SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 328 દૃષ્ટિનાં દર્શન નથી. બધું દિવ્યતમ બની ગયું છે. મૃત્યુ અને કાવ્યનાયિકાનું સંપૂર્ણ અદ્વૈત (જીવન મૃત્યુનુંય) સધાય છે. “વિદાય વેળાએ” (“શ્રુતિ')માં કોકના (મૃત્યુના) વહાલભર્યા સ્પર્શનો અનુભવ થતો, સૌને છેલ્લા જુહાર કરી ચાલ્યા જતા જીવના ઝાકળજલમાં ન્હાવાનો ને અવર વિશ્વના દિવ્યશીતલ અનુભવનો ઉલ્લેખ થયો છે. “આગમની' (‘ક્ષણ જે ચિરંતન')ના કાવ્યનાયકનું મનપંખી મૃત્યુનીયે પેલે પાર વિહરે છે. ને ત્યાં જઈ અમૃતનું પાન કરે છે. આત્મા જાણે અનંતમાં સરકે છે. સર્વત્ર પ્રકાશ અને માધુર્યનો એ અનુભવ કરે છે. “ઉંબર પર' (‘ક્ષણ જે ચિરંતન') કાવ્યમાં પ્રતીકાત્મક રીતે મૃત્યુસંદર્ભ ગૂંથાયો છે. જીવન અને મૃત્યુના સંગમતીર્થે ઊંડા જલને પ્રવાહ કાવ્યનાયકનું મન મંદમંદ વહે છે. મૃત્યુ પછીના મંગલને દેશ એકલ પરિંદ સમો એ પ્રયાણ કરે છે. એ નિરાવરણ દેશ એનો દેહ તેજરૂપ બને છે. “ક્ષણ મહીં એના વાયુમંડલને તીર પામું નવું શરીર” " શરીર ત્યજ્યા પછી નવું શરીર પામ્યાનો અનુભવ કરે છે, ને છતાં એ ઉંબરને દાર સૌ પરિચિત લાગે છે. “બારણે” (“મધ્યમાં')માં કાવ્યનાયકને આવેલા એક વિચિત્ર સ્વપ્નનો નિર્દેશ છે. સરસ શણગાર સજી બેઠેલી સૌભાગ્યવતી સ્ત્રી, શ્વેત વસ્ત્રથી સજ્જ કાને કુંડળ ધરાવતા વાચક અભ્યાગતની સાથે ચાલી નીકળે છે. જેને રોકી શકાતા નથી. (મૃત્યુ દિવ્ય અલૌકિક રૂપ ધરી પત્નીને લઈ જવા આવ્યાનો નિર્દેશ) “નાચિકેત'માં પ્રસન્ન વદને સામે ચાલી યમાલયે જઈ મૃત્યુનું રહસ્ય જાણવા ગયેલા અતિપ્રસિદ્ધ નચિકેતવૃતાંતનો નિર્દેશ છે. જેણે પછી કાળનેય જીત્યો હતો. (“ઇક્ષણા') અનંતને પથ'માં (‘ઇક્ષણા')માં અસ્તોદયને નિહાળતા કાવ્યનાયકનું ચિત્ર છે. દૈવી અનંતપથની ઋજુ વાંકી રેખ અંતે તો આદિ બિંદુમાં જીવાત્માને શરીરના મૃત્યુ સમયે કોઈક નવી જ ઓળખના થતા અનુભવની વાત કરે છે. પોતાની નવી ઓળખ પામતો જીવ વિસ્મય અને હર્ષ અનુભવે છે. ને મન દિવ્ય નર્તનામત્ત છંદમાં દોડી જાય છે. “આ અંગ છોડી ગયું - પ્રેત્ય કો થઈ છાયા ન ખાલી અવ * કાય આ રહી” tle : વિદાય' કાવ્ય (‘કિંજલ્ફિની')માં પણ અંતિમ પ્રયાણ કરનારની વિશિષ્ટ અનુભૂતિનું વર્ણન છે. “ગોરજ વેળનું વિદાય ટાણું થયું હોવાનું કાવ્યનાયક કહે છે. ઈહલોક પરલોક મિલનનું દશ્ય સંતૃપ્તિનો અલૌકિક અનુભવ કરાવે છે. યમાલયને કવિ સૌના “ઘર' તરીકે ઓળખાવે છે. કવિ અહીં મૃત્યુની સ્થિતિમાં જ પુનર્જીવનનો સંચાર પામતા જીવની ધન્યતાનો ઉલ્લેખ કરે છે. ચિતા પર ચડી ચૂકેલા મારા - શીતલ શબ મહીં કોમલ ગીતિનાં સુધાબિંદુ પ્રેરિત લહું છું પુનઃ પ્રાણનો સંચાર" 17 મૃત્યુના પરિચિત હેતસિત કંઠને આનંદપૂર્વક ઝીલતો જીવ અણુઅણુમાં મૃદુ પુલકિત કંપન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy