________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 139 નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ “પ્રતાપ અને શક્તિસિંહ નામના કાવ્યમાં પ્રાણપ્રિય ચેતક ઘોડાના મૃત્યુને કારણે રાણા પ્રતાપને થયેલા આઘાતનું વર્ણન કરે છે. સૌ મરણવશ છે એમ સમજવા છતાં તેઓ મનને વારી ન શક્યા. ને ઘોડાનું નિધન જીરવી ન શક્યા. “કરે ઊંડું ઊંડું રૂદન કંઈ તોયે હૃદય આ.” | મગનલાલ ચતુરભાઈ પટેલ “કુસુમાંજલિ' નામના કાવ્યસંગ્રહમાં મૃત્યચિંતન આપે છે. “પ્રીતિગલપાશ'માં બાબુના અવસાન નિમિત્તે સ્વજનના મૃત્યુનો આઘાત હયાત રહેનારને કેવો થાય છે એનું ચિત્ર અપાયું છે. “અમરઆત્મા'માં આત્માના અમરત્વનું સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. પહેલા પ્રશ્ન થાય છે. જીવનનાં પચાસ વર્ષ શું મૃત્યુ માટે વીતાવવાનાં ? આત્માના અમરત્વનો સ્વીકાર કરીએ તો મૃત્યુની કરાળ કાળી જવાળ પણ મંદ પડી જાય. માનવને લાગતા મૃત્યુભયનું સચોટદર્શન કવિ કરાવે છે. “મૃત્યમુખમાં પડ્યો હોવા છતાં માનવ આશાઓના ડુંગર ખડકયે જઈ ભોગવિલાસમાં રાચે છે ને મૃત્યુનું નામ પડતાં થથરી ઊઠે છે. ને પછી હૃદયવેધી કલ્પાંત કરે છે. જીવન તો સદાય અમર છે. એનો કુંભ કદી ખાલી થતો નથી. જીવનધારા સતત વહેતી રહે છે. “સૃષ્ટિનો ખેલ'માં શરૂમાં મૃત્યુની બીક અને ગભરાટ વ્યક્ત થયા છે, પણ પછી સૃષ્ટિમાં ચાલતા અવિરત સર્જનસંહારના ચક્રનો સ્વીકાર કરાયો છે. સુંદર ફૂલની ધાર કચરાતી જોઈ માનવહૈયું કકળી ઊઠે છે. પણ એ જ તો છે સત્ય, માનવનો સુંદર દેહ, પણ આ ફૂલને આધારે ટકી રહે છે. ને પ્રેરણા પામે છે. નાનું શું જીવન સૌરભ, પ્રસરાવી ચાલ્યું જાય. સમગ્ર જીવનના ખેલને કવિ આશ્ચર્યજનક ગણાવી મૃત્યુમાંજ સાચું જીવનસૂત્ર હોવાનું જણાવે છે. બીજા નવા જીવનમાં પ્રવેશવા માટે મૃત્યુને કવિ એક આધારસ્તંભ ગણાવે છે. “મૃત્યુને નિમંત્રણ'માં કવિ હિંમતભેર મૃત્યુને બોલાવે છે. મૃત્યુને પ્રેમભર્યા વીર, કહી એને ભેટવા તેઓ ઉત્સુક બને છે. આત્મમિત્ર મૃત્યુને તેઓ મળશે ત્યારે મિત્રોના પરસ્પરના મિલને પ્રેમસ્પંદનો ઉછળશે એવી એમની શ્રદ્ધા છે. કવિ શરીરને દુ:ખરૂપ બંધન ગણે છે. સંસારીઓ મૃત્યુને શત્રુ કેમ કહે છે એ એમને સમજાતું નથી. મૃત્યુને કવિ દુઃખના ભાગીદાર તરીકે ઓળખાવે છે. શ્રીમનૃસિંહાચાર્ય “નૃસિંહવાણી વિલાસ' (તૃતીય પુસ્તકોમાં સાધકનાં લક્ષણો દર્શાવી જણાવે છે કે એ કદી શોકાગ્નિમાં શેકાતો નથી. મૃત્યુના ભયને એ મારી નાખી શકે છે. તો એક પદમાં સંત કવિ જીવત્વ એટલે કે જન્મને જ સૌ દુઃખનું મૂળ ગણાવે છે. માનવની અણસમજને વ્યક્ત કરતાં કવિ કહે છે “જીવ્યાથી સુખ કે મૃત્યુથી? એ જીવ સમજી શક્યો નથી. બીજા એક પદમાં મરણને ભયંકર અનિષ્ટ ગણાવાયું છે. મૃત્યુ પામનાર પ્રત્યેના લોકોના વર્તન પરત્વે ધ્યાન દોરતાં કવિ કહે છે “કાળ ઝીલી લે તે ઘડી જગમાં કોઈ ન રાખે” કવિ પોતે યોગી હોવાથી સ્વસ્થ ચિત્તે મૃત્યુને સ્વીકારવાની તૈયારી બતાવે છે. અનેક લોકોને મરતા જોવા છતાં એમના મનમાં ત્રાસ થતો નથી. જરા મરણ, ને વ્યાધિ તનમાં સહધર્મિણીવત છે” 129 129 (“શ્રીમનૃસિંહ વાણીવિલાસ” તૃતીય પુસ્તક પ૭) શરીર હોય ત્યાં સદા જરા, મરણ વ્યાધિ, એની સાથે સતત વીંટળાયેલાં જ હોય. પણ જ્ઞાનીને કદી મૃત્યુનો ભય સતાવતો નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust