________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 275 રહેનાર કોઈનેય કોઈ મોહમાયા ને સ્પર્શે એવું કવિ કદાચ માનતા હશે. ( મનસુખલાલ ઝવેરીના કાવ્યની નાયિકા પીડા આપતાં સદ્ગતનાં સ્મરણની ઝંખના (‘સંસ્મરણ' “ફૂલદોલ') જે કવિની ઝંખનાને વાચા આપે છે, સાથે સાથે પોતાના અંતકાળે પણ દાંત વિનાના હોઠ પર ભૂતકાળના સુખસ્મરણો અંકાયેલી મિતરેખા રમી રહે, એવું એ ઝંખે છે. કારણ મૃત્યુ સમયે એ મિતરેખા એવીને એવી જ અણનમ રહેવાની ને? મૃત્યુ અચાનક અકાળે આવે એવું મનસુખલાલ ઝવેરી ઇચ્છતા ન હતા. જો કે કવિ સ્વર્ગમાં જવા પણ ઈચ્છતા ન હતા. “મૃત્યુને' કાવ્યમાં મૃત્યુ સાથે મોઢામોઢ થયેલી વાતચીતમાં પોતાના વતનમાં તાજગીભર્યા પુનર્જન્મની ઝંખના વ્યક્ત થઈ છે. કવિ પૂજાલાલને મોક્ષ કે સ્વર્ગની ઝંખના ન હતી. તેમને તો જડમાંથી ચેતનમાં, મૃત્યુમાંથી અમૃતલોકમાં લઈ જનારી શ્રીમતી ઈશ્વરીના સ્વરૂપમાં લીન થઈ જવાની ઝંખના હતી. તે હથેલીમાં એક અંજલિ કરી કાળને પરાસ્ત કરી એમને પી જવો હતો. સુદૂર સફરે'માં (“સોપાનિકા') પૂજાલાલે, એમની અંતિમ વેળાએ સ્વજનો સજલ નેત્રે આડા ઊભા ન રહે, એવી ઝંખના સેવી હતી. અસીમ સિંધુ સાદ પાડે ત્યારે જીવ પળનોય વિલંબ ન કરે એવું પણ તેઓએ ઇચ્છયું હતું. રતુભાઈએ પણ એક વિશિષ્ટ પ્રકારની ઝંખના યાત્રાપથનો આલાપ'માં વ્યક્ત કરી છે. અમરધામની યાત્રા ટાણે કવિ પોતાના પંચતત્ત્વોનું વિસર્જન કરે, ત્યારે સૌને અશ્રુ ઢાળવાની કે શોકથી વિદ્ગલ થવાની તેઓ ના પાડે છે. “મારા પર પુષ્પની અંજલિ વેરશો માં મારા દેહ સમીપ દીપ પ્રગટાવશો મા. કે ધૂપદાની ધરશો મા મારી અર્થીની યાત્રા કાઢશો મા “મારા વિલય બાદ મારી પ્રતિમાની પૂજા કરશો નહિ” 14 કવિ રતુભાઈ એમના અણવ્યક્ત વિચારો દ્વારા, અમૂર્ત શબ્દો દ્વારા, અસ્પષ્ટ ભાવના દ્વારા જ અમર અને અક્ષર જીવનની ઝંખના સેવે છે. “ખંડેરનો ઝુરાપો'માં રતુભાઈ, માર્ગમાં જો મત્યુ મળી જાય તો મૃત્યુના હાથમાં હાથ મૂકી બાકીનો પંથ કાપવા ઇચ્છે છે. પત્નીના અવસાન પછી જીવનમાં રસ ન રહ્યો હોવાથી કવિ મૃત્યુની ઝંખના સેવે છે. મૃત્યુ ઝંખનાના રમ્ય સ્વરૂપની સુંદરજી બેટાઈએ પણ વાત કરી છે. “આવજે બંધુ આવજે' (‘તુલસીદલ')માં કવિ બેટાઈ કહે છે. આંતરજયોતિ કાવ્યસુધાનું પાન કર્યું હોય, કડવા જીવન ઘૂંટ વિસરાઈ ગયા હોય, ને સુંદર મધુર, મધુ લાધ્યું હોય, ને એનો ખુશનુમા આહલાદભર્યો અનુભવ થયો હોય. સાગરનું આનંદગાન સંભળાતું હોય. ધન્ય રમ્ય રાત્રિએ, રામસ્તવન પોતે કરતા હોય ત્યારે મૃત્યુ રામાનુચર બનીને આવે એવી ઝંખના બેટાઈએ અહીં વ્યક્ત કરી છે. મૃત્યુ કવિના અન્ય સ્વજનોને ખલેલ પહોંચાડે એ કવિને પસંદ નથી. તેથી દોરદમામ કે ગર્જના સાથે આવવાની મૃત્યુને તેઓ ના પાડે છે. જન્મ સાથે ગંઠાયેલા પરમમિત્ર મૃત્યુનો જવાબ પણ કવિ આ સાથે માગી લે છે. ને પોતાને મિત્રની જેમ પ્રેમપૂર્વક લઈ જવા તેઓ મૃત્યુને પ્રાર્થે છે. “મૃત્યુ'ના નામનો નિર્દેશ કર્યા વિના નિર્વતન' શબ્દ મૂકી સૂક્ષ્મ આધ્યાત્મદષ્ટિ દર્શાવી, પંચદેવ સમાન, પેલાં પાંચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust