________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 49 સમાચાર સાંભળી શોકગ્રસ્ત વેળુ વગડા તરફ ચાલી નીકળે છે. ભોજાના મૃત શરીરને ખોળામાં લઈ ભડભડ બળતી ચિતામાં બેઠેલી વેળુ કહે છે. હરખે પૈણ્યા'તાં ભોજા વગડે વળી હરખે બળીશું આજ” અહીં પ્રેમની ઉત્કટતા, મૃત્યુનેય વહાલું ગણી સામેથી મૃત્યુનો સ્વીકાર કરે છે. પ્રેમી વિનાનું જીવન અકારું લાગતાં કરાયેલો મોતનો સ્વીકાર, મૃત્યુ પરના પ્રેમનો વિજય-મહિમા ગાય આવી જ કરુણ લોક ગાથાઓમાં “સદેવંત સાવગિંગા' “નાગવાળો નાગમતી' ઢોલામારૂ” “શેણી વિજાણંદ' તથા ‘વીર માંગડાવાળો' નો સમાવેશ થઈ શકે. ગીતકથાઓમાં “શેણી વિજાણંદ' નો પ્રસંગ મુખ્ય છે. વિજાણંદને શોધવા, હિમાલયમાં હેમાળો ગાળવા નીકળી પડેલી શેણી અંતે વિજાણંદને છેલ્લી વારનું અંતર બજાવવા કહે છે જે સાંભળી શાતા પામી એ અંતે મૃત્યુ પામે છે. અહીં કરુણ અંત હોવા છતાં પ્રિય મિલનને અંતે મૃત્યુ શાંતસ્વરૂપમાં પરિણમે છે. અહીં પ્રેમ અંતે શાંતિથી મૃત્યુને વરે છે. - એ જ રીતે રૂઢિના સગપણને દાવે રાણકનું કાંડું માગવા આવનારો ગૂજરો નાથ હાથ મસળતો રહે છે, ને રાણક પ્રેમલગ્નના પ્રીતમની ચેહ પર અંતે ચડે છે. આ પણ મૃત્યુ પર પ્રેમના વિજયની જ વાત. હલામણ અને સોનલની પ્રેમકથા પણ અત્યંત કરુણ અને હૃદયદ્રાવક છે. વડીલો દ્વારા દેશવટે નીકળેલાને સોનલ શોધવા નીકળી પડે છે. જ્યાં હાબા ડુંગર પાસે અખાત્રીજને મેળે હીંચકા ખાતાં આભ ફંગોળાતાં પટકાઈને હલામણ મૃત્યુ પામે છે. ત્યારે છેલ્લો મેળાપ ન થતાં સોનલ હૃદયભેદક કલ્પાંત કરે છે. પહાડપુત્રી ઊજળી અને રાજવંશી મેહની કથા એવી જ રોમાંચક ને હૃદયસ્પર્શી છે. મેઘલી વર્ષારાત્રિએ ભીંજાઈને ઠીકરું થઈ ગયેલા રાજપૂતને દેહનો ગરમાવો આપી જીવતદાન દેનાર ઊજળી અને મેહ વચ્ચે પ્રીત બંધાતાં કદાચ બંને ગાંધર્વ વિવાહથી પરણી ચૂક્યાં હશે. વિધિસરનાં લગ્નનું વેણ આપી રાજપૂત મેહ તો વડીલોની ધાકધમકીને વશ થઈ ફરી બેસે છે. ત્યારે આ કાળઝાળ યુવતી એનું સત્યનાશ જવાનો અભિશાપ આપે છે ને મેહ ખરેખર પછી ભૂંડે મોતે મરી જાય છે. પણ મેહને સાચી પ્રીત કરનાર ઊજળી મેહની સાથે જ જીવતી સળગી જાય છે એવી કથા છે. (જો કે આ છેલ્લી વાતને કોઈ લેખિત સમર્થન નથી.). ભરજોબને વૈરાગ્ય પાળતી ને જાત્રાએ જતી ખંભાતપુત્રી લોડણ રસ્તામાં એક કિશોર સાથે પ્રીત બાંધી બેસે છે. જાત્રા પતાવી જલ્દી એ પ્રિયતમને મળવા જાય છે. ત્યારે પ્રિયતમ તો ઝૂરી ઝૂરી મરી ચૂક્યો છે. લોડણ પ્રિયતમ ખેમરાની ખાંભી માથે લોહી ચડાવે છે. પ્રેમ પણ મુક્ત, મૃત્યુય મુક્ત. પ્રેમ અંતે અહીં બલિદાન આપે છે જીવનનું. લોકસાહિત્ય અને યુદ્ધજન્ય મૃત્યુ સોરઠી પ્રજા પાસે જીવનની જેમ મૃત્યુની ફિલસૂફી પણ પોતાની આગવી હતી. સોરઠી વીરોનાં મૃત્યુમાં શાંત મૃત્યુની નિરાળી ભાત પડેલી છે. મચ્છુ નદીને કિનારે તલવાર કાઢીને ઊભેલો વૃદ્ધ ફકીરો કરપડો સામે કાંઠે ઊભેલા શત્રુઓની સનસનતી ગોળી વડે વીંધાઈને પોતાના બાલ રાજાને ખાતર મૃત્યુ પામે છે, ત્યારે છેલ્લી ઘડી સુધી પોતાની પછેડીની ફાંટમાં ધૂળ ભેગી કરે છે. જીવતાંય જમીનની રક્ષા ને, મૃત્યુ પામવામાંય વતનની - ધૂળની એ રક્ષા કરે છે. જ્યારે દુહાબદ્ધ ગીતકથાઓમાં જીવનની વેદનામય બાજુ વધારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust