________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 428 અંતિમ પ્રસ્થાનને “પ્રફુલ્લ પ્રસ્થાન' કહે છે. મૃત્યુના દિવ્ય સુગંધના પ્રસારનું વર્ણન કરતાં કવિ કહે છે “હવે ફૂલનું પ્રસ્થાન છે સુગંધમાં” 175 એ સુગંધમાં હવા ફૂલમય જીવતરના કૌતુકને પામે છે. માંગલ્યશ્રદ્ધાના 2 વ્યક્ત થાય છે. “ગીત અનાદિ મૂડમાં લખ્યું એકમાં અનાદિ મૂડમાં સઘળું છોડી દૂરદૂર ‘વાની આ કવિ વાત કરે છે. અંધકારનો એક ખંડ. ઓળંગી કાવ્યનાયક અજવાળાને ઉંબર પહોંચે છે. ક્યાંક ઓંકને ઘંટારમાં શ્વાસટેકરી વચ્ચે મુજને મળી આવતું વાદળ” 1 અહીં મૃત્યુને માંગલ્યસભર ગયું છે. ચારે બાજુ દિવ્ય ઘંટારવ સંભળાતાં શ્વાસની આવન જાવન જોરદાર બને છે. ચૈતન્યબાળા દિવેટિયા (‘પુષ્પાંજલિ') મૃત્યુને, પ્રભુદારે જવાની મંગલકારી પ્રકાશબારી કહે છે. પીંજરમાં પુરાયેલું પંખી જાતેજ ચાંચથી પીંજરને શરીરને) તોડી ભયમુક્ત થતું હોવાની વાત આ કવયિત્રીએ કરી છે. કવિ નટવરભાઈ ઠક્કરના તો સંગ્રહનું નામ જ “પ્રભુજી તમે સાગર હું પાણી છે. તેઓ મૃત્યુને વિનંતિ કરે છે કે મૃત્યુ શાંત ચિત્તે તેમને અંધારપછેડો ઓઢાડે, જેથી પ્રીતમ સાથેના એમના મિલનને કોઈની નજર ન લાગે. મૃત્યુની ઘડીને પ્રભુમિલનનો મંગળ અવસર બની રહે, એવી એમની ઇચ્છા, ને શ્રદ્ધા બંને છે. મૃત્યુટાણે એમની વેદના પિતૃગૃહેથી સાસરે સિધાવતી દીકરીની વેદના હશે. જે અંતે તો પતિ ગૃહે પ્રવેશતી નવોઢાના ઉલ્લાસની જેમ આનંદ-સભર હશે. કવયિત્રી દક્ષા દેસાઈ મૃત્યુને પ્રિય મિલનની ક્ષણ કહે છે. (‘નિર્જળા નદી') તેથીજ તેઓ પેટીમાંથી લીલાં પટકૂળ કાઢવા કહે છે. સૈયર પોતાની પાંથી સજાવે, હાથમાં લીલાં કિંકણ પહેરાવે, ને કપાળે, કંકુની પીયળ કરી, નાકે ફટકિયું મોતી પહેરાવે એવી આશા વ્યક્ત કરે છે. પોતાના એ મંગલ પ્રયાણ પછી પેલી ભીંતે ચોડેલી કંકુની રેખાઓને ધોળાવી એના ડાઘ કઢાવી નાખવા તથા હૈયે મઢેલી છબીને હડસેલી દેવા પણ કહે છે છતાં સહેજ આછેરી આંખો રેલાવી થોડું રડી લેવા પણ જરૂર કહે છે. આ અદ્યતનયુગ - પ્રેમ અને મૃત્યુ “સુરેશ જોશી એમની ઉત્તમ રચનાઓમાં પ્રેમ, જીવન અને તેની સામેના તુલ્યબળ મરણને પણ પોતાની સીમામાં આવરી લે છે.” 2 પ્રેમનું તો શમણું જ સેવાયું હતું. પણ હવે તેને વળ ચડાવી રહેવા મરણની ઉપસ્થિતિમાં આખું જીવિત જે રીતે દુઃસ્વપ્ન બની ગયું તેમાંથી પોતે (નાયક) મુક્તિ ચાહે છે. “પ્રેમ અને મૃત્યુ' જેવાં તત્ત્વોમાંથી જન્મતા અસ્તિત્વમૂલક તનાવને કશા પણ માર્ગે હળવો કરી દઈને પ્રશ્નના ઉકેલની કોઈ ભૂમિકા પ્રસ્તુત કરવામાં કવિને રસ નથી. “નિષ્ફળ પ્રેમ અને ઉત્તરોત્તર વિકસતું મરણ, તેમની રચનાઓમાં એક અસ્તિત્વમૂલક તનાવ ઊભો કરે છે. “ઇતરાની અંતિમ કાવ્યકૃતિ પણ એવા જ તનાવને શબ્દસ્થ કરી આપે છે.” 18 કરોળિયાની જાળમાં ઝિલાયેલા ઝાકળની આંખે એમનું મરણ એમને તાકી રહેલું દેખાય છે. પ્રેમનો વિલય થતાં યુગપત ભાવે જ મરણ નિકટ આવતું ગયું અને પછી તો નાયક નાયિકા મરણથીજ જોડાતાં રહ્યાં. રસાતાં Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.