________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 305 “હજારો ગાઉની કળતી રહી શ્રાંતિ મરણમાં” 51 ઉશનસ મરણને ઊંઘ જ નહિ “મીઠી ઊંઘ” કહે છે. “મરણ નામની ઊંઘ આખું કાવ્ય જ સુંદર છે. કાવ્યનાયક અર્ધી તંદ્રા, અર્ધી નીંદરના ઘેનમાં મૃત્યુના વહેણમાં પોતાની પદપ્પાનીને ડબક દઈ બોલે છે. પણ મૃત્યરસને આસ્વાદતી વખતે તેઓ તંદ્રા કે નિદ્રામાં નથી. “મૃત્યુરસ' જ મીઠી ઊંઘનો, કોઈ અકથ્ય મીઠા રસનો અનુભવ કરાવે છે. જિંદગીની સામે તેઓ મૃત્યરસને સભાનપણે ચગળે છે. કોઈક શીતળ અંધકાર જેવું કશુંક પગેથી જાણે ગળે છે. કોઈ બાળનું લીસું પહોળું જડબું જાણે. મૃત્યુના અનુભવને સર્પ શો શીતળ અનુભવ કવિ કહે છે. મૃત્યુ સમયે કાળની અતલ કૂખ જેવું કળણ અનુભવાય છે. “કળું છું ગરકું છું, આ ગમતું ઠંડું કૈં ગાર શું? અસહ્ય મીઠી માણું લાળ તણી જાળ વીંટી વળે - મને સરપશીતળું કશુંક ફૂંકી ફૂંકી ગળે-” પર કાવ્ય નાયકને મૃત્યુના સ્પર્શનો શીતળ ને લીસો અનુભવ થાય છે. કવિ જયંત પાઠકને સુરેશ દલાલ “વિસ્મય'ના કવિ કહે છે. “રણ” (“વગડાનો શ્વાસ) જયંત પાઠકનું એક વિશિષ્ટ કાવ્ય છે. અહીં કવિ કોઈ જુદી જ ભૂમિકાથી મરણની વાતને રણના સંદર્ભમાં આગવું પરિમાણ આપે છે. રણદીપોના મૃગજળ તરસને ઠારતાં નથી. તરસને મારતા નથી પણ તરસને તીવ્ર બનાવે છે. બદામી રેતીમાં જળને શોધતાં શોધતાં પોતે જ બદામી થઈ જઈ તરસમાં લપાઈ ગયેલા મરણની શોધ કવિને છે. રણની રેતીના નહિ પણ ઊંટની ગતિનાં મોજાં ઉપર મોજાં ઉછળતાં ઢળતાં, કહો કે અંતિમ વેળાનો વહી જતો “શ્વાસનો કાફલો ઢળે-આગળ જાણે કે અંતિમ શ્વાસનું પૂર્ણવિરામ. જીવનને સાચું પરિમાણ જેટલું જીવનથી નથી મળતું, એટલું મરણની વાસ્તવિકતાથી મળે છે. શ્રી અરવિંદની મુખ્ય સાધના અભેદની, ચેતનાના અનંતપણાની વિચારણા કેન્દ્રસ્થાને છે. જીવન સાવ મર્યાદિત નથી. “મૃત્યુ અને શ્રી અરવિંદ' જુદાં? કદાચ કોઈનું ય જીવન અને મૃત્યુ જુદા નથી. આઘેરા આલય સુધી પહોંચવા, આતમરામને કવિ મૃત્યુના કપરા પંથ કાપવા અનુરોધ કરે છે. (“આઘાં આઘાં') જીવન અને મરણ બંને વેળાએ શરણાગતિભાવ, વ્યક્તિત્વલોપની ભાવના વ્યક્ત થાય છે. કવિ અહીં નિઃસીમની સુખશવ્યાને મૃત્યુ, ને મૃત્યુને નિઃસીમની સુખશૈયા કહે છે. નિર્વેદ તથા પરિતાપ ખંખેરી નાખતા કવિ અનંત ગતિમાં બધું સૂક્ષ્મરૂપે જીવાતું અનુભવે છે. (સ્મશાનમાં) મૃત્યુનો જ અહીં કવિ ઇન્કાર કરે છે. ન મૃત્યુ, પણ ચેતના તણી લીલા જ આ સંસ્કૃતિ” પ૩ જીવનને અંતે મૃગજળ પીને અતૃપ્ત વાસનાઓ સાથે મરી જતા માનવો ફરી જન્મ મરણના ચકરાવામાં લપટાય છે. (‘અવસાદની ક્ષણે') P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust