SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 443 કરે છે. કવિ યોગેશ્વરજી પોતાની માના અવસાન નિમિત્તે લખેલા લાંબા ‘તર્પણ' કાવ્યમાં પુરાતનકાળથી ચાલતા “કાળચક્ર'નો નિર્દેશ કરે છે. “કાળચક્ર' કશાની રાહ જોતું નથી, એ સત્ય એમણે બરાબર પ્રમાયું છે. કાળ પળનીય પ્રતીક્ષા નથી કરતો, કે નથી કોઈ એને માટે અપવાદ. પરંતુ કવિનાં મા તો આત્મામાં રમનારાં હતાં, તેથી કાળનું શર પણ એમને વીંધી ન શક્યું. સૂક્ષ્મરૂપે તેઓ પોતાના પુત્ર સાથે જ રહેતાં. નિર્મોહીને કાળ શું કરી શકે? કવિ જયેન્દ્ર શેખડીવાળાને અનાગત ઘડીના પ્રહારો બની દિવસ પણ જાણે જાસો આપતો હોય એમ લાગે છે. પોતે સમયનો ઇશારો બની સતત ક્ષણથી ક્ષણમાં ગરક થઈ જતા હોવાનું કહે છે. “નિશાન્ત' કાવ્યમાં સમય અને સ્થળના પરિમાણની બહાર નીકળી જઈ વૈશ્વિક અવકાશને ભેદવાના યત્નની વાત કરાઈ છે. તો “દુહાગીત'માં કાળની ક્રૂર લીલાનો નિર્દેશ થયો છે. કવિ શેખડીવાળા સમયને માટીપગો કહે છે તો ક્યારેક મૃત્યુગીતને સાંભળતો કાવ્યનાયક સાંજના ધૂમિલ કેસૂડાં કાળાં ગુલાબમાં પલટાઈ જતાં અનુભવે છે. જે સમયના જ વારાફેરાનો સંકેત આપે છે. પૂરો થતો પ્રદોષકાળ સરકતા કાળનું પ્રતીક કવયિત્રી પુષ્મા ભટ્ટ સમયને વિવિધરૂપે ઓળખાવ્યા પછી કહે છે કાળની વ્યાખ્યા કદાચ અધૂરી જ રહે છે. સમયને તેઓ અફાટ રણ, સ્પન્જ, ધરતીમાં ઢબુરાયેલ બીજ, ને પછી અનંતકોટિ બીજોરૂપે વિસ્તરતો ઓળખાવે છે. સમયને તેઓ નાના નાના દૂધમલ દાણા ય કહે છે, તો બીજી જ પળે તેમણે સમયને જરઠ, બરડ, હાડકાનો માળો કહ્યું છે. અંતે સમયને મૃત્યુભોંતું શૂળ પણ તેઓ કહે છે, કારણ સમય જ લઈ આવે છે પેલા મૃત્યુને. સમય શું નથી ? ક્યારેક અંધકારનું ટપકું, અનિદ્રાનું ટપકું, સંજોગની ખૂંટી, મોંઘી લખલૂટી મિરાત, “કૂંપળ ફૂટી રતુંબડી' કે “કડવી તુંબલડી બનીને એ આવે છે. (સમય જન્મ, સમય મરણ) સમય મૃમ્ભય પિંડ, નવા નવા ઘાટ ઘડાયા કરે, (જન્મમરણ) સમય બાળકના દૂધમલ દાંત, કૂણું, કૂણું બટક્યા કરે, કાળ જ જન્મ આપે, ને કાળ જ મૃત્યુ પણ. સમય ઊગ્યા કરે, વધે, ને વિરમે. સમય સરક, રેશમના કીડાની જેમ પોતાનાથી જ આવૃત્ત. કવિ વીરુ પુરોહિત (‘વાંસ થકી વહાવેલી) સમયના અશ્વ પર અસવાર બની પોતે દોડતા ને હાંફતા હોવાની વાત કરે છે. (આમ તો દરેક માનવ સમયના - કાળના અશ્વ પર અસવાર બની દોડતો હોય છે) અંતિમ પળોએ પોતાની સદ્દગત પત્નીને યાદ કરતો કાવ્યનાયક (“મૃત પત્નીનું અંતિમ સ્મરણ') બધું જ સમયના ઘોડાપૂરમાં તણાઈ ગયાનું અનુભવે છે. સ્પર્શના રેશમી ઉપરણાં, શ્વાસના મહેકતા હંસલા બધું જ સમયના ઘોડાપૂરમાં નષ્ટ થયાનું તેઓ કહે છે. કવિ મણિલાલ હ.પટેલે “કાળ' નામનું ખંડકાવ્ય લખ્યું છે. (“સાતમી ઋતુ) જેમાં મરી ગયેલા રાજાઓ કાળ પાસે સત્તા પાછી માગતા હોવાની વાત કરાઈ છે. પણ તેઓ એ પાછી શી રીતે આપે ? આ કાવ્યનો નાયક “કાળ” છે. એય પોતાને “માટીના જાયા' તરીકે ઓળખાવે છે. છદ્મવેશે ફરતો આ પ્રાગૈતિહાસિક કાળ જળને વેશે મૂળને જઈને મળે છે, ફૂલો રૂપે ડાળે ડાળે એ ફળે છે. કવિ કહે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy