________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 426 “મોતની છાયા નીચે જિંદગીની આ ઝલક તૂટેલ વાડની વચ્ચે મહકે ધબક” 10 “અનંત દિવસોનો સથવારો લઈને એક ક્ષણ આવે છે વાવાઝોડું થઈને, હવાનાંયે સ્પંદનો ઝીલવા અસમર્થ ને પછી ઝળહળી ઊઠે છે એક એક તાંતણો વસ્ત્રનો 101 પન્ના નાયક “મૃત્યુ' (“અરસપરસ) કાવ્યમાં મૃત્યુના સૌંદર્યસભર આગમનનો નિર્દેશ કરતાં જીવનનાં બારણાં વસાઈ જવાનો અફસોસ કરે છે. “નિમંત્રણ અને પ્રવેશ'માં કોઈ તેડવા આવ્યાનો અણસાર કવયિત્રી પામે છે. જાણે વાજિંત્રોની સ્વરસરવાણી લહેરાય છે. મૃત્યુનો મંગલ ઉત્સવ આખી રાત અવિરત ચાલ્યા કરે છે. જેને જયારે એમાં નિમંત્રણ મળે ત્યારે એ અહોભાગી બની જાય છે. કાવ્યનાયિકા નાચવા માટે સંકલ્પબદ્ધ બને છે. “છેક સંધ્યાએ પૂરો થયો મારો સિંગાર યામિની ગાઢ થઈ જાય એ પહેલાં હું પહોંચી જાઉં એ દ્વાર” 12 કાવ્યનાયિકા દૂરદૂરથી ડોલતી હાંડીમાં ઝૂલતા દીવા જુએ છે. સાજંદાનાં વાજિંત્રોની સ્વરસરવાણી સંભળાય છે. દિવ્યપ્રકાશ દેખાય છે. લગ્નની જેમ જ મૃત્યુ મિલન વાજતે ગાજતે થાય છે. કવિ શશિશિવમ્ મૃત્યુને ભયપ્રદ નથી માનતા. તેઓ “મૃત્યુને “સાન્તથી અનંત તરફની યાત્રા' કહે છે. (“સાન્તથી અનંત') ને એ અનંત ગતિને મંગલદાયી ગણાવે છે. સાન્તની ક્ષિતિજેમાં અનંતની દિશા તરફ મીટ માંડી ઊભેલા જીવાત્માની વાત કરાઈ છે. ૧૯૮૫માં કમલ વૈદ્ય “ઉજ્જવલ શર્વરી' પ્રકાશિત કરે છે. “વળામણ'માં કાવ્યનાયિકા પોતે નિધનને આરે આવી પહોંચ્યાનું કહે છે. સહુને પ્રણામ કરે છે. કાયાના સાજશણગારનું હવે એને કશું કામ નથી રહ્યું. મૃત્યુ મહોત્સવ હોય એવી અનુભૂતિ નાયિકાને થાય છે. “કાલ કાલિન્દીને જલ કરી લઈ સ્નાન જવું પેલે તીર મારા ગોકુળને ગામ વેણુનો હું માત્ર સૂર્ણ સૂર આતુરની ઉરધડકન દૂર - દૂ....” 13 શ્રીકાંત માહુલકર જીવનને વિરાટ અચંચલ વાયુ અને મૃત્યુને “મૃદુ લહેરખી’ કહે છે. જીવનને પ્રાણનો પુરક ને મરણને ક્ષણેક્ષણનો “કુંભક' કહે છે. કવિ મનોજ ખંડેરિયાને પણ મૃત્યુની મંગલતામાં અતૂટ શ્રદ્ધા છે. મૃત્યુપળ ઉદાસીને દૂર કરી ઉલ્લાસ તથા માંગલ્યનો અનુભવ કરાવતી હોવાનું તેઓ કહે છે. “નિમંત્રણ' Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.