________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 50 વ્યક્ત થઈ છે. આ કથાગીતોની નિમિત્ત રૂપ જિંદગી રુધિરભીની અને અસ્તવ્યસ્ત હતી. યુગના જીવનતત્વને ઉપાસતાં એમાં શોક, સંતાપ વચ્ચે વીંટળાયેલ શૌર્ય, દિલાવરી, ને સચ્ચાઈનો રણકાર તથા ધબકાર ધબકતા અનુભવાયા. ને આખરી પ્રતીતિ હતી મૃત્યુના સ્થાનની, એના કારુણ્યની. બહારવટિયાનાં કાવ્યોમાં લોકકવિઓએ બહારવટિયાઓની દિલાવરી, સચ્ચાઈ, હિંમત તથા એમનાં જાજરમાન મૃત્યુને બિરદાવ્યાં છે. મૃત્યુ અહીં વીરત્વભરી મરદાનગીરૂપે વ્યક્ત થયું છે. મૃત્યુને એક બાજી રૂપે સ્વીકારનારાને મન હારજીત કદી મહત્ત્વનાં ન હતાં. મહત્ત્વની હતી માત્ર જીવનની ખેલદિલીભરી રમત, ને તેથી તો આ કાવ્યોમાં સૌથી વધુ સુંદર અને મધુર પંક્તિઓ તેમનાં મૃત્યુ વિષેની છે. “નારિયું નત્ય રંડાય, નર કો'દિ રંડાય નહિ , ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો ગોમતીએ ઘૂંઘટ તાણિયા, રોયા રણછોડરાય મોતી હતું તે રોળાઈ ગયું, માણેક ડુંગરમાંય” 8 અહીં મૂળુ માણેકનું મૃત્યુ “પરમમૃત્યુ' બની રહે છે. સન્માન્ય ને વંદનીય મૃત્યુ. બહારવટિયા સંસ્કારી, અહિંસાત્મક અને સૂક્ષ્મ રીતિઓ જાણતા ન હતા. એટલે ત્યારે શારીરિક મોત તથા નિરાધારી ઉપજાવવા એ જ અંતિમ સાધન હતું. પોતાના હક્કો તથા ન્યાય જયારે ન મળતા ત્યારે એમના આત્મા કકળી ઊઠતા. રાજસત્તાની કટિલ દગાબાજીનો ભોગ બનેલા ને તેથી બહારવટિયે નીકળી પડતા. તેઓ જીતવા કે જીવવાની નહીં, પણ મૃત્યુ વડે પોતાના શોણિતાક્ષરે અન્યાય સામે અવાજ ઊઠાવવા મરણિયા થઈ મચી પડતા. બીજા પ્રકારના બહારવટિયાઓ કુટુંબ કલહમાંથી, એકાદ કોઈ ગુનામાંથી કે પરસ્પરના તંતમાંથી જમ્યા હતા. બહારવટું જીવનમરણનો ખેલ જ, અનેક શારીરિક કષ્ટો, અસલામતી, ને અંતે પરિણામસ્વરૂપ મૃત્યુ. એ સિવાય બીજું જરાય ઓછું નહિ, એ જાણે તેઓનો જીવનમંત્ર હતો. આમ લોકસાહિત્યમાં મૃત્યુનો સંદર્ભ મહઅંશે કરુણસ્વરૂપે, પ્રેમસ્વરૂપે તથા ન્યોછાવરીસ્વરૂપે વણાયો છે. પ્રાચીન ભજનોમાં મૃત્યુનું નિરૂપણ છે પ્રાચીન ભજનોમાં મૃત્યુનો ભય બતાવી આત્મખોજ ભણી લોકોને વાળવાનો પ્રયાસ ભક્તકવિઓએ કર્યો છે. ભક્તજનોને પોતાને તો કદી મૃત્યુનો ભય ન હોય. તેથી આ ભજનોમાં મૃત્યુ કરુણરૂપે ક્યાંય આવતું નથી. પરંતુ જેઓ જીવનમાં મૃત્યુના અસ્તિત્વ સંદર્ભે ચેતતા નથી, એવા લોકોને તેઓએ મૃત્યુભયની ચેતવણી જરૂર આપી છે. આ ભજનોમાં મૃત્યુ એક વાસ્તવિક ઘટના કે સ્થિતિરૂપે વ્યક્ત થયું છે. જેને તેઓએ હંમેશાં મંગલ મધુર રૂપે જ પ્રમાયું છે. લોકો સત્કાર્ય કરવા પ્રેરાય એ માટે ક્યારેક મૃત્યુનો ભય તથા મૃત્યુની અનિવાર્યતા સૂચવાયા છે. જો “ભજનસાગર' ભાગ-૧ તથા ભાગ-રમાં એકસોળ્યાશી ભક્તોનાં બારસો તોંતેર ભજનો ગ્રંથસ્થ થયાં છે. જેમાં ભક્ત કવિઓએ જીવન અને જગતની તેમજ શરીરની ક્ષણભંગુરતા તથા મૃત્યુની નિશ્ચિતતાનો ઉલ્લેખ હૃદયસોંસરવી, તળપદી અને સાચુકલી વાણીમાં કર્યો છે. અખો ભગત કહે છે, “એક દિન એવો આવશે”) વ્યક્તિના મૃત્યુ પછી જાણે જીવ જભ્યો જ ન હોય, એમ એને બહાર કાઢવાની સૌ ઉતાવળ કરતાં હોય છે. અહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust