________________ 0 6P A અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 25 લેવા સ્થૂળ શરીરમાં પ્રવેશે છે. સૂક્ષ્મ શરીર જ નવા જન્મનું કારણ બને છે. જ્યારે મોક્ષમાં તો સૂક્ષ્મ શરીર પણ મરી જાય છે. મૃત્યુનો અનુભવ શરીરને ન થઈ શકે. કારણ એ સમયે એ જાગૃત હોતું નથી ને આત્માને તો મૃત્યુ છે જ નહીં. તેથીજ તો રજનીશજીએ મૃત્યુને સામાજિક ભ્રાંતિ’ કહ્યું છે. શરીર અને ચેતનાના વિયોગને “મૃત્યુ' કહેવામાં આવે છે. માત્ર એક સંબંધ શિથિલ થઈ છૂટી જાય છે. જે વ્યક્તિ જીવન એ જીવન નથી, ને મૃત્યુ એ મૃત્યુ નથી એવું સમજી લે છે. એને પછી કોઈ વાસનાઓ, કામનાઓ રહેતી નથી. ને તેથી ફરી જન્મવાનું પણ એને રહેતું નથી. એજ છે “નિર્વાણ', જ્યાંથી પછી પાછા ફરવાનું નથી. ગીતા જેને ‘પરમધામ' કહે છે, તે આ. પછી જન્મ અને મરણ બને છૂટી જાય છે. “પોઈન્ટ ઑફ નો રીટર્ન' આવી જાય. જીવન અને મૃત્યુની અસારતા જેણે પ્રમાણી લીધી છે એ માણસ મરે ત્યારે સાર - અસાર બધું છૂટી જાય છે. “પંખી જાય અકેલા'. લેણદેણ બધું છૂટી જાય છે. સારું-નરસું પણ. કબીરજીએ કહ્યું “યોં કી ત્યોં ધર દીની ચદરિયાં ખૂબ જતનપૂર્વક ઓઢી, જેથી કોઈ હિસાબ-કિતાબ બાકી ન રહી જાય. ને પછી હંસલો એકલો ચાલ્યો જાય, સાથી વિના, સંગી વિના, ન મિત્ર, ન શત્રુ, ન સારું ન બૂરું, ન શાસ્ત્ર, ન સિદ્ધાંત-કશુંજ પછી ન રહે. મરવું એ તો અનુમાન છે, કેવળ કલ્પના. મરતા માણસની આપણે માત્ર પીડા જોઈએ છીએ. કોઈને મરતાં આપણે શી રીતે જોઈ શકીએ? મરવાની પ્રક્રિયા તો દરેકની આંતરિક ને અંગત છે. એનો કોઈ સાથી ન હોઈ શકે. હજુ સુધી કોઈ વ્યક્તિ કોઈના મૃત્યુને, મરવાની પ્રક્રિયાને જોઈ, જાણી શક્યું નથી. આપણે તો માત્ર જીવને જીવનથી છૂટો પડતો જોઈએ છીએ. જીવનના તટથી એક ચેતનાને અલગ થતી જોઈ, એક હદ પછી આપણને એ ચેતના નથી દેખાતી. આપણા હાથમાં બાકી રહેતું શરીર, કાલ સુધી હતું એવું જીવંત નથી. તેથી આપણે વિચારીએ છીએ કે વ્યક્તિ મરી ગઈ. હકીકતમાં મૃત્યુની ઘટનાને પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. જીવતી વ્યક્તિ વિચારે છે કે, હું મરીશ ત્યારે પણ આવી મુશ્કેલીઓ નડશે, તેથી યુક્તિપૂર્વક તેણે મૃત્યુના તથ્યને જીવનથી અલગ કરી દેવાની યોજના ઘડી છે. સ્મશાન ગામથી દૂર બનાવ્યું, જેથી વારંવાર મૃત્યુની યાદ ન આવે. પણ એ ભૂલી જાય છે કે “મૃત્યુ જેવી નિશ્ચિતતા બીજી એકેય નથી. રજનીશજીએ મૃત્યુને એક મહાન “સર્જીકલ ઑપરેશન’ કહ્યું છે. તેઓ કહે, “આવડું મોટું ઑપરેશન હજુ સુધી કોઈ ડૉક્ટરે કર્યું નથી.” મૃત્યુ સમયે પ્રાણને શરીરમાંથી આખે આખા કાઢી લઈને બીજાના શરીરમાં પ્રસ્થાપિત કરવાના છે. તેથી કુદરતે પહેલેથી વ્યવસ્થા કરેલી છે કે તે વખતે માણસ બેભાન થઈ જાય. મૃત્યુ સામે લડવા જનાર હારી જશે. એને પ્રેમથી સ્વીકારનાર જીતી જાય છે.” (“મેં મૃત્યુ સિખાતા હૂં' - રજનીશ) અનિલ જોશી કહે છે, “યમના હલકભર્યા કંઠમાં સંભળાતું મૃત્યુનું હાલરડું કાનમાં અલંકાર થઈને ઝૂલવા લાગે છે. યમ ગમે તેટલો ક્રૂર દેખાય પણ એની ક્રૂરતામાં મને વાઢકાપ કરતા ડૉક્ટરની માયાળુતા દેખાય છે. સહરાની રેતીમાં તપેલો એક કણ જેમ પહેલા વરસાદને છાંટે ટાઢોબોળ થઈ જાય એમ મૃત્યુની છાલક વાગે ને માણસ છલકતો થઈ જાય.” પ” (“સ્ટેચ્ય) “મૃત્યુનો મુકાબલો હસતાં હસતાં કોણ કરી શકે?” આ બાકી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust