SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 194 ઢળે ને ગળે છે. સ્વ. બહેન શ્રીમતીની ગદ્ય અને પદ્યકૃતિઓનો “અભિલાષ' નામનો મરણોત્તર સંગ્રહ ૧૯૪૫માં પ્રગટ થયો હતો. જેમાં કવયિત્રીએ સ્વ. ગોવિંદભાઈને (ભાઈ) અંજલિ આપતાં એક તારક વ્યોમતલમાં ઊગી ને આથમી ગયાનું કહ્યું છે. હીંચકે હીંચતાં જાણે ભાઈના આગમનના પડઘા સંભળાય છે. પણ એ તો કેવળ ભ્રમણા. “સ્વપ્નવસંત'ના કવિ કુસુમાકરે માતાને અંજલિ આપતાં “મૂક અધ્ય' નામના કાવ્યમાં પોતે હૃદયના ઊર્મિભાવોને વાણી વડે સોંઘા કરવામાં ન માનતા હોવાનું કહે છે. માત્ર મીઠા મૌન પ્રભાવે જ ભવોભવનું ઋણ વ્યક્ત કરવા માગે છે. - કવિ બાદરાયણે એલ્ફિન્સ્ટન કૉલેજના અધ્યાપક પ્રોફેસર કુલકર્ણીની પુણ્યસ્મૃતિનું આલેખન “સ્મરણ' કાવ્યમાં કર્યું છે. અમદાસ કાણકિયાએ (‘દીપશિખા') “પિતૃચરણે નામનું પિતાને અંજલિ આપતું કાવ્ય રચ્યું છે. શાંત અરવ રજનીના વહનમાં પિતાની પુનિત સ્મૃતિ કવિ હૃદયમાં વ્યાપે છે. કવિ ચંદ્રશંકરે (“ચંદ્રશંકરનાં કાવ્યો') માતુશ્રીના અવસાન નિમિત્તે “જાતાં સ્વજન' લખ્યું. જેમાં માતૃશોકની ગંભીર છાયા જોવા મળે છે. કવિને સ્વજનના મૃત્યુ પ્રસંગે જ્ઞાન કે તત્ત્વજ્ઞાનની વાતો જચતી નથી. તો “ચાલી જતાં હા પ્રિય પંડ્યાજી' કાવ્ય મણિશંકર મૂળશંકર પંડ્યાના તા. 4/5/1920 ને દિવસે થયેલા અવસાન નિમિત્તે રચાયું. અહીં પણ કેવળ સામાન્ય ભાવોદ્રક જ છે. પંડ્યાજીના અવસાનના ક્રૂર સત્યને વીસરવાનું કવિ મુશ્કેલ ગણાવે છે. નડિયાદવાસી પ્રતિભાશાળી નવજુવાન પત્રકાર ઠાકોરભાઈને “ઠાકોરભાઈ, આમ તું કાં ચાલ્યો ગયો', કાવ્યમાં અંજલિ આપતાં કવિ ચંદ્રશંકર કહે છે “ઊંચે વ્યોમમાં ઊડવા મથનાર કવિ પોતાના જ છંદમાં ઘૂમવા નીકળી પડ્યા છે.” “વીર વાડીલાલને વિદાયવંદન'માં વાડીલાલના વીરતભર્યા મૃત્યુને બિરદાવ્યું છે. જ્યારે “સદ્ગત સાક્ષર શ્રી છગનલાલ પંડ્યાને અંજલિ આપતાં એમની સજ્જનતા અને સાક્ષાત્કારના સંગ્રામને બિરદાવ્યા છે. મોહનલાલ ભટ્ટ (મોહિનીચંદ્ર) વ્યવહારૂ રૂઢિ અનુસાર મૂકેલી પોક પરથી પિતાના મૃત્યુ સમયે કવિ મોહિનીચંદ્ર “પોક' કાવ્ય રચ્યું. પિતાના શબના કર્ણમાં ગદ્ગદ્ કંઠે ફરી પોક મૂકી ત્યારે, પિતાએ સ્થૂળ શરીરને છોડી દીધું પણ જાણે પિતૃહૈયાને પોકનો આત્મમર્મ સ્પર્શી ગયાનું કવિ કહે છે. “ભસ્મ' કાવ્યમાં મોહિનીચંદ્ર પિતાના ગુણોને અંજલિ આપી છે. પિતાની એકેક ભસ્મકણમાં પિતાના આંતરચિત્તને તેઓ વાંચે છે. સ્મૃતિત્રય'માં પણ પિતાના ભૂતકાળનાં સ્મરણોને વાચા અપાઈ છે. પિતાનું શરીર ભલે ન હોય, પણ સૂક્ષ્મ શરીરે તેઓ અમર હોવાની પ્રતીતિ કરે છે. ઇન્દુલાલ ગાંધીના ઉત્તરીય (1962) સંગ્રહમાં “કોણ નથી એકાકીમાં મૃત્યુની અનિવાર્યતામાંથી જન્મતી કરુણતા નિરૂપાઈ છે. મૃત્યશયા પરના કાવ્યનાયકનાં દુઃખ પરિતાપ વ્યક્ત થયાં છે. પ્રિયતમાને મૂકીને જવાનું ન ગમે પણ મૃત્યુની અનિવાર્યતાને કોણ ટાળી શક્યું છે? ૧૯૨૧માં જન્મેલા કવિ હસિત બૂચ પિતાના અવસાન નિમિત્તે અસ્થિફૂલ પધરાવતાં રગેરગમાં પિતાની યાદના ગુંજારવને અનુભવે છે, ને છતાં સતત નિરંતર કોઈક તેજ એમને પ્રેરણા આપતું હોય એવો અનુભવ થાય છે. એ વાત નિરંતર' સંગ્રહના પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy