SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 373 ૧૯૮૦માં તેઓ “ફિલાડેલ્ફીઆ' સંગ્રહ પ્રગટ કરે છે. કવયિત્રીનાં માના મૃત્યુ સમયની વેદનાનો ચિતાર “બાને' કાવ્યમાં તેઓ આપે છે. માના મૃત્યુની સાથે એક વૃદ્ધાના સૌંદર્યની હલચલ, આંખોનો મધુર અવાજ (આંખની ભાષા) અને મીઠાં સગપણનો અખ્ખલિત પ્રવાહ બધું જાણે એ એક જ ઝાટકે સ્થિર થઈ ગયું તેઓ અનુભવે છે. કવયિત્રી પોતાના જન્મ સમયે કપાયેલી નાળ (સંબંધ) ફરીથી કપાયાની સંવેદના અનુભવે છે. “અકસ્માતમાં કોઈક સ્વજનના અકસ્માત કે મૃત્યુના સ્મરણની વાત છે. ભૂતકાળનાં સંવેદનો જાણે ફરી જાગૃત થાય છે. ૧૯૮૯માં “અરસપરસ” કાવ્યસંગ્રહ તેઓ પ્રગટ કરે છે. સદૂગત બાનાં સ્મરણો કવયિત્રીને અવારનવાર વ્યથિત બનાવે છે. ખાલીખમ ઓરડામાં બા સમસ્ત યાદથી વ્યાપી જઈ ઓરડાને ભરી દે છે. મૃત્યુ પામેલ બા હવે કશું જ કહી શકે તેમ નથી. કશું જોઈ શકે તેમ નથી, ને છતાં બાને જ કહેવા મન લલચાય છે કે શ્રીનાથજીની આ જ છબી સામે આ જ પથારીમાં, આ જ રીતે આવે જ કસમયે તે કેટલીયવાર બેઠી છે, ને બેઠાબેઠા વરસતા વરસાદમાં નિર્જન બગીચામાં પડેલા ભીના પણ સૂના બાંકડાની વ્યથા અનુભવી છે. બાનો અંતિમ દિન' કાવ્ય સંવેદનની વેધકતાને શબ્દબદ્ધ કરે છે. કવયિત્રી, માને છેલ્લાં ન મળી શકાયાની પોતાની વેદનાને પણ વાચા આપે છે. સાત સાગરને ન ઓળંગી શકતી એમની આંખોને એમણે બારીબહારના ખુલ્લા ભૂરા જમ્બો જેટ વિનાના આકાશ તરફ મીટ માંડી સ્થિર કરી દીધી સદાય માટે. “હજીય ચચરે છે'માં પણ સદ્દગત માનું જ સ્મરણ શબ્દબદ્ધ થયું છે. બાનું પંચમહાભૂતોનું બનેલું શરીર ક્યારનુંય ભસ્મીભૂત થઈ જવા છતાં ચિતામાં દાહ દીધેલી કાયાની ઓલવાતી આગનો આછો ધુમાડો જોજનો દૂરથી આવીને હજીય ચચરે છે. દીકરીની આંખોમાં, ને એને ઓલવવા ઉભરાયા કરે છે ઊનાં ઊનાં પાણી. ૧૯૭૯માં ડૉ. ધીરુભાઈ પરીખ “ઉઘાડ સંગ્રહ લઈને આવે છે. “મૃતિ'માં સદ્દગત બાની સ્મૃતિ શબ્દબદ્ધ થઈ છે. કવિ વિપીન પરીખ ૧૯૭૫માં “આશંકા' નામનો કાવ્યસંગ્રહ લઈને આવે છે. “સઘવિધવા' કાવ્ય મૃત પતિને અપાયેલી શ્રદ્ધાંજલિ છે. બીજું ઘણું બધું જોતાં નયનો, પતિને જોઈ શકતાં નથી, એનું દુઃખ વ્યક્ત થયું છે. I hope' કાવ્યમાં પ્રિયજનના મૃત્યુ પછી ધરબી રાખેલી વ્યથાનો ચિત્કાર રજૂ થયો છે. મૃત્યુ પછી થતી શરીરની સ્થિતિનો નિર્દેશ પણ થયો છે, ને છતાં પ્રિયજનના મૃત્યુ પછી એના દેહને વળગીને બેસી રહેવાતું નથી. મૃત્યુને સાવ સામાન્ય ઘટના ગણતો આજનો માનવ કોઈકના મૃત્યુની રાહ પણ જોતો હોય, જેથી મરનારનો હોદ્દો પોતાને મળે, ને પછી મરનારનું નામ રજિસ્ટરમાંથી નીકળી જવાનું. (“મૃત્યુ-એક કારકુનનું') ૧૯૮૦માં વિપીન પરીખ “તલાશ' નામનો સંગ્રહ લઈને આવે છે. મુંબઈમાં થયેલા વિમાની અકસ્માતથી બહાવરા બનેલા કાવ્યનાયકની સંજીવની મંત્ર જાણનાર સંતપુરુષની શોધની ઝંખના “ભસ્મ' કાવ્યમાં પ્રગટ થઈ છે. એ સંતની ભસ્મ એરોડ્રામ પરના એ સત્તાણું મૃતક પાછા સજીવન થાય એવી એમની વાંછના છે. “હાઈ-વે પર ખૂન' કાવ્યમાં ધસી આવતી ટ્રકની હડફેટમાં થયેલા મૃત્યુના સંદર્ભમાં કવિ એક માર્મિક પ્રશ્ન પૂછે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy