે એના ચિત્તની સ્થિતિએ તરેહ તરેહના વળાંકો લીધા હશે. આપણી પાસે સિદ્ધાર્થનું દૃષ્ટાન્ત સદામોજૂદ છે. મૃત્યુના દશ્યમાંથી જ એમણે જીવનનું રહસ્ય ખોજવાનો પ્રયત્ન અને પુરુષાર્થ ખેડ્યો.મૃત્યુ વિશે આમ દાર્શનિક ચિંતનાત્મક ભૂમિકાએ પૂર્વ-પશ્ચિમમાં કાળક્રમે જે વિચારણાઓ થઈ છે તેનો સુપેરે અભ્યાસ કરી ડૉ. ભાનુમતી જાનીએ આ શોધનિબંધના પ્રથમ પ્રકરણમાં માંડણી રૂપે તેનો સમ્યક્ નિચોડ આપવાનો પ્રયાસ કર્યો છે. આમાં એમની વ્યુત્પન્નતા તથા આકલનશક્તિનો સુપેરે પરિચય થાય છે. અહીંનું પ્રથમ પ્રકરણ એ રીતે મનનીય બની રહે છે. પરન્તુ શોધનિબંધનો વિષય તો છે “અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ'. આમ, એક તરફથી મૃત્યુ વિશેની વિવિધ દાર્શનિક ભૂમિકાઓ છે તો બીજી તરફથી તેનો દાર્શનિક દષ્ટિએ નહિ, પણ કવિ કલાકારની દૃષ્ટિએ વ્યાપાર-વિનિયોગ કેવી રીતે થયો છે તે છે. આથી મૃત્યુની ઘટનાને એક કલાકાર કઈ રીતે જુએ છે, એની પાસે કેવા સંદર્ભો છે, વગેરેની પ્રત્યક્ષતામાં એને નિહાળવાનો, નાણવાનો ઉપક્રમ છે. - ડૉ. ભાનુબહેન જાનીએ પ્રથમ અને ભૂમિકારૂપ પ્રકરણમાં મૃત્યુની અત્રતત્ર થયેલી તાત્ત્વિક વિચારણાનો સદષ્ટાંત પરિચય આપી, પછીનાં પ્રકરણોમાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના તબક્કાવાર કાવ્યસર્જનને તપાસ્યું છે. પણ એ ય પૂર્વેના પ્રકરણમાં કવિતામાં મૃત્યુના નિરૂપણની પીઠિકારૂપે તેમણે મધ્યકાલીન કવિઓની આ વિષયની વિચારણા તપાસી છે, તો લોકસાહિત્યમાં તે વિષયનું કેવું નિરૂપણ થયું છે તે ય તપાસ્યું છે. - એક લોકગીતમાં “નગરસાસરેમાં શોક્ય આપેલી ચૂંદડીમાં વિષ ભેળવેલું હતું અને તેને કારણે મૃત્યુને વરેલી એ અભાગી સ્ત્રીની ચિતાનું વર્ણન લોકકવિ આ રીતે અલંકારપૂર્વક કરે છે ત્યારે એમાં દિલ કંપાવનારો કરુણ નિષ્પન્ન થયા વગર રહેતો નથી : - સોનલવરણી બાની ચેહ બળે છે ને રૂપલાવરણી બાની રાખ ઊડે છે. તો ભજનઢાળમાં કવિ પીઠો મૃત્યુની નિશ્ચિતતા સામે જીવનની ક્ષણભંગુરતા મૂકી, જીવનમાં અભિમાનથી દૂર રહેવાની વાત સરસ રીતે કરી લે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust