________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 352 કાવ્યોએ ભરી દીધાનો એકરાર વ્યક્ત કર્યો છે. મૃત્યુ, મંથન અને ક્લેશને શાંત કરી શકે? કાન્તની એ શાશ્વત મથામણને કવિ અહીં ઉલ્લેખ છે.” “બ. ક. ઠાકોરને અંજલિ આપતાં સુરેશ દલાલ એમની લાક્ષણિકતાઓને બિરદાવે છે. કાળ પણ એ કવિને માનમરતબો આપતો. સદ્દગત મુનશીજીને અંજલિ આપતાં સુરેશ દલાલ એમની સર્જન સૃષ્ટિ નરી ચાંદની પીને પ્રસરી હોવાનું કહે છે. મુનશીજીને ઉપાડી જનાર કાળને કવિ કાળો કહે છે. અહીંથી જતાં જતાં રાવજી પટેલની ઉક્તિ'માં વૃદ્ધાવસ્થા ઓળંગ્યા વિના જ મૃત્યુને દ્વાર પહોંચી ગયેલા રાવજીની અધૂરી ઝંખનાઓ, રાવજીને ફરી અહીં જન્માવશે, એવી કલ્પના કવિ કરે છે. પોતાના નવા જન્મને મૌન દ્વારા સત્કારવાનું કહી ચાલ્યા ગયા છે રાવજી. સ્વ. ભૂપતભાઈને” (“પિરામિડ') અંજલિ આપતાં કવિ સુરેશ દલાલને પ્રશ્ન થાય છે, “જનાર તો પછી મૃત્યુને પોતાનો મિત્ર બનાવી નિરાંતે એની લગોલગ બેસી ક્યાંક કોફી પીતું હશે'ને અહીં આખી નગરી એના વિના શોકસભામાં ફેરવાઈ જાય છે. કવિનો અતિપ્રિય દોસ્ત જગદીશ અવસાન પામે છે, ત્યારે એમનું હૈયું હચમચી ઊઠે છે, ને ‘પ્રિય દોસ્ત જગદીશને માણસભૂખ્યા માણસને કાવ્યનું સર્જન થઈ જાય છે. બીજમાંથી ફૂટેલી એ ડાળને અકાળે કાપી નાખનાર મૃત્યુ પ્રત્યે ક્યારેક રોષ, તો ક્યારેક રીસ ચડે છે. “કવિ વેણીભાઈ'ના અવસાને સુરેશ દલાલ કવિતાની વનરાઈ સૂની બન્યાનો જાણે કે અનુભવ કરે છે. “પંચામૃતનો પારાવાર ચૂપ થઈ વાદળમાં પોઢી ગયો' કહી વેણીભાઈના મૃત્યુનેય કવિએ કાવ્યમય બનાવી દીધું છે. શાણપણના ગીતને હૃદયમાં લઈ રેખાઓમાં વહી એક પાગલ વાવાઝોડાની જેમ કાળનાં જંગલોને પાર કરી ગયેલા ચિત્રકાર વાન ગોઘના સંકલ્પનિષ્ઠ ચહેરાને યાદ કરતાં કવિને એમની પાઈપમાંથી નીકળતો ધુમાડો, જીવતે જીવત ચિતા સળગતી હોય એવો લાગતો પ્રિયજનના પરિઘની બહાર નીકળી ગયેલા મૃત્યુ પામેલા) કાવ્યનાયક પોતાને યાદ કરવાનું નિરર્થક ગણાવે છે. જીવનમાં સતત ઘણું ગુમાવતા રહેલા, ને છતાં રંગભીની પીંછી ઘુમાવતા રહેલા ચિત્રકાર “રબ્રાંતને અંજલિ આપતાં કવિ કહે છે. નિર્દય મૃત્યુએ ત્રણત્રણ દીકરા તથા પત્ની પર પોતાનો માલિકીનો હક્ક સ્થાપ્યા પછી એ ચિત્રકારે વેદનાના કાળા રંગને અનેક રૂપાળા રંગોની પાછળ છુપાવી રાખ્યો, ને જીવતાં જીવત મૃત્યુની વેદના અનુભવી. સુરેશ જોશી જતાં હવામાં મધુમાલતીનાં ડૂસકાં રહ્યાનું કવિ કહે છે. (“સુરેશ જોશી” “યાદ આવે છે') બોદલેર અને ટાગોર વચ્ચે વહેરાતો એ જીવ અજાણ્યા પ્રમાણ માટે વહેલો ઉપડી ગયાનું કવિ કહે છે. ને તેથી “તૂટેલા ઝાંઝરની ઘૂઘરી લઈને મૃણાલ રડે છે. “એટલી બધી ખાલી જગા છે”માં ચહેરાઓ ચાલી ગયા પછી વેદના વ્યક્ત થઈ છે. પોતાના જન્મદિવસે મળેલાં ફૂલોને માતાની કબર પર મૂકવા જતી ઇનગ્રીડ બર્નમેન યાદ આવે છે. બેઠાબેઠા નિયતિ નિર્મિત મૃત્યુનો સ્વીકાર કરી પોતાની પત્નીને આ વીસમી સદીમાં મૃત્યુ પામેલા , માણસનો શોક અડધો કલાકથી વિશેષ પાળવો પોષાય નહિ' એમ પત્રમાં આશ્વાસન આપતો નઝીમ હિકાત યાદ આવે છે. નઝીમ ભલે શોક પાળવાની ના કહે, પણ આ કવિ તો મનસુખલાલ ઝવેરી, જગદીશ જોશી, મડિયા, મણિલાલ, રાવજી, પ્રિયકાંત અને મૃણાલ મઢ્યો સુરેશ જોશીનો અવાજ કશું ભૂલી શકતા નથી. (શોક પાળવાનો નથી હોતો, પળાઈ જાય છે.) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust