________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 276 તત્ત્વો સ્વ સ્થાને પાછા ફરે એવી તટસ્થતા પૂર્વકની ઝંખના સેવી મૃત્યુના મૌન ગગનને માણવાના અભિલાષ બેટાઈ (‘નિવર્તનટાણે') વ્યક્ત કરે છે અને અંતે એજ રીતે “રણકતી ભલે'માં મૃત્યુની મહાઆહ્વાન ટંકોરીના રણકારને આનંદપૂર્વક વધાવવાની ઝંખના પણ કવિ વ્યક્ત કરે છે. મૃત્યુની ખીણના અંધારા રસ્તામાંય સુકોમળ પ્રકાશની ગલી મળી આવે, ને કોમળ મધુર પ્રકાશ પાથરી દે એવી ઝંખનાય વ્યક્ત થઈ છે. કવિ સુંદરમ્ “સુધા પીવી' (“કાવ્યમંગલા') કાવ્યમાં અમર થવાની અનિચ્છા વ્યક્ત કરે છે. ને છતાંય જો ઈશ્વર એમને અમરત્વ આપવા ઇચ્છતા જ હોય તો કવિ બધાજ પ્રકૃતિતમસો, ઇન્દ્રિયની ભૂંડી લાલસા, તથા દીન શમણાં નષ્ટ થાય એવી ઝંખના સેવે છે. કરસનદાસ માણેકે પોતાના મૃત્યુ બાદ (‘મધ્યાહન) પોતાનું કોઈપણ પ્રકારનું સ્મારક ન રચવા મિત્રોને જણાવેલું. “કબર પૂરશો ના, ફૂલો વેરશો મા પ્રશસ્તિના ફોગટન, ફાતેહા ભણશો જ કરસનદાસને, પોતાના મૃત્યુબાદ ગુણકથા, ફૂલપ્રશંસા, પ્રશસ્તિવચનો થાય એ પસંદ ન હતું. “ધીરે ધીરે પધારો નાથ' (‘રામ તારો દીવડો')માં દેહરૂપી પિંજરમાં લથડિયા ખાતા પોતાના આત્માને એ કેદમાંથી છોડાવવાની ઝંખના વ્યક્ત થઈ છે. કવિ માણેકે મુક્તિની ઝંખના કદી સેવી ન હતી. કારણ એમને તો અતૂટ શ્રદ્ધા હતી કે એમનો આત્મા દેહસહિત જ મુક્તિધામ' બની જશે. પોતાના દેહના સળિયા સોંસરવા ઈશ્વર પધારે એવી અભિલાષા પણ એમની ખરી. કવિ દેવજી મોઢા અનેક જન્મોની તેમની જીવનયાત્રા પૂરી થાય એવી ઝંખના સેવે છે. જન્મમરણના આ આંટાફેરામાંથી મુક્ત થઈ ઠરીઠામ થવાની તેમની ઝંખના (‘તૃષા') વ્યક્ત થઈ છે. તો વળી તરત જ “તારી કૂખે ફરીથી'માં વિરોધાભાસી ઝંખના વ્યક્ત થઈ છે. માની કૂખે ફરી જન્મવાની ઇચ્છા અહીં પ્રગટ કરાઈ છે. કવિ દેવજી મોઢા પોતાની જીવનસંધ્યાએ અગ્નિદેવ પાસેથી તેજસ્વી મેધાના વરદાનની ઝંખના વ્યક્ત કરે છે. (‘તણખલાં” “તૃષા') જેથી ગહન તમસના તથા જીવન અને મૃત્યુના તાગ પામી શકાય. કવિ જયેન્દ્રરાય દૂરકાળ પિતૃઓના દિવ્યલોકમાં ક્ષણેક સ્થાન પામી, સદ્ગત બનેલાનાં પુણ્યમય દર્શનો કરવાની ઝંખના “અંજલિ' કાવ્યમાં રજૂ કરે છે. “અંતિમ ઇચ્છા' કાવ્યમાં મરણ પછી પોતાના શબને ક્યાં અગ્નિદાહ કરવો, એ માટે રજૂ થયેલી સુંદર ઝંખનામાં કવિ નલિન મણિશંકર ભટ્ટની ઝંખનાનું પણ પ્રતિબિંબ જોવા મળે છે. જયાં સરિતા ઉમંગથી વહેતી હોય, પાનવાળાં વૃક્ષ વ્હેરાતાં હોય, ત્યાં પોતાના મૃતદેહને અગ્નિદાહ આપવા કાવ્યનાયક કહે છે, જે કવિની ઝંખનાનું પણ પ્રતીક ગણાય. પ્રબોધ પારાશર્ય (‘અર્ચન) જન્મ સમયે રડનાર માનવની મૃત્યુપળે હસતાં હસતાં જવાની ઝંખનામાં, પરોક્ષ રીતે પોતાની જ ઝંખના ને વાચા આપી છે. તે કવિ ગોવિંદ સ્વામીએ મધુરા મરણની ઝંખના સેવી હતી. “હૃદયગમતા પંથે ઝિંદાદિલે નિત જીવતા મરણ મધુરું, ઝંખી રહ્યો બસ આ જ ઓ" 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust