________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 304 Inner Being - નો પરિચય આપે છે. જેમાં તૃણવેશે પોતાના પુર પ્રદેશે આવેલા અતિથિની કવિ વાત કરે છે. સહેજ લહરી અડતાં કંપી ઊઠતાં પાંચ નાની રંગછાંટી પાંદડી કવિના ચિત્તને હરી લે છે.. “પંચાંગુલિ પકડી ઘૂમું વનવનતણી યુગયુગ તણી વીથિ વીથિ પાછી જીવું મારા હજારો જન્મની જાતક-કથા” 40 પાનખરમાં” પરોક્ષ રીતે જન્મમરણ બંને વણાયાં છે. સમયરૂપી શીશીમાંથી અવિરત ઝીણી ખરતી રજકણ, ક્ષણ, ક્ષણ નવી ફૂટતી કૂંપળ, બીજી બાજુ ઝર્યા કરતી પતઝર, ને અનમન બની જમનામાં ઘટ રિત કરતી ને ભરતી ગોવાલણ આ બધાંજ જન્મ તથા મૃત્યુનાં પ્રતીક બનીને આવે છે. કવિ કહે છે કે કૃશકાય ટિટોડીની જેમ માનવ પણ મરણનીંદરનો અનુભવ કરે છે. “ભમે મરણ નામની અફીણ જેવી કો” નીંદરા વીંટાઈ વળીને મને, ફૂંકતી ફૂંકતી શીતળા 48 સમયમાંથી મરણ સુધી આવી પહોંચેલા કવિ (કાવ્ય નાયક) કહે છે. - “હું આવી પહોંચ્યો છું, લગભગ મ્હારા મરણમાં” 49 જીવતાજાગતા શબ હોવાની પ્રતીતિ કરતા તેઓ શબવત્ જીવનનો અંત ઇચ્છે છે. “મિત્રની સ્મશાન યાત્રામાં' તથા “અને પછી મારીય કાવ્યો કવિની અદ્દભુત નિઃસંગતાનો પરિચય આપે છે. જીવતાજીવત મૃત્યુની અનુભૂતિને જીરવી, પચાવી જાણનાર કોઈ મહામાનવીની જાણે આ વાત ન હોય? મૃત વ્યક્તિનું હલબલાવી નાખે એવું સ્વભાવોક્તિસભર વર્ણન અહી કર્યું છે. “અધૂરી ચર્ચાના અધૂરા રહેલા વાક્યસમું ખુલ્લું મોંઉઘાડી આંખોની સ્તબ્ધતા” “અને જયાં ડાઘુની સ્વજનતણી - ટોળી ઘર જતી ઘરે જાસાચિઠ્ઠી કશીક લખી'તી ચોકડી વળી” પર સ્વજનને સ્મશાને મૂકી આવ્યા પછી લાગતા મૃત્યુભયની તીવ્રતાનું વેધક નિરૂપણ કવિએ અહી કર્યું છે. મૃત્યુ હવે પોતાનું દ્વાર પણ ગમે ત્યારે ખટખટાવશે, એ વાસ્તવથી કાવ્યનાયક સભાન છે જયારે “અને મારીય'માં મૃત્યુના પરમવિશ્રાંતિભર્યા અનુભવને વાચા અપાઈ છે. સ્વજનોએ એમને ખાંધે લીધા બદલ એમનો આભાર કાવ્યનાયક માને છે. બહુ થાક્યા હોવાથી જાતે ચાલીને તો જઈ શકાય એમ નહોતું ને વાંસની વળી-નનામી જાતે કંઈ થોડું વજન ઊંચકી શકે? જીવનનાં થાક, અંતે સ્વજનોની ખાંધે પોતે હોવા છતાંય થાક અનુભવાવે છે. * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust