________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 329 અનુભવે છે. ને પુનરપિ પોતાને સદન પાછા ફરવાનો ઉત્સાહ અનુભવે છે. કવિ રાજેન્દ્ર શાહ મૃત્યુને સંજીવની અને કૃતાંતકાલ બંને રૂપે વર્ણવે છે. (‘પ્રાણ) મૃત્યુ જ પુનર્જીવનની શક્યતા જન્માવે, ને તેથી જ એ સંજીવનીરૂપ, “ખેપ'માં જન્મમરણના ચક્રનો અંત આવતાં, બધું એકાકાર થતાં મુક્તિનો અનુભવ થાય છે. પછી કાષ્ઠની નાજુક નાવડી (નનામી) સંગે એકલા જવાનું “એકલો જાજેમાં મૃત્યુ પછી વાગતી મીઠી મોહન મોરલીનો અનુભવ મૃત્યુને મંગલરૂપે વર્ણવે છે. કવિ ઉશનસ્ પણ મૃત્યુને મંગલ અવસર ગણે છે. વિદાય થનાર માટે આંસુ સારનાર સ્વજનને તેઓ અભાગી ગણે છે. (‘વિદાય ટાણે'-“આદ્ર') મનુષ્યની વિદાયને તેઓ બીજા પ્રભાતે ઊગવા માટે આથમતા રવિ જેવી કહે છે. “વિશ્વજનની સ્વરૂપમાં ઉશનસ ની એક વિરલ દિવ્ય અનુભૂતિનો પરિચય મળે છે. મૃત જનની એમને માટે હવે વ્યક્તિ મટી વિભૂતિ બને છે. સ્વજનનું મૃત્યુ કવિની દૃષ્ટિને વિશાળ બનાવે છે. ઘરની ભીંજાતી ભીંતોમાં પેલી ટગુમગુ થતી દીવડી સમી, તો સંધ્યાકાળે તુલસીક્યારાઓમાં ડોલતા ઘીના દીવારૂપે, તથા તેની પ્રસરતી શીળી આભારૂપે જનનીનાં જ સર્વત્ર દર્શન કરે છે. “અભિજ્ઞાન'માં કવિ ઉશનસ્ ની પુનર્જન્મમાંની શ્રદ્ધા વ્યક્ત થઈ છે. જનની જુદાં રૂપ ધરી જન્મશે તોય તેઓ સહેજમાં એમને ઓળખી લેશે. તેઓ તરુ બની જન્મે તો એની શીતલછાયાથી જ એને ઓળખી લેશે. કવિ ઉશનસ્ મૃત્યુને “વિશ્રાંતિ' માને છે. “અને મારીય' (“રૂપના લય) કાવ્યમાં કાવ્યનાયક મૃત્યુના પરમ વિશ્રાંતિભર્યા અનુભવને વર્ણવે છે. સ્વજનોએ એમને ખાંધે લીધા બદલ એમનો તેઓ આભાર માને છે. હજારો ગાઉની કળતી રહી શ્રાંતિ મરણમાં” 18 ‘હજારો ગાઉ' એટલે જીવન. જીવનનો બધો જ થાક “મરણ' વખતે ઊતરી જાય. બહાર નહિ, સ્થળમાં નહિ, પળમાં નહિ, અંતરતરમાં નિરંતર મિલનની અનુભૂતિ પૂર્ણપણે કરતી નાયિકાને અંતિમ મિલનની આરઝૂ છે. (67) હવે મોક્ષ અને ક્તિ પામવાની ઝંખના છે. (‘વ્યાકુળ વૈષ્ણવ') “અવ કશું નહીં જરી અવ કશું નહીં ફરી” 119 મન હવે પ્રશાંત બને છે, ને જાણે જન્મજન્મના ફેરામાંથી મુક્તિ પામે છે. “મરણ નામની ઊંઘમાં ઉશનસ્ મરણને ઊંઘ જ નહીં, “મધુર ઊંઘ' કહી છે. ને મૃત્યુના અનુભવને સ્પર્શને સર્પ શો લીસો ને શીતળ કહ્યો છે. કવિ જયંત પાઠક મૃત્યુને નિઃસીમની સુખશયા' કહે છે. “તવચરણે'માં તેઓ વ્યક્તિત્વલોપની વાત કરે છે. જીવન મરણ બંને વેળાએ શરણાગતિભાવ વ્યક્ત થયો છે. મરણઘડીએ' કાવ્યમાં (“સર્ગ') કાવ્યનાયક મૃત્યુની ક્ષણને “સુભગ' ગણાવે છે. એને મૃત્યુનો ડર નથી, મૃત્યુના આગમનથી એ સભાન જરૂર છે. “પાછા વળવું'માં (“મૃગયા') પ્રતીકાત્મક રીતે નજર પાછા જવાની વાત કરાઈ છે. જીવનની સરહદ પૂરી થયાનો નિર્દેશ હૈયાને હળવુંકુલ ને સ્વસ્થ બનાવે છે. જીવન પૂરું થયાનો રંજ નથી, સંતોષ છે,