SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 353 - સ્વ. પ્રહલાદ પારેખના મૃત્યુસંદર્ભે રચાયેલું નલિન રાવળનું “કવિનું મૃત્યુ” કાવ્ય કોઈપણ કવિના મૃત્યુને સ્પર્શે એવું સાધારણીકૃત બન્યું છે. સુહામણું તારકતેજ પહેરીને આવેલી, ખુબુભર્યા સ્વર્ગની લયલુબ્ધ અપ્સરા એવું કહ્યું લગીત-કવિગીત સાંભળી ગઈ કે, ઉન્માદમાં ફૂલને જ ચૂંટીને લઈ ગઈ. નલિન રાવળ (“કાવ્યમાં') આકાશમાં આકાશ બની પથરાયેલી કાન્તની નજરને મીઠી કહે છે. દલદલ ખીલેલા અંધારમાં હોળા ફૂલની ફોરમ બની મહોરેલી એ નજર ઘૂઘવતા તારકોના રમ્ય દરિયાવની શીળી લહરમાં લહર બની બધે શાંતિમાં છવાઈ ગયાનું કવિ કહે છે. કે પછી કો ગહન સ્વપ્ન થઈ સંવેગમાં ઊડી ગઈ. જેની નીરવ ગતિને હવે આ કવિ કદીક કાન્તનાં કાવ્યમાં, કે કદીક પોતાનાં કાવ્યોમાં સાંભળે છે. જવાહર માટે નલિન રાવલ કહે છે, “જાણે રાતું ગુલાબ ફૂલ થઈ પૃથ્વી પર અવતર્યું હોય, કદીક એ એવું ખિલખિલ હસ્યું કે પરીઓએ જઈ દોડી ચૂમી લીધું, તો ક્યારેક દેશદાઝ, યાતનાએ કરીને ઊંડું ઊંડું રડ્યું-ને આંખનું નાનકડું આંસુ કકળી ઊઠ્ય-ને પછી વિશ્વમાં મૃદુ સૌરભનો પુંજ પાથરી એક બપોરે કિરણોની પાંખ પર ઊડી દ્યુતિમંડળોની પેલી પાર ઉછળતા ઝલમલ દિવ્ય તેજસાગરે તરતા સૂર્યસાગરમાં, અનંતમાં ભળી ગયું. શ્રી જયંતી દલાલની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે અંજલિ આપતાં કવિ કહે છે, એમનું અવસાન થતાં એમનો ગ્રંથખંડ સૂનો થઈ ગયો. એ રણકતો અવાજ-ભર્યો ચહેરો, તાજા તડકા જેવી તબકતી આંખો, કવિની આંખે તરવરે છે. “મણિલાલ દેસાઈ'ને અંજલિ આપતાં નલિન રાવળ કહે છે, કાળા ઉનાળામાં સસડતા ને ખાલી અવાજોમાં ખખડતા શહેરને એમણે અર્થ આપેલો. છલકત સ્વપ્નભર્યા જીવનની કાવ્યપોથી એમ એમણે મૃત્યુને શું ધરી દીધી એ સમજાતું નથી. પોર્ટુગીઝ ભાષામાં રચાયેલું બ્રાઝિલની કવયિત્રી સેસીલીઆનું ગાંધીજીની હત્યા વિશેનું કરુણ કાવ્ય (ગાંધીજીની હત્યા') આ કવિને સ્તબ્ધ બનાવે છે. નલિન રાવળ કહે છે, કેવી હશે સર્વાનુભૂતિની એ ક્ષણ, જ્યારે એક સુકુમાર આત્માએ ગાંધીજીના મૃત્યુમાં પોતાના ઉત્તમાંગને નિઃશેષ થતો જોયો. “હત્યારાને આશિષ દેતા સંતો નીરવપણે મૃત્યુને ભેટે મારા શ્વાસ મહીં તું મેળવ તારા છેલ્લા શ્વાસ ફરી, જ્યારે માનવ કરશે સાદ ખોલશું આપણે ત્યારે આંખ” 183 . અહીં કવયિત્રીની, આત્મનિર્વેદ પ્રગટાવતી પંક્તિઓમાં આ કવિને મનુષ્યત્વનો ઉત્તમ મર્મ પ્રગટ થતો દેખાય છે. કવિ હેમંત દેસાઈ ‘ગાંધીસ્મૃતિ' કાવ્યમાં ‘સોનલમૃગ') રામનામ લઈ પ્રાણ છોડનારા હસતા બાપુની પ્રાણશક્તિના ગુણાનુવાદ ગાય છે. ગાંધી જ્યાં જન્મ્યા, જીવ્યા એ ધરાને કવિ ધન્ય માને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy