SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 138 છે. સદ્ગત-ભણકારા તથા ગયેલા માટેની ઝંખના “મૃગતૃષ્ણિકા' હોવા છતાં માનવ એને જ ઝંખે છે, એ વાતની પ્રતીતિ કરાવે છે. (“સંભારણાં') “જળપ્રલય'માં કોઈ મહાવિનાશનો નિર્દેશ થયો છે. આકાશમાં જાણે કાળના કરાળ વાદળોની ગર્જના સંભળાય છે. એના અખંડ સપાટામાં જીવનદીપ હોલાય છે. મૃત્યુ એ કંઈ નવી વાત નથી ને, છતાં સ્વજન મૃત્યુપથે પરવરતાં માનવ અનાથ, અસહાય થઈ બેસે છે. વાર્ઝવર્થના “ઇન્સોટૉલિટી ઑડને આધારે લખાયેલા “વિસ્મરણ' કાવ્યમાં જીવન વિષેના નિષેધાત્મક વિચારો જરા જુદી રીતે મૃત્યુની તરફેણ કરે છે. કવિ અહીં મૃત્યુને નહિ, જન્મને નિદ્રા કહે છે. તો મૃત્યુ જાગૃતિ ? જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠીએ (“સાગર') “દીવાને સાગર પ્રથમ તબક્કામાં વ્યક્તિની મત્યતા અને એનાં કાર્યોની અમરતાની વાત કરી છે. (‘સ્વર્ગે વસેલા પ્રિય જનકને) કર્મયોગી પિતાની સાચી પિછાન થતાં કવિનાં નયનો અશ્રુ સારતાં નથી. પિતાની આત્મમૂર્તિ હમેશાં સૂક્ષ્મ શરીરે સદા સદોદિત બની દર્શન આપે છે. “હમારા ખ્યાલ' (‘દીવાને સાગર' પ્રથમ તબક્કો) કાવ્યમાં માનવજીવનની ક્ષણભંગુરતાનો કવિ નિર્દેશ કરે છે. “અરેરે છે નહીં અહીં કોઈ જાયૂકનાં મહેમાન” 22 (‘દીવાને સાગર' (63)). ને તોય સૌ પંથ ભૂલેલા છે, દિશાશૂન્ય જીવનઝરણાનું મૂળ સ્થાન, ને અંતે એ ક્યાં જઈ જોડાતું હશે ? એવો ગૂઢ પ્રશ્ન કવિ કલાપીને ઉદેશી' કાવ્યમાં રજૂ કરે છે. (‘દીવાને સાગર' તબક્કો બીજો) મૃત્યુને કવિ ઝેરનો કપટમય ધરો કહે છે. જંગલનો મહેમાન'માં આંસુની સ્મૃતિનો મહિમા ગાતા કવિ કલાપીને યાદ કરી જીવનની ક્ષણભંગુરતાને વાચા આપે છે. કવિ કહે છે. આ વિશ્વ છે કાયમનું ન થાણું માપેલ વખતે જ ઊડી જવાનું ધીમે ધીમે વર્ષ બધાં જવાનાં પર લાખો કરોડો નથી ગાળવાનાં” પ ('દીવાને સાગર' બીજો તબક્કો 210) તમે છો સનમ સરકારમાં મૃત્યુ અંગેની બેપરવાઈ વ્યક્ત થઈ છે. કલાપી માટે પણ આ વાત સાચી હતી “જીવ્યો છે સિંહ આ સ્વેતાં કબરમાંયે સુતો હસતાં” 2 (‘દીવાને સાગર' ત્રીજો તબક્કો). સિંહ એટલે સુરસિહં હસતાં હસતાં જ મૃત્યુ પામ્યાનું કવિ કહે છે. આશકની મઝા જ મોતમાં, પછી એ દુન્યવી આશક હોય કે પ્રભુનો. “મ્હારી કબર પર લેખ આ બસ લોહીથી લખાવજો કે મોત તો બહાનું હતું, એ તો હરિવિરહ મુવો” 128 (‘દીવાને સાગર' ત્રીજો તબક્કો પૃ. 497) Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy