SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 137 પોકાર કરવા કોઈ આવતું નથી. ત્યાં તો છે માત્ર દરિયાઈ ઘોઘાટ ને ફરતાં છે પાણીનાં વમળો”, “જીંદગી' કાવ્યમાં વધતી ઉંમર અને ઘટતી જિંદગીનો ઉલ્લેખ છે. જે ધરતી પર બાળકરૂપે માનવ જન્મે છે, ત્યાં જ, એ ધરતી પર જ જન્મવતાંવેંત મ્હોત તરફ એ ડગ માંડે છે. “ગુજરેલો ભાઈ'માં કવિની પુનર્જન્મશ્રદ્ધા સુંદર આશ્વાસન રૂપ ધરે છે. એ આશ્વાસન શોધતી મા મૃત્યુ પામેલા બાળક માટે કહે છે. મુવા પછે બીજી તે જગની અંદર શોભીતો, સુંદર એક જુદોજ આકાર” 23 (પૃ. 361) “માણસની જીંદગી' (બરનાદ બારતન ઉપરથી)માં પણ મૃત્યુની વાસ્તવિકતાનો નિર્દેશ કરતાં કવિ કહે છે “ફૂલ ઊગી પાછું સુકાઈ જાય છે તે રીતે માણસ પણ ફક્ત મરવા માટે જ જન્મ લે છે.' એક ગુજરેલા બાળક વિષે' (દેવીદ મેકબેથ મોયર પરથી)માં કવિએ મૃત્યુને કાયમનું સુખ કહ્યું છે. બાળકની નાની છાતીમાંથી બહાર નીકળી મરી જઈ જીવ સુખી થઈ ગયો હોવાનું કવિ કહે છે. જો કે સ્વજનોને એ દુઃખી કરી જાય છે. કવિને તો મોત પણ સુંદર લાગે છે. કદાચ બાળકનું બધું જ સુંદર ? “પણ હાલ જ્યારે પડ્યું છે તું હોતની અંદર દેખાય છે મહને વધુ તું દિપતું સુંદર” પર (“મારી મજેહ તથા બીજી કવિતાઓ' પૃ. 419) કવિ કહે છે જિંદગીની રતાશ ત્યાં ભલે ન હોય પણ “અમરગી” - અમરતાનો નવોજ શણગાર એણે કર્યો હતો. બાલક પર પડેલા મોતના આકારને કવિ “સુંદર' ગણાવે છે. સીલરના કાવ્ય પરથી રચેલું “એક ઓરતનું મરણ' કાવ્યમાં ભરપૂર ખૂબસુરતીમાં મૃત્યુ પામેલી સ્ત્રીનું સુંદર વર્ણન કવિ કરે છે. ફૂલ પર પડેલો બરફ સૂર્ય કિરણોના સ્પર્શે ઓસરી જાય, સૂર્યતાપે તારાઓ અદશ્ય થઈ જાય, ઉનાળામાં વાદળાં વિનાનો ગર્ય આકાશમાં ચમકે તેમ એ ખૂબસુરતીમાં મૃત્યુ પામી હોવાનું કવિએ કહ્યું છે. “હોતનું બીછાનું કાવ્યમાં દેશ્યાત્મક રૂપે એક સુંદર વિચારતણખો રજૂ થયો છે. કબર પર પડેલી એક સ્ત્રીના સંદર્ભમાં હોઠ, ત્યાંથી જીવ વિદાય થવાની એંધાણી આપે છે. “અમર જીંદગીમાં મૃત્યુ પામેલા માનવની જિંદગી સૂક્ષ્મરૂપે અમર હોવાની વાત કરતાં શરીરની ક્ષણભંગુરતા અને હૈયાની અમરતાનો નિર્દેશ થયો છે. કવિ ગજેન્દ્રરાય બુચને (1901-1927) મૃત્યુમાં વિશ્વસંગીત સંભળાયું, અલબત્ત સ્નેહનું, તો “પચ્ચીસમે વર્ષે'માં સ્વજનમૃત્યુની વેદના કવિ પાસે મૃત્યુના નિષેધાત્મક વિચારો કરાવે છે. સ્વજન-મૃત્યુ સકળ વિશ્વના સૌંદર્ય તથા માનવજીવનની મૃદુતાનો લોપ કરે છે, એવો અનુભવ કરતા કવિના દિલની ગુલાબી સ્વજનમૃત્યુએ અદશ્ય થઈ જાય છે. તો પ્રો. દુર્કાળના પુત્ર “વિધુના અવસાનકાવ્યમાં મૃત્યુની ભયાનકતાનો ચિતાર કવિ આપે છે. દૂર ચિતામાં પોઢેલા ભાઈના ભડકા, નિયંતા પરના બહેનના વિશ્વાસને અદશ્ય કરે P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy