SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 427 કાવ્યમાં મનોજ ખંડેરિયા સુગંધી મૃત્યુપળનું આલેખન કરે છે. મૃત્યુને તેઓ “મંગલ અવસર' ગણે છે. એ વખતે પણે પણે ભીનો શો મર્મર, ઉન્મેષ સર્જાય છે. અને પ્રકાશ ગુંજવા લાગે છે. ચારેબાજુ સુગંધનો કૂણો કલશોર છલકે છે. ૧૯૭૯માં પ્રકાશિત થતા મનોજ ખંડેરિયાના “અટકળ' નામના સંગ્રહમાં કવિએ મૃત્યુના ઝગમગાટની વાત કરી છે. મૃત્યુ જાણે જીવને સમજાવે છે કે “મરવું એ તો ઝાકળ જેવું છે, ને જીવતર કાગળ જેવું.' કવિ નીતિન મહેતાને (નિર્વાણ' 1988) અંતિમ સમયની દિવ્ય આફ્લાદક અનુભૂતિ સમયે દવા જેવાં સગાંઓનાં સાન્નિધ્ય પસંદ નથી. મૃત્યુને પોતાનો જ દેશ કહેતા આ કવિ મૃત્યુની લીલી મહેક પાછળ શરીરરૂપી ઝરણું દોડતું હોવાનો અનુભવ કરે છે. ભગવતપ્રસાદ ચૌહાણ (‘સૂરજમાં લોહીની કૂંપળ” 1977) મૃત્યુને “નવો ધબકાર' કહે છે. મૃત્યુના નીડમાં ઉજાસ ટહુતો હોવાની કવિશ્રદ્ધા મૃત્યુપથને પ્રકાશમય માને છે. મૃત્યુ અતિશય નમણું હોવાનું માનતા આ કવિ મોતની સુરભિ, સૌંદર્ય, સત્ય અને સંગીતથી મઢેલી હોવાનું કહે છે. તેના પ્રાગટ્યને પામવા મથતો શિવ પંડ્યાનો કાવ્યનાયક મૃત્યુની લેશ પણ પરવા વિના જરામાં અખંડ બ્રહ્માનંદ પામવા તલસે છે. કારણ મૃત્યુ તો પ્રકાશ છે. ગુણવંત શાહે “પુનર્જન્મ' નામના કાવ્યમાં મૃત્યુ પછીની મંગલતાનો વિચાર કર્યો છે. સૂર્યલોકમાં પહોંચી જતા કાવ્યનાયક નીચે જુએ છે, તો એક નવજાત શિશુની અધખૂલી આંખોમાં વિસ્મયનું આકાશ દેખાય છે, ને પોતે નવજાત શિશુની અધખૂલી આંખમાંના વિસ્મયના અતાગ આકાશને પામવા નીચે ઊતરી પડે છે. કવિ યોગેશ્વરજી માને અંજલિ આપતાં “તર્પણ' કાવ્યમાં મરણને અનોખા મંગલ અવસર તરીકે બિરદાવે છે. અનોખો આવ્યો આ અવસર ભલે ને મરણનો તમે જે જીવ્યાં તે વિષમ નવ છે વિસ્મરણનો 174 માને મેળવીને મૃત્યુય ધન્ય થયાનું કવિ કહે છે. માના મરણને તેઓ “શુચિમરણ' કહે છે. માએ મૃત્યુપથારીને દિવ્ય “મુક્તિ શય્યા' ગણી હતી. આત્મામાં રમનારને મમતા શેની? શરીરધારી માની સીમિત વાણી એમના મૃત્યુબાદ નિઃસીમ અને અમૃતરૂપ બની રહે.. કવિ જિતેન્દ્ર વ્યાસ (“ભમ્મરયું મધ') “આવ્યા કાગળ શ્રીરામનામાં મૃત્યુની મંગલતા ને ભવ્યતા પમાતી હોવાની વાત કરે છે. વહાલ ભરીને સુગંધી વાયરા વાતા હોય ત્યારે અમ્મર ધામનાં તેડાં (મૃત્યુ અમ્મર ધામનું તેડું) કેમ ટળાય? જીવાત્મા રામના આ તેડાનો સ્વીકાર કરવા તત્પર છે. કવિ જયેન્દ્ર શેખડીવાળા (“કર્દમપલ્લી') જીવનને નિર્જીવ દેહ અને મૃત્યુને નવજન્મ કહે છે. તેઓ એમ માને છે કે મૃત્યુ દેવકન્યાઓની ભૂમિમાંથી ઊતરી આવે છે. મૃત્યુના નૂપુરરવ સાંભળીને કાવ્યનાયકના નિર્જીવ દેહમાં ચૈતન્ય વ્યાપે છે. મૃત્યુના લયબદ્ધ નિર્ગમન પછી ઘૂમરાય છે એમની ચેતના, મૃત્યુને આ કવિ ચિરંતનના ગર્ભપ્રદેશ તરીકે ઓળખાવે છે. મૃત્યુ જ છે બ્રહ્મદ્વાર, કે જ્યાંથી સૌ કોઈ સત્યના અનંત પ્રદેશમાં પહોંચી શકે છે. - કવિ દિનકર શાહને (‘અજનવી વસ્તીમાં) પોતાના પ્રત્યેક અંગમાંથી મૃત્યુની સુગંધનો પ્રસાર અનુભવાતો. (“મહામૃત્યુ) પ્રફુલ્લ પંડ્યા (“જીભ ઉપરનો ધ્વજ 1986) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy