SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 78 સુધારક્યુગ મૃત્યુનું નિરૂપણ - કરુણ સ્વરૂપે કવિ સુંદરમ દલપતરામના સૌથી વિશેષ રસયુક્ત સર્જન તરીકે “ફાર્બસવિરહ' ને ગણાવે છે. જો કે ‘પદ્યની પામર ચમત્કૃતિમાં કવિ સરી પડે છે' એમ તો તેઓ કહે છે. સુંદરમ્ કહે છે “એમાં મિત્રવિરહની ઊંડી અંતર્થથાને બળે કેટલાંક ચિરંતન, સૌંદર્ય ભર્યા મુક્તકો અને ઉદ્ગારો સર્જાઈ ગયાં છે.” આ કાવ્યમાં કવિએ ઉત્તમ પ્રકારનો સોરઠાનો પણ ઉપયોગ કર્યો છે. આ કાવ્યમાં કવિનું શોકગ્રસ્ત હૃદય ખૂબ ઠલવાયું હોવાનું શ્રી યશવંત શુક્લ નોંધે છે. “કવિતાજહાજનો તે ભાંગી પડ્યો કુવાથંભ - તરીકે જેનો ઉલ્લેખ થયો છે તે ફોબર્સને વિષય કરીને રચાયેલાં આ કાવ્યને તેઓ અર્વાચીન કવિતાના પ્રથમ શોકપ્રશસ્તિ કાવ્ય તરીકે ઓળખાવે છે.” (પાનું. 46) (ગુ. સા. ઇતિહાસ, ગ્રંથ-૩, પ્રકરણ-૨) કારણ કે એમાં મિત્ર વિરહનું ઘેરું દર્દ, મિત્રના ગુણોની પ્રશસ્તિ અને મૃત્યુની ઘટના વિશે ચિંતન કરે છે. સોરઠામાં કવિ શોક ઠાલવે છે, ત્યારે વ્યાજસ્તુતિ અલંકારનું તે અખંડ ઉદાહરણ બની રહે છે. “વ્હાલા તારાં વેણ સ્વપ્નામાં પણ સાંભરે નેહભરેલાં નેણ ફરી ન દીઠાં ફારબસ” છેલ્લે કવિ મરણની અનિવાર્યતાનું સ્મરણ કરીને સ્વર્ગમાં મિત્રને મળવાનો દિલાસો લેતાં લેતાંયે રડી નાખે છે.” 7 અર્વાચીન કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામના સમયથી બંધાયાનો ઉલ્લેખ કરીને શ્રી ધીરુભાઈ ઠાકર લખે છે “મૃત્યુ વિશે સાદાં છતાં વિચારપ્રેરક કાવ્યો હૃદયસ્પર્શી શૈલીમાં તેઓએ લખ્યાં છે. દલપતરામનાં આ પ્રકારનાં કાવ્યોની ખૂબી એ છે કે જગતની નશ્વરતા વર્ણવતાં તે નિરાશા કે વિષાદમાં ઊતરવાને બદલે ભક્તિના શાંતરસનો સાત્વિક આહ્લાદ પ્રગટ કરે છે.” " (અ. સા. વિ. (પાનું. 40) ધી. ઠા.) “એકલા “ફોર્બસવિરહ (1865) કાવ્યમાં જ કવિની અંગત હૃદયોર્મિ સીધેસીધી પ્રગટ થયેલી છે.” “(પાનું. 46 અ. સ. વિ. પી. ઠા.) “ફોર્બસવિરહ' ગુજરાતી ભાષાના પહેલા કરુણપ્રશસ્તિ કાવ્ય તરીકે ઓળખાયું છે. દલપતરામની કાવ્યશક્તિના સુંદર દૃષ્ટાંત તરીકે આપણા કાવ્યસાહિત્યમાં ફોર્બસવિરહ'નું સ્થાન સ્મરણીય હોવાનું શ્રી ધીરુભાઈ ઠાકર નોંધે છે. એલિજીમાં વેધક નીવડતી ઊર્મિની ઉત્કટતા ને ચિંતનની ગહરાઈ દલપતરામે “ફોર્બસવિરહ' ના કેટલાક સોરઠામાં સુંદર રીતે ઝીલી છે. દા. ત. પૂછો ચાહી ચકોરને, પૂછો જળચર કાય, કાય, કાં તો પૂછો કમળને, સ્નેહી ગયે શું થાય?” 10 પૂર્વાનુરાગસ્મરણ” માં કવિ એમના મિત્ર ફોર્બસસાહેબની પ્રીતિને યાદ કરીને શોક પ્રગટ કરે છે. એમના જવાથી લાડ લડાવનાર દિલદાર દોસ્ત ગયાની વ્યથા તેઓ અનુભવે છે. પહેલાં સુખ આપી, આમ અચાનક મૃત્યુ પામતાં રડાવી, જનાર આ મિત્રાવસાને કવિ બેચેન બને છે. મિત્રની હયાતીમાં એમના પત્રો શાતા આપતા. એ જ પત્રસ્મરણ એમના ગયા પછી કાળજાને કંપાવતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy