________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 274 ગાંધીયુગ અને વિવિધ કવિઓની મૃત્યુઝંખનાઓ” ગાંધીયુગના કેટલાક કવિઓએ વિશિષ્ટ પ્રકારની મૃત્યુઝંખનાઓ સેવી છે. કેવા પ્રકારનું મૃત્યુ તેઓ ઇચ્છે છે, તેમજ મૃત્યુ પછી શું સાથે લઈ જવા ઇચ્છે છે એની વાત પણ કોઈક કવિઓએ કરી છે. કવિ રા. વિ. પાઠક મરવા માટે પણ ભવ્ય પ્રસંગની ઝંખના સેવતા. (‘જયારે આ આયખું ખૂટે') જેવી રીતે માત, નીંદરતું બાળક ધીમેથી અંકમાં લે તેવી રીતે મૃત્યુ તેમને ઉપાડી લે તેવી એમને ઝંખના થતી હતી અને બન્યું પણ એમ જ. માળી ખરેલાં પાનને ક્યારામાં વાળી લઈ, નવા અંકુરને પાંગરવા ખરેલાં પાનને બાળી નાખે એ જ રીતે પોતાના શેષ જીવનનું કો માટે ખાતર બનવાની ભાવના પણ એમની ખરી જ. આ ઉપરાંત સદ્ગત પત્ની ગતજીવનની પ્રીતે આવે, ને આવી ન શકે તો પોતાને એની પાસે (વર્ગમાં) બોલાવી લે, એવું પણ કવિએ ઇચ્છેલું. રા. વિ. પાઠકે પોતાની મૃત્યુઝંખનાનું નાજુક અભિરામ વર્ણન કર્યું છે. મહાન કવિના બસ, જરાક શબ્દસ્પર્શ, ભાવક તેના વિશ્વમાં પ્રવેશે, બસ રસને હર્ષે સ્વયં એ પોતે, ઈશ્વર કવિને આકર્ષી લે, મૃત્યુદેવ એમને આકર્ષી લે એવી ઝંખના પણ તેઓએ કરી હતી. રા. વિ. પાઠકે તેઓ મૃત્યુ પામે ત્યારે કો એમનો શોક ન કરે, એમના જવાથી અસહાય ન બની જાય એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. “મારો કોને લોપ ન નડશો મારો કોઈ શોક ન કરશો” 13 વતનપ્રેમી ચંદ્રવદન મહેતાએ “ગુજરાત’ કાવ્યમાં વતનમાંજ મૃત્યુ પામવાની પોતાની ઝંખના વ્યક્ત કરી હતી. દીકરીના અવસાને જૂના દેવળસમું જેમનું જીવન બની ગયું હતું. એવા કવિ સ્નેહરશ્મિ જન્મદિવસમાં, માત્ર એટલા માટે રસ ધરાવતા કે જન્મદિવસ, દુઃખ અને પરિતાપસભર જીવનને ધીમે ધીમે મૃત્યુ ભણી લઈ જતો હોય છે. દાયકાઓના અનુભવોની રંગબેરંગી ઝાંયવાળા દેહના ઉત્તરીયને કાંચળી ઉતારતા સાપની જેમ ક્યાંક ટીંગાડી દેવાની ઝંખના કવિ સ્નેહરશ્મિએ વ્યક્ત કરી હતી. મૃત્યુ પછી શું શું લઈ જવું? એની સુંદર કલ્પના, ઝંખના ઉમાશંકરે વ્યક્ત કરી છે. (“મહાપ્રસ્થાન') (“શું શું સાથે લઈ જઈશ હું') વસતંની હૃદયભર સિદ્ધિ, મેઘલ સાંજે વૃક્ષડાળીઓમાં ઝીલાતો તડકો, માનવજાતની ક્રાંતિ, એના મસ્તકે ઝબકતી હિમાદ્રિશ્વેત શાંતિ, પશુની ધીરજ, વિહંગના કલનૃત્ય, શિલાનું ચિરંતન મૌન, વિરહ ધડકતું મિલન, સંતોની શાંત, શીળી સ્મિતશોભા, સૌમ્ય તારક્તિ આભ, પ્રિયહૃદયોનો ચાહ, મસ્ત મિત્ર ગોઠડી, અજાણ્યા માનવબંધુનું લૂછેલું અશ્રુબિંદુ, નિદ્રાની નાની લહેરખી, એક નાનકડો સ્વપ્નદાબડો તથા બાળકના અનંત આશાથી ચમકતાં નયનો તેઓ સાથે લઈ જવાની ઈચ્છા રાખતા.... ને તે પણ ખુલ્લા બે ખાલી હાથે. કવિ ઇંદુલાલ ગાંધીએ મૃત્યુને સુપેરે માણવાની ઝંખના વ્યક્ત કરી હતી. (‘ગોરસી') અને એ ત્યારે જ શક્ય બને, જયારે રિબાઈને મરવાનું ન હોય. દરદગ્રસ્ત બની દેહ સડી સડીને મરે એવું તેઓ કદી ઇચ્છતા નહિ. કોઈ અગમ્ય પ્રદેશમાં, અજાણ્યા સ્થળે એકજ ઝાટકે મરવાની એમની ઈચ્છા હતી. કારણ આવા મૃત્યુ વખતે પછી મરનાર તેમજ બાકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust