________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 26 છે અને તે બાકી છે, આ મારું છે અને હજી તેને વધુ સારું કરવું છે, તથા માણવું છે.” વગેરે આસક્તિઓ, અધૂરાપણું છે. ત્યાં મૃત્યુ માટેની તૈયારી ઠોઠ નિશાળિયાની પરીક્ષા માટેની તૈયારી જેવી હોય છે. “શું આપણે દરેક દિવસે બધાનો અંત આણીને, બધી મમતાનો છેદ ઉડાવીને રોજિંદું જીવન મૃત્યુ સાથે જીવી ન શકીએ? તે જ મૃત્યુનો અર્થ છે. જ્યારે જીવન અને મૃત્યુ ભેગા થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે ત્યારે મગજમાં સ્મરણરૂપી જ્ઞાનનો અંત આવે છે, જીવવું એટલે જ મરવું.” આ પૃથ્વી અદ્ભુત છે, ભરી ભરી છે, સમૃદ્ધ છે, સુંદર છે અને જીવન જીવવા યોગ્ય છે. આ સુંદર પૃથ્વી ઉપર એકે એક વસ્તુ જન્મે છે, જીવે છે અને કરમાઈ જાય છે. જીવનની આ આખીયે ગતિનો પાર પામવા જોઈએ છે બુદ્ધિ, વિચારો, પુસ્તકોમાંથી, જ્ઞાનસાધનામાંથી લીધેલી બુદ્ધિ નહી. પણ પ્રેમમાંથી, કરુણામાંથી અને એ બંનેમાંથી પ્રગટેલી સંવેદનશીલતામાંથી જાગેલી બુદ્ધિ, જેમ ખરી પડેલા કોઈ પાંદડાનું સૌંદર્ય અને રંગછટા નિહાળીએ, તે જ પ્રમાણે આપણે આપણું પોતાનું મૃત્યુ કેવું હોય તેની સંવેદના, તેની અભિજ્ઞા, પ્રગટાવી શકીએ. તેને ઊંડે ઊંડે અનુભવી શકીએ અને તે પણ જીવનને અંતે નહિ, પણ જીવનના આરંભે, આપણે જેમ બાળકોને ગણિત, લેખન, વાચન અને જ્ઞાનપ્રાપ્તિની બધી પ્રક્રિયાઓ શીખવીએ છીએ તે જ પ્રમાણે એમને મરણનું ગૌરવ પણ શીખવી શકાય એમ જે. કે. એ કહ્યું હતું. જીવન અને મૃત્યુનો અસરકારક મુકાબલો કરવા જે. કે. ના બે અવતરણો ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે. 1. “જીવનની મોઢામોઢ થાઓ અને ખૂબ ગંભીરતાથી જીવો. અનિશ્ચિતતાઓથી ભરપૂર દરિયા જેવા જીવનમાં સફર કરો અને બધો જ સમય જાગૃત રહો.” 2. “પ્રત્યેક દિવસે તમે ગઈકાલની ચીજોથી મૃત્યુ પામો અને આજની ચીજોને આવતીકાલ ઉપર લઈ ન જાઓ. મરવું એટલે સંગ્રહની, ભયની અને અમરતાની પ્રક્રિયાને સમજવી. જાણે કે આજનો એક જ દિવસ જીવવાનો બાકી છે, એ જ રીતે દરરોજ જીવો.... ખુલ્લાપણું જીવન છે અને બંધિયારપણું મૃત્યુ છે.” (જ. કૃષ્ણમૂર્તિની દષ્ટિએ “મૃત્યુના ભયનું રહસ્ય') (બાબાભાઈ પટેલ) (ગુજરાત સમાચાર - 17-2-93) 1. ઉત્તરાર્ધ મૃત્યુ - પશ્ચિમની વિચારધારા તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં મૃત્યુ'નો પ્રશ્ન કેન્દ્રસ્થાને રહ્યો છે. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ માનવને મૃત્યુ માટે તૈયાર કરે છે. મૃત્યુના મૂળ માટે પશ્ચિમમાં ભારતીય વિચારધારા કરતાં જુદા પ્રકારની માન્યતા પ્રવર્તે છે. ભારતીય વિચારધારામાં સૌ પ્રથમ “મૃત્યુ' જ હોવાની વાત કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમમાં એવી માનયતા છે કે માનવ સૌ પ્રથમ મૃત્યવિહીન હતો. અમરતાનો સંદેશ લઈ આવનાર દૂતની કોઈ ભૂલ કે પછી એના કોઈ બદઈરાદાને કારણે વિશ્વમાં મૃત્યનો પ્રવેશ થયો, એવું માનવામાં આવે છે. પૃથ્વી પરના માણસોની ઇર્ષ્યા આવવાથી દેવોએ પૃથ્વી પર મૃત્યુ મોકલ્યાની પણ એક માન્યતા છે. મૃત્યુના સાર્વત્રિક ભયે મૃત્યુની અનિવાર્યતા અંગે હઠીલી માન્યતાઓને જન્મ આપ્યો છે. એમાંથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust