________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 310 લાકડીયે ઘરમાંજ પડી રહે છે. કોઈના ટેકા વિના, સાથી સંગી વિના એકલા જ જવાનું. બળદ એક સુંદર રૂપક કાવ્ય છે. પોતાના જ મૃત્યુ સમયની, ને એ પછીની સ્થિતિનું વર્ણન કરતો બળદ અહીં માનવમાત્રનું પ્રતીક બની રહે છે. મૃત્યુને નહીં સમજી, કે પામી શકનારો બળદ (અને કદાચ માનવ પણ) કહી ઊઠે છે. “મૃત્યુમાં કયું લોઢું હશે તે મારાથી એ તો વહી શકાતું જ નથી” 3 મૃત્યુની કઠોરતા અને રહસ્યમયતાને અહીં વાચા અપાઈ છે. બળદના પૂંછડામાંના પેલા ચૈતન્યના વૃક્ષની ડાળીઓને કોઈએ જાણે મૂળમાંથી કાપી નાખી છે. “આ મૃત્યુએ અણદીઠા હાથે કઈ પરોણી મને ઘોંચી કે મારું કંઈ ચાલ્યું નહીં....” .... “હું ગાડું તાણતો હતો મને મૃત્યુ તાણી ગયું” 4 મૃત્યુ પામેલા એ બળદને બીજો એક જીવતો બળદ પેલા ખાડામાં લઈ જાય છે, ત્યારે એને પ્રશ્ન થાય છે કે એ પોતાને પણ લઈ જઈ રહ્યો છે કે શું? બીજાનું મૃત્યુ થશે ત્યારે એને ત્રીજો ખેંચી જશે....ને માનવનુંય એમ જ ને ? “ધવલ પથારીના શાંત અચેત સમુદ્રમાં' કાવ્ય પણ મૃત્યુના જ સંદર્ભને માર્મિક રીતે વ્યક્ત કરે છે. સમુદ્ર આમ તો અચેત ન હોય. પણ આ એવા સમુદ્રની (જીવન ?) વાત છે. જયાં બધું જ પછી વિરમી જાય છે. માનવને જીવનરૂપી પરપોટો ફૂટી જવાનો સતત ડર રહે છે. (“પ્રબલગતિ” “પરપોટો)) જીવનને પકડી રાખી શકાતું નથી. મૃત્યુને દૂર ધકેલવાનો પ્રયત્ન વંધ્ય નીવડે છે. માણસ જીવન પાછળ, ને મૃત્યુ માનવ પાછળ એમ નિરંતર સંતાકૂકડી ચાલે છે. કવિને ધૂપસળી જોઈને પોતે પણ અંતે ખાખ થઈ જવાના, એ વિચાર આવે છે. (“આંસુ”) તો સાથે સાથે જીવનક્રમના શાશ્વત પ્રતીકસમું નિત્ય ફુરણરૂપ, લીલું અંકુરિત થતું તૃણ પણ યાદ આવે છે. એક જીવ વિલીન થાય ત્યાર પહેલાં બીજો જન્મ લઈ લે છે. એમ જીવનધારા અવિરત ચાલે છે. પ્રિયજનો મૃત્યુ પામે છે. પણ એમની દર્દભરી પ્રેમકહાની અમર થઈ જાય છે. જીવનફળ તોડવાની ક્રિયાને કવિ “પાપ” ગણે છે. તેથી તો મૃત્યુને એની તીક્ષ્ણ ચાંચ વડે જીવનફળ નહિ તોડવા, ફૂલને નહિ તોડવા ફરમાન કરે છે. (“જન્મ અને મૃત્યુ) આત્માની નિઃસંગતાની વાત “દેહનાં બંધન'માં કરાઈ છે. આત્મા, જ્યારે સૌ સૂઈ જાય છે, ત્યારે બહાર નીકળી જાય છે. બધી ઇન્દ્રિયો સુપ્ત થઈ જાય છે. ત્યારે માંહ્યલો શરીરમાંથી ચૂપચાપ બહાર ચાલ્યો જાય છે, ને શરીર પડી રહે છે. શરીરરૂપી પિંજરના સળિયા તૂટી જાય છે. અહીં મૃત્યુને આનંદભેર સ્વીકારવાની પ્રક્રિયા દર્શાવાઈ છે. મૃત્યુ' કાવ્યમાં દેહમાંથી નીકળી ગયા પછી આત્મા અનંત ગગનમાં ઊડી જતો હોવાની કવિ વાત કરે છે. ને ત્યારે શરીરનાં બંધનો બધાં લુપ્ત થઈ જાય છે. “એત્રેલા'માં કવિ કહે છે. પૃથ્વી પરની અવરજવર વ્યર્થ લાગતી હોવા છતાં જીવને મૃત્યુનો, યમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust