SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 220 નીચે માનવ પણ આમ જ એક દિવસ ચગદાઈ જવાના વાસ્તવને યાદ કરી મૃત્યુને “રૂડાં કર્મ' તરીકે ઓળખાવે છે. મૃત્યુનો અસવારમાં મૃત્યુ માનવ પર નહિ, પણ માનવ મૃત્યુ પર અસવાર થતો હોય એવી કલ્પના કરી છે. “અકાળ મરશે મૃત્યુ મારું' કહેતા કાવ્યનાયક મૃત્યુના મરણની ચિંતા કરે છે. ૧૯૩૫માં પ્રગટ થયેલા 2. વ. દેસાઈના “નિહારિકા' કાવ્યસંગ્રહના નિહારિકા' કાવ્યમાં દેવયોનિ સાથે ગૂંથાયેલી જન્મમરણની જાળનો નિર્દેશ કવિએ કર્યો છે. તિમિર અને તેજના મહાતત્ત્વ અને જન્મમૃત્યુના કરાલ સત્ત્વમાં માનવની નાવ ઘૂમતી હોવાનું કવિ કહે છે. વીરોના વીરત્વને બિરદાવતી વખતે કવિ “મૃત્યુને પનોતા અતિથિ' તરીકે ઓળખાવે છે. મૃત્યુ દ્વારા પીસાતા જીવને જોઈ જેમનું હૃદય વલોવાઈ ગયું છે એવા બુદ્ધ પણ કહે છે. (“બુદ્ધનો ગૃહત્યાગ') “મોતના કૂર પંજાને આવતો કોઈ રોકી શકતું નથી. પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સૌ મોતને આધું ઠેલવા સતત પ્રયત્નશીલ રહે છે. બુદ્ધ નિમિત્તે કવિ અહીં જીવનમૃત્યુના ગહન પ્રશ્નો છેદે છે. “જીવન મૃત્યુ માટે ઘડાયું છે? કે પછી મૃત્યુ અન્ય કોઈ વિશાળ જીવનની ખુલનારી ગવાક્ષ છે?' “કો કો વ્યાપ્યા જીવનજલમાં મૃત્યુ વિશ્રામઘાટમાં” 121 ને જો ખરેખર મૃત્યુ વિશ્રામઘાટ હોય તો પછી આ અપાર પીડા શાની ? મરણની પીડા ટાળી શકાય એવો કોઈ ઉપાય ખરો ? એવો પ્રશ્ન પણ કવિ કરે છે. ને બધો ભય ત્યજી બુદ્ધ મૃત્યુની કાલભૈરી સુણવા કારુણ્યના કંપન સાથે નીકળી પડે છે. સમસ્ત મૃત્યુને ઉજાળવા તત્પર બને છે. તો “આખરી સલામ' કાવ્યમાં કવિ 2. વ. દેસાઈ મૃત્યુને જીવન નાટકના પ્રિય અંક તરીકે ઓળખાવે છે. મૃત્યુના પ્રિય ખોળામાં આરામ અને સુખપૂર્વક સુવાનું કવિ કહે છે. અણદીઠા પ્રદેશમાં પ્રયાણ કરવાનો આનંદ હોવાથી સ્વજનોને અશ્રુબિંદુ ન વહાવવા કાવ્યનાયક વિનંતિ કરે છે. ૧૯૫૯માં 2. વ. દેસાઈનો “શમણાં' કાવ્યસંગ્રહ એમના અવસાન બાદ પ્રગટ થાય છે. “મહાકાલને' કાવ્યમાં કવિ મૃત્યુએ જીવનને કરેલા ચુંબનની વાત કરે છે. “સહુમાં સહુ મળી જીવનનો હો દિવ્ય રાસ રમે અહો મૃત્યુ જીવન ચૂમે” 122 પ્રિયજનસમું મૃત્યુ જીવનને પ્રેમ કરવા ચૂમવા આવતું હોવાથી કવિ કહે છે જે સૂચવે છે કે મૃત્યુ જીવનવિરોધી નથી, તો “પ્રલય” કાવ્ય સર્વત્ર મૃત્યુ જાગ્યાની વાત કરે છે. - મગનલાલ ભૂધરભાઈ પટેલે (પતીલ) ૧૯૪૦માં “પ્રભાતનર્મદાનું પ્રકાશન કર્યું. અંગ્રેજી ‘દર્જ પરથી રચેલા ખૂબસૂરતીનું મરણ' બેગમ થનાર સ્ત્રીની કબર પર ગુલમહોરનાં ગુચ્છ અર્પણ કરતો કાવ્યનાયક એ સ્ત્રીના મૃત્યુને ખૂબસૂરતીનું મરણ' કહે છે. “ખપના દિલાસા શા'માં કટાક્ષ સાથે વાસ્તવિક્તાનો નિર્દેશ કરાયો છે. જીવતાંની કદર ન કરનારને ઉદ્દેશી કવિ મૃત્યુને ઉજવવાનો તમાશો કરવાની ના પાડે છે. જેની નિકટ હંમેશ મૃત્યુદીવો ઊભો છે, એવી જિંદગીને કવિ “પતંગવત ગણાવે છે. જિંદગીનું પતંગિયું ઘડીકમાં મૃત્યુદીવામાં ચચડી મરવાનું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy