________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 77 3. સુધારકયુગમાં મૃત્યુનું નિરૂપણ પરિબળો “સાહિત્યજગતમાં અર્વાચીનતાનો આરંભ દલપતરામે “બાપાની પીંપર' કાવ્ય લખ્યું ત્યારથી ૧૮૪૫ની સાલથી ગણાય. તે પહેલાં શિક્ષણ અને છાપખાનું. સાહિત્યનાં એ બે પોષક બળોનો પ્રભાવ શરૂ થઈ ચૂકયો હતો.” 'ઓગણીસમી સદીના પૂર્વાધમાં ભારતની પ્રજાના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક જીવનમાં એવું ક્રાંતિકારક પરિવર્તન આરંભાયું કે ત્યારથી શરૂ થઈને, આજ સુધી વિસ્તરી રહેલા કાળખંડને આપણે “અર્વાચીન યુગ” તરીકે જ ઓળખીએ છીએ. સાહિત્યમાંથી સાંપ્રદાયિક્તા ઘસાતી જઈને માનવતા અને વિશ્વજનીનતાની સ્થાપના થતી ગઈ. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે તુમુલ સંઘર્ષ પેદા થયો. આ સંઘર્ષે ગુજરાતી સાહિત્ય પર વ્યાપક અને દૂરગામી અસર ઉપજાવી. નર્મદ, નવલરામ, નંદશંકર, મહીપતરામ વગેરે પાશ્ચાત્ય શિક્ષણ પામેલ આપણા સાહિત્યકારોની પહેલી પેઢીના અગ્રણીઓ હતા. અંગ્રેજ અધ્યાપકો પાસે ભણવાની અને અંગ્રેજ અમલદારોના સંસર્ગમાં રહીને કામ કરવાની તક તેમને સાંપડી હતી. અંગ્રેજી સાહિત્યના પરિશીલનથી નર્મદ જેવાને ગુજરાતીમાં પ્રણય, પ્રકૃતિ ને દેશભક્તિને લગતાં આત્મલક્ષી પદ્ધતિનાં કાવ્યો લખવાની, કવિતામાં ઊર્મિના આવેશને પ્રાધાન્ય આપતી કાવ્યભાવના ઘડવાની, ગુજરાતી ગદ્ય ખેડવાની અને ગદ્યના પ્રકારો ખીલવવાની પ્રેરણા મળી હતી. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કથી અંગ્રેજી કેળવણીનો લાભ આ યુગના લેખકોને મળ્યો. વિચારો તેમજ અભિવ્યક્તિ બંનેમાં અંગ્રેજી કેળવણીના પ્રભાવથી નવી દિશાઓ ખૂલી. શ્રી યશવંત શુક્લ કહે છે, જેને આપણે અર્વાચીન યુગ કહીએ છીએ તેનો પ્રારંભ વળાંક હતો.” ? ( પશ્ચિમની આ અસરે મુક્તિની ઝંખના સૌ કવિઓમાં જગાવી. શ્રી યશવંત શુક્લ કહે છે, “પરિવર્તનનું સાહિત્યિક રૂપ ખરેખરું ક્રાંતિકારી હતું. પશ્ચિમી સાહિત્યનાં રૂપોને ગુજરાતીમાં સિદ્ધ કરવાનો પુરુષાર્થ શરૂ થયો હતો. તેથી કાવ્યના વિષયો જ નહીં પણ સારોયે અભિગમ બદલાઈ ગયો. અભિવ્યક્તિમાં જ નવતા આવી.” 4 ક. મા. મુનશી “ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર' માં જેને Sanskrti Revival ના સંસ્કૃતના ‘પુનરભુદય' ના ગાળા તરીકે ઓળખાવે છે. એવા આ યુગની વિશેષતા એ હતી કે અંગ્રેજીમાંથી તેને નવા દષ્ટિકોણોનો અને મૂલ્યબોધક શબ્દોનો પરિચય થતો. સંસ્કૃત સાથે તેની સરખામણી થતી અને સંસ્કૃત તત્સમોનો આશ્રય લઈ ગુજરાતી પર્યાયો યોજ્યા. ગુજરાતી ગદ્યની ઇબારતોને પણ અંગ્રેજીના સંસ્પર્શથી એક નવું જ પરિમાણ મળ્યું.” પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust