________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 193 આત્મા નશ્વર નથી, એ જાણવા છતાં કવિ હૈયું રડી ઊઠે છે. દુર્ગેશ શુક્લ ૧૯૪૯માં “ઝંકૃતિ' નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કરે છે. સ્વ. પિતાને બીલીપત્ર' કાવ્યમાં અંજલિ આપતાં કૃતાંતની કરાળ વિષફૂંકને યાદ કરે છે. ચિતાના તણખાઓ થોડી ક્ષણે ઝળહળી જાતે જ પછી ઊડી ગયા હતા. શોકપૂર્ણ સ્મૃતિ પણ કરુણરમ્ય માધુરી સર્જે છે. પિતાનાં વચનો કાને ન ધર્યાનો વસવસોય વ્યક્ત થયો છે. અધિક નેહની આ દશા” કહી સદ્ગત પિતાની તેઓ ક્ષમા માગે છે. હસમુખ મઢીવાળા ૧૯૫૬માં “આશ્લેષ” નામનો કાવ્યસંગ્રહ આપે છે. “અમે રોયાં નામના કાવ્યમાં જુદા જ પ્રકારનો વિષાદ રજૂ થયો છે. બહેનના મૃત્યુ માટે અસંખ્ય કલેશને યાદ કરી રહ્યા છતાં જીવનના કલેશમાંથી બહેન મુક્તિ પામી એનો સંતોષ તેઓ કબૂલે છે. કવિ હસમુખ મઢીવાળા (“આશ્લેષ') “ભાઈનું મૃત્યુ” કાવ્યમાં કારમાં કાળને મૃત્યુના પર્યાય તરીકે ઓળખાવે છે. ને કાળના હાસ્યને “કાળું' કહે છે. ૧૯૦૯માં જન્મેલા (૧૯૭૭માં અવસાન) કવિ પ્રફ્લાદ પાઠકનો ખરતા તારાને મરણોત્તર સંગ્રહ ઈ. સ. ૧૯૮૦માં પ્રગટ થાય છે. પરંતુ એમનું કાવ્યસર્જન મહદઅંશે ગાંધીયુગમાં થયું છે. કોમળ, મધુર અને કવિત્વસભર હૈયું ધરાવતા આ કવિની કવિતામાં ચિંતન-મનનની ગાંધી યુગની તાસીર ઝિલાઈ છે. નિજાનંદ માટે કાવ્યો લખનાર આ કવિનાં કાવ્યો એમના અવસાન પછી એમનાં સંતાનોએ પ્રકાશિત કર્યા. કવિ પોતાના અસ્તિત્વને “આંસુડે' કહે છે. ને તે પણ “માતૃચખનું આંસુ', મૃત્યુતટે ઉભેલી માને આંસુમાં વિવશ બની તેઓ જોઈ રહ્યા હતા. (“હું તો છું આંસુડું) પોતાના શૈશવકાળમાં જ મા મૃત્યુ પામી હતી. કવિનું ઉર અશ્રુસિંધુ વહાવી, ખાલી થઈ જઈ રણ બની ગયું હતું. કવિ કહે છે, “બળેલાં બીજોથી કદીય નવઅંકુર નીકળે?” કવિ પ્રફ્લાદ પાઠકે “ઘસઘસાટ ઊંઘી જતાં'માં નાનપણમાં વાંચવા જગાડતી માની સ્મૃતિને તાજી કરી છે. મા ગયા પછી તો આપોઆપ નિદ્રા ઊડી ગઈ હતી. માતૃવિરહ હૃદયને સતત ભીંસતો હતો. “તને સંભારું શું ?' પણ કવિ પાઠકે માને આપેલી અંજલિ છે. મા જતાં બધું કકળી ઉઠ્યું હતું. આંખમાંથી આંસુ નહિ, જાણે રૂધિર ઝમતું. ' ખૂબ નાની ઉંમરે અવસાન પામેલા ભાઈને અંજલિ આપતાં કવિ મીનુ દેસાઈ ભાભીના ખંડિત થયેલા સૌભાગ્યસુખની ચિંતા કરે છે. “નિર્મળાં લોચનમાં મિત્રપત્નીના અવસાન નિમિત્તે મિત્રની વ્યથિત અવસ્થાને રજૂ કરાઈ છે. સ્મરણો રહેશે એ એક જ શ્રદ્ધા રહી છે. “પ્રીત’ નામના કાવ્યસંગ્રહમાં કવિ મીનુ દેસાઈ માને કરેલા ઉદ્દબોધનમાં વ્યક્ત થયેલી પારદર્શક સરળતા આપણા હૃદયને સ્પર્શી જાય છે. માટે તેઓ “યુગયુગની કવિતા તરીકે બિરદાવે છે. મા જતાં જગતને ક્ષણવાર હતઅરથ' (વસંતે) ગણનાર ભાઈશ્રી ગુલાબદાસ બ્રોકરે પોતાના મોટાભાઈના “વત્સલવિવેકને વર્ણવી અપૂર્વ ઋણબુદ્ધિ દર્શાવી છે. “હતઅરંથ દીસે જગત કાં' ? માને અંજલિ આપતું કાવ્ય છે. બધું એનું એ, છતાં મા જતાં બધું બદલાઈ ગયેલું લાગે છે. તો “મૃતિમૂછ મિત્રને અંજલિ આપતું કાવ્ય છે. બ્રોકર એ મૈત્રી સ્મરણો યાદ કરતાં કહે છે. “હેતા વિશ્વના ચળવિકળ તત્ત્વોની વચમાં, બંને મિત્રભાવે કેવા ઊભા હતા? ભૂતકાળના દિવસોની ધન્યતાને યાદ કરતાં ફરીફરી કવિ હૈયું સ્મૃતિમૂછમાં P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust