________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 273 ગાંધીયુગ - અને સ્મશાન વર્ણન ગાંધીયુગના કેટલાક કવિઓએ સ્મશાનનું પણ સુંદર વર્ણન કર્યું છે. સ્મશાન સાથેની મૈત્રીની, સ્મશાનમાં મળતી શાંતિ અને સ્વસ્થતાની, ત્યાં પમાતા અનાસક્તિભાવની વાત લખી છે. જૂના સ્મશાન ઘાટ'માં કવિ સ્નેહરશ્મિ (‘નિજલીલા') સ્મશાન સાથેની મૈત્રીની વાત કરે છે. એકવાર સ્મશાનઘાટે નીરવ પગલાં કવિને સંભળાયા હતા. ચિતાની શીતળ ઘેરે કવિનાં અંગ પુલકિત બને છે. મૃત્યુ સાથેની પરિચિતતાની જેમ સ્મશાનભૂમિ સાથેની થે પરિચિતતા કવિ અનુભવે છે. “સ્મશાનને' કાવ્યમાં ( ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ') અસંખ્ય ભેદોને ઓગાળી નાખી સૌને શંકરના અંગોને વિભૂષિત કરતી ભસ્મનું ગૌરવ ખખડાવતા ઊભેલા કવિને અંદર “આત્મવત સર્વભૂતેષુ'નો મંત્ર સંભળાય છે. હળવદના સ્મશાન પાસે સેંકડો ખાંભીઓ અને દેરીઓથી છવાયેલા મેદાન “રાજેસરની દેરીઓને'માં કવિ પ્રેમશંકર ભટ્ટ પેલા અડીખમ ઊભેલા અગણ પાળિયા જોઈને વિચારે છે જયાં અમસ્તે જવુંઅમંગલ મનાય છે. ત્યાં જ હરેકને વિરમવાનું. એ વૈચિત્ર્ય જ ને?' કવિ કહે છે સ્મશાન, એવું સ્થળ છે, જ્યાં છળ, દ્વેષ, દંભ, મદ, સ્વાર્થ, મોહાંધતા હોતા નથી. વળી અહીં સૌ સરખાં, તેથીજ કવિને આ સ્થળ ગમે છે. છે “સહુ સાથરે ધૂળના સમાન બની પોઢતા” 21 અનેક વર્ષો પૂર્વ કો નવજુવાન અનેક ભવ સાથ નિભાવવાનાં વચનોનું બંધન છોડી ધીંગાણામાં દોડી જઈ અદીઠ મૃત્યુને પંથ પહોંચ્યો હશે. પતિની પાછળ એની ચિતાના અગ્નિને લઈને ઉત્સવે પળતી હોય એવા મંગલવસ્ત્ર ને સૌભાગ્યચિહન ધરી એ સતી થઈ હશે. ગોવિંદ હ. પટેલ “ગુરુ ગોવિંદસિંહ' કાવ્યમાં સ્મશાનનું ભયાનક વર્ણન આપે છે. થાતી ચિતા શમિત ક્યાંક વળી વિભૂતિ અંગાર તોય ઝગતા કંઈક મેં સ્થળે હાંડી ફૂટેલ મૃણની પણ કંઠ પાશે જાણે કથે, મરણથી નહિ મુક્તિ આવે” 212 સફર અને બીજાં કાવ્યો'માં કવિ મુરલી ઠાકુરે સ્વજનની ધીખતી ચિતા તથા સ્વજન સાથેના સહવાસનાં સ્મરણો યાદ આવતાં સ્મશાનની ભયાનક્તાનો ઉલ્લેખ “મશાણ” કાવ્યમાં કર્યો છે. ચિતાને, સ્મશાનને જોતાં સદ્ગત સ્વજનની યાદનાં તાંડવ ખેલાતાં દેખાય છે. સ્મશાનને જોતાં, ત્યાં જતાં જીવન મરણના વિચારો આવે, ને સ્વજનની યાદનાં તાંડવ રચાય ને છતાં હૃદયથી તો કવિ સ્મશાનભૂમિને વંદે છે. ત્યાં વિરલ શાંતિનો અનુભવ પમાતો હોય છે. પોતાને એક વખત શબ બનીને ત્યાં જવાનું, તેથીજ કદાચ અત્યારથી એનું આકર્ષણ રહે. નિરંતર સ્વજન ગોદનો અનુભવ સ્મશાને થાય. અર્થાત પોતાના અનેક જન્મોને કારણે અનેક મૃત્યુ પણ સ્મશાન સાથે સંકળાયેલાં છે. આમ ચિતા અને સ્મશાન કવિઓને માનવમાત્રની સમાનતાનો, શાંતિનો તેમજ જીવન અને સંસારની નિરર્થકતાનો સંદેશ આપે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust