SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 9376 રહી'માં કોઈકના મૃત્યુની વાત વેધક રીતે નિરૂપાઈ છે. બારીએ બેસી માથું ઢાળી આખી રાત રડતી રહેલી રાતનું વર્ણન વાતાવરણમાં પ્રસરેલા કરુણની પ્રતીતિ કરાવે છે. ૧૯૭૯માં આ કવિ “અટકળ' લઈને આવે છે. કવિ સદ્ગતનાં સ્મરણને ક્યાંક સમયવીણા પરના નખલી સાથે સરખાવે છે. “કોણ ગયું કાગળના રસ્તે અક્ષર રહી ગઈ પગલી જાણે સૂની સૂની સમય વીણા પર સ્મરણ કરે છે નખલી જાણે” -અ જનાર જાય છે, ચરણની રેણુ રહી જાય છે. જતું કોણ હળવેથી કાગળ ઉપરથી અહીં રહી જતી એના પગની જ રેણુ” રબ મનોજ ખંડેરિયા શ્વાસની સાથેના માનવના સંબંધને મીણ જેવો ગણે છે. “અંત વેળા દોસ્ત, ઓગાળી લીધો' આંગળીમાંથી ચૈતન્યનું હરણ દોડી જતાં હાથ ખાલી વન સમો પડી જાય છે. સ્વજનના ચૈતન્યના દીવડાની શગ ધીમેથી સંકોરાતાં હયાત સ્વજનનાં આંસુના સરવરમાં મૃતિઓ પગ રોજ હળવેથી ઝબોળે છે. પરપોટો ફૂટે તો જળને શું થાય? નથી જાણ થતી કોઈ દિવસ કોઈને. પ્રિયજનના અવસાને સ્વજનને થતી વેદનાની કરુણ પરિતાપભરી સંવેદના અહીં વ્યક્ત થઈ છે. કવિ ફકીર મહમ્મદ મનસુરી ૧૯૬૭માં “ઇજન' લઈને આવે છે. “તમે નેત્રો ખોયાં'માં સીધો મૃત્યુસંદર્ભ નથી. પરંતુ કાવ્યનાયકની માતાએ આંખ ગુમાવ્યાની વેદનાની સાથે પતિ મૃત્યુની વેદના ચૂંટાયેલી છે, જે તેઓ ક્યારેય ભૂલી શકે એમ નથી. પતિ જતાં, એ મારાં નયનરલ મહિનાઓ સુધી સુકાયાં ન હતાં. - કવિ યશવંત ત્રિવેદીના “પરિપ્રશ્ન સંગ્રહમાં (1975) “મૃત્યુનામના કાવ્યમાં વિદ્યાર્થીમિત્રની બાના મૃત્યુની વાત વણી લેતાં આ કવિ બા અને આંસુને પરસ્પરના પર્યાય તરીકે ઓળખાવે છે. એક માત્ર વેદનાના સંબંધને જ કવિ સાચો સંબંધ હોવાનું કહે છે. પરિદેવના'માં બધાંજ કાવ્યો પ્રિયકાન્ત મણિયારના અવસાન નિમિત્તે લખાયાં છે. જેમાં કવિ યશવંત ત્રિવેદીએ મૃત્યુના જુદા જુદા આવિર્ભાવો પકડ્યા છે. વાસ્તુ કરવાના મૂરત કાઢવાની વેળાએ મકાનનું પાકું ધાબું પડી જાય, ને જે આઘાત થાય, એવો આઘાત પ્રિયકાંતના અવસાને યશવંત ત્રિવેદીને થયો હતો. પ્રિયકાંત મણિયારના અવસાનથી હતપ્રભ થયેલાં એમનાં માએ એવું તો છાતી ફાટ રુદન કરેલું કે, ખડકોને ભાંગી નાખતા વિશ્વ શોકાંતિકાઓના સમુદ્રોય એમની બાના હૈયાફાટ રુદનને પ્રકટ ન કરી શકે. સ્તબ્ધતા અને ચિત્તવિક્ષોભને ભાષા હોતી નથી. ૧૯૭૮માં “પરિશેષ લઈને યશવંત ત્રિવેદી આવે છે. “આવજે મુંબઈ આવજે દોસ્તોમાં બહુ સ્મરણના મોટા કળતરની વાત તેઓ કરે છે. શાશ્વતી વેદનાથી પીડાતા કવિ પ્રવીણ દરજી ૧૯૭૩માં “ચીસ” લઈને આવે છે. એકમાં ક્રૌચયુગલને મિષે પારધીએ વાલ્મિકીને જ તીર માર્યાની, ને એ રીતે આદિ કવિનું અકાળે નિધન થયાની વેદનાને વ્યક્ત કરે છે. જેની શાશ્વતી ચીસ પછી અવકાશના ગર્ભમાં વ્યાપી ગઈ હોવાનું તેઓ કહે છે. P.P.AC. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy