________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 354 કવિ ડાહ્યાભાઈ પટેલ “પ્રેમપથિક શેલિ'ને અંજલિ આપતાં શરૂમાં શેલિની સૌદર્યભાવના, તથા પ્રણયભાવનાને અંજલિ આપે છે. કવિની દેહમૂર્તિ રહી નથી. છતાં સુભગ દિવ્યદર્શન થાય છે. શેલિએ પ્રબોધેલો પ્રેમાબ્ધિ નષ્ટ ન થયાનું કવિ કહે છે. વિરાટ' કાવ્યમાં ડાહ્યાભાઈ ગાંધીજીની આફ્રિકાની આત્મકથનીને પદ્યમાં રજૂ કરે છે. જીવન, મૃત્યુની સીમા વટાવી વિશ્વમાં અમર થશે, એવી જાણે ભવિષ્યવાણી કરનારનો વચનો સાચાં પડતાં હોય તેમ અંતે આ વિભૂતિએ મૃત્યુને વહાલું કર્યાનું કવિ કહે છે. - કવિ નાથાલાલ દવે (‘જાહ્નવી') “પ્રયાણ) કાવ્યમાં ગાંધીજીની હત્યા સંદર્ભે કહે છે. આવાં પ્રયાણ કય્યાં ન હતાં.” સતની સમશેર વીંઝીને ગાંધી ચાલ્યા ગયાનું કવિ કહે છે. ગીત, વ્યાખ્યાન, શબ્દાંજલિથી ગાંધીજીના જીવન તથા મૃત્યુનું તર્પણ કરવું અશક્ય હોવાનું કવિ નાથાલાલ ‘તર્પણ” કાવ્યમાં કહે છે. અનુગાંધીયુગ - મૃત્યુઝંખના કવિ હરિશ્ચંદ્ર પ્રભુના પ્રેમનો અંચળો ઓઢી ભગવો વેશ લેવાની તમન્ના કરે છે. કરાળ કાળને ઘોળીને પીવાની એમની ઝંખના હતી. નર્મદની જેમ હરિશ્ચંદ્ર પણ પોતાના મૃત્યુ માટે દુઃખનાં આંસુ ન ખેરવવા કહે છે. “અમ અંતરની આશિષ લૈને અમને મરવા દેજો” 184 હરિશ્ચંદ્ર ખૂબ અનાસક્તભાવે યાચે છે કે સૌ એમને ભૂલી જાય. “અમને યાદ કદી ના કરજો મૃત્યુ બાદ એમને કોઈ યાદ કરે એવી તૃષ્ણાવાસના તેઓ રાખતા ન હતા. સંબંધોના તાણવાણાનો છેદ ઊડી જાય એ કદાચ એમને ગમતું હશે ? આત્માને તેઓ બંધનમુક્ત કરવા ઇચ્છતા હતા. મૃત્યુ પછી, ફરી ક્યાંક કોઈ જન્મમાં મળવાનું એવી તૃષ્ણાવાસના પણ કવિ રાખતા નથી. એ કશાનો કોઈ અર્થ પણ નથી, એમ તેઓ માનતા. “જીવનવિલય” (ધ્વનિ') કાવ્યમાં સ્વસ્થ, શાંત, તૃપ્તચિત્તવાળા, અજંપા કે ઉધામા વિનાના મૃત્યુની પ્રતીક્ષાની વાત કવિ રાજેન્દ્ર શાહ કરે છે. પરમ સ્વસ્થતાની અનુભૂતિની વાત અહીં કરાઈ છે. “ઈશ્વર સમુદ્ર છે, અને પોતે મોજું છે' એવો ભેદ પણ હવે રહેતો નથી. કવિ ઉશનસ વ્યાકુળ વૈષ્ણવ' સંગ્રહમાં શરૂમાં કહે છે, મટી જવા ઝંખી રહું અપ્લાન ભાવિ સમ હું કેમકે જન્મ ચહું” "I long to die for I want to be fresh Like future" મટી જવાની ઝંખનામાં શરીરના મટી જવાની જ વાત છે. ને તો જ તો નવાંકુર ધારી શકાય ને? “હું કેમ કે જન્મ ચહું' નવો તાજો જન્મ મેળવવા દેહને મરવું તો પડે જ. કવિને મોક્ષની વાંછના નથી. નવપલ્લવિત કુસુમ સમા પ્રફુલ્લિત નવજન્મની કવિને ઝંખના છે. શ્રાંત જીવનને શાંત કરી દેવા ઝંખતા કવિ “કાવ્ય-૪) ઈશ્વરને પ્રાર્થી એમના ચરણમાં ઓગળી જવાની ધન્ય ઘડીનો અનુભવ કરે છે. એમને હવે અલગ રૂપની ઝંખના નથી. પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust