________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 199 જન્મ, જીવન અને મૃત્યુ ક્રમનો નિર્દેશ કવિએ આ રીતે કર્યો છે. “ખખડે સૂકાં પર્ણો નીચે ઉપર કૂંપળ ફૂટે” 1 પ્રકૃતિમાં ચાલ્યા કરતો સર્જન વિસર્જનનો ક્રમ જ તો સૃષ્ટિનું સૌંદર્ય વિલસાવે છે. હોલાતો જીવનદીપ અંતે મૃત્યુ દ્વારા પરમત્વ સાથે એકરૂપ બને છે. તો સતત ખર્યા કરતાં પાનને, નવા મહેકતાં ફૂલ પણ જન્મમરણના અવિરત નિત્યક્રમનો નિર્દેશ કરે છે. ઉમાનો હંસલો કવિના જીવનહિમ શિખરે સ્મરણનાં રંગીન પીંછાં વેરી ગયો. મૃત્યુ એક ઝંઝાવાત છે. ઉમાના મૃત્યુબાદ જોરદાર ઝંઝાવાત પછીની શાંતિનો, શૂન્યતાનો કવિ અનુભવ કરે છે. સૂકા ધાસ પર ઝાકળના બિંદુને સ્નેહરશ્મિ મૃત્યુને જીતનારી કલા તરીકે ઓળખાવે છે. સૂકું ઘાસ મૃત્યુનું, ને ઝાકળ જીવનનું પ્રતીક છે. મૃત્યુ પર જીવનના વિજય તરીકે ઝાકળનું બિંદુ સૂચવાયું છે. જગતમાં આવ્યા પછી જીવને સંબંધની માયા વળગે છે. એ પહેલાં અને એ પછી કોઈ સંબંધો રહેતા નથી. આતમપંખી તો ઊડતું ભલું. ઊડી ગયું કો પંખી કૂજતું-રવા હજીયે નભે” કર અહીં મૃત્યુ પામનાર વ્યક્તિની સંબંધવિહીનતા “કો પંખી' દ્વારા સૂચવાઈ છે. કવિના જીવનનભમાં એ પંખીગાને શાશ્વત સંગીત સર્જયું છે. પતંગિયાસમું ઉમાનું જીવન અલોપ થઈ શૂન્યમાં ભળી જઈ, શૂન્યને રંગી દઈ, એના આતમજને પહેલા મહાતેજમાં ભેળવી ગયું. મૃત્યુથણીના મહાપ્રસ્થાનના એ માર્ગને કવિ “શ્વેત” “શુભ' કહે છે. કવિ એમ માને છે કે મૃત્યુને પંથે પ્રયાણ કરતા માનવ-આત્માને રજનીગંધાની (દિવ્ય) સુગંધનો અનુભવ થાય છે. જીવનો સત્કાર કરતું મૃત્યુ ઈશ્વર જ પ્રતીક. મૃત્યુનો મહિમા કોઈ સમજી શકતું નથી. વરમાળ લઈ જીવને સત્કારવા ઊભેલા મૃત્યુનો મહિમા કવિ ગાય છે. દીકરીનું અવસાન કવિને પોતાની અંતિમ સફરનો વારંવાર વિચાર આપે છે. પછી પોતેય અગમ્ય પ્રદેશ પ્રયાણ કરવાના સંબંધો બધા પછી વેરાઈ જવાના. ને બસ પછી વિસ્મૃત થઈ જવાનું. મૃત્યુની પળને કવિ “અગમપળ' તરીકે ઓળખાવે છે. કવિ મૃત્યુ પહેલાંની એ પળનું સુંદર વર્ણન કરે છે. મૃત્યુપળે શબ્દો વિરમી જાય, આવેગો બધા શમી જાય, પરિચિત કૃતિ બધી દૂર હડસેલાઈ જાય ને કોક અજાણી લહર ક્યાંકથી આવીને વીંટળાઈ વળે. કવિ કહે છે “માતાના ગર્ભમાં જીવનના જન્મ પહેલાં મૃત્યુએ જાણે પારણું બાંધી પ્રવેશ કર્યો હતો. જીવન એના જન્મ સાથે છેક સુધી આ મૃત્યુના પારણામાં જ ઝૂલે છે. મૃત્યુ આટલું ચિરપરિચિત હોવા છતાં આજે કવિનાં દ્વાર ભણી આવતાં, અજાણ્યા બનવાનો ભાસ શા માટે રચતું હશે ? “આપણ બને સાથે જન્મ્યા ભવસાગરે હું તરું છું, મીન સમાન ને તું દોડે છે જળ બનીને, આગળ, આગળ, આગળ, આગળ. 3 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust