________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 372 જયા મહેતાએ ઊર્મિ અને બુદ્ધિના સમન્વયની કવિતા આપી છે. ૧૯૭૮માં “વેનીશન બ્લાઈન્ડ' સંગ્રહ તેઓ પ્રગટ કરે છે. દીવાનખાનાની મૂર્તિમાંના બુદ્ધને “ક્યાં સુધી આમ બેસી રહેશો?' નથી સંભળાતો દ્વારે દ્વારે હજીયે રાઈના દાણા માગતી ગૌતમીનો સાદ? એમ પૂછી નાખતાં કવયિત્રી બાળકના મૃત્યુથી વ્યથિત થયેલી માના દુઃખને દૂર કરવા જાણે ભગવાન બુદ્ધને આજીજી કરે છે. “અચાનક'માં સ્વજનના મૃત્યુથી ડઘાઈ ગયેલા જીવતા છતાં ન જીવતા સ્વજનના ચહેરાની વાત કરાઈ છે. મૃત્યુથી ચિતરાયેલો શોકગ્રસ્ત ચહેરો કેવળ આંસુ વડે નથી ધોઈ શકાતો. દરિયો જાણે અચાનક ખાલી થઈ જાય છે. “માણસ મરી જાય છે પછી માણસના મૃત્યુ પછી જગતમાં જે શિષ્ટાચારો પ્રવર્તે છે, એના પર પણ કવયિત્રી કરુણ કટાક્ષ કરે છે. મરનારના પુરુષાર્થના ગુણગાનની ભરતી અને ઓટ ને પછી રેશનકાર્ડમાંથી નામની થતી બાદબાકીનો ઉલ્લેખ કંપાવી દે તેમ છે. પણ જેનું નિકટનું સ્વજન ગયું છે એની મનોદશા કેવી છે? એ સ્ત્રીની વેદના કવયિત્રીએ અહીં સરસ ઘૂંટી છે. “કંકુની ડબ્બી પર ઢંકાતી શબની ચાદર, કંકણોની પાંપણોનું ટપકવું અને મંગલસૂત્રનું ઝૂરવું લખવા માટે કદાચ સ્ત્રીની સંવેદના ઉપકારક નીવડતી હશે.” * (સુરેશ દલાલ). ૧૯૮રમાં જયા મહેતા “એક દિવસ' લઈને આવે છે. શ્રી યશવંત શુક્લ લખે છે મૃત્યુ” અને “નગરમાં સવાર એ બંને નાનકડાં કાવ્ય પોતપોતાની રીતે માર્મિકતા સાથે છે. “ગભરુ કબૂતરના ફફડાટમાં કાગડાનાં પીંછાનું હળવેથી ફરકવું અને પછી ફફડાટનું શમી જવું, એ પ્રક્રિયા દ્વારા મૃત્યુનું સૂચન વેદનાને બોલકી બનવાનો અવકાશ રહેવા દેતું નથી.” વૈકલ્યનો આક્રોશ જે શબ્દો લઈ આવ્યો છે, અને મૃત્યુની અનિવાર્યતા જીવનની જે વ્યર્થતા સૂચવી રહે છે, તેમાં કરણનું સૌદર્ય પ્રગટ થાય છે. જયા મહેતા ૧૯૮૫માં આકાશમાં તારા ચૂપ છે' સંગ્રહ પ્રકટ કરે છે. કવયિત્રી મૃત્યુદૂતને દુશ્મનના લશ્કર સાથે સરખાવે છે. મૃત શિશુના માતપિતાની કરુણગર્ભ સંવેદના અહીં વ્યક્ત થઈ છે. “પુરુષ નિષ્પલક બાળકને હાથમાં લે છે સ્ત્રીના ખાલી ખોળામાં ચાર મૂગી આંખો ટપકી પડે છે 18 પોતાની માંદગી દરમ્યાન હોસ્પિટલમાંના વાતાવરણને કવયિત્રીએ “હોસ્પિટલ પોએમ્સ' (૧૯૮૭)માં આત્મસાત કર્યું છે. “હોસ્પિટલમાં સતત ક્ષણે ક્ષણ જાણે મૃત્યુના ઓછાયા, ને એની નીરવતા અનુભવાય છે. કણસતા દર્દીની જેમ રાત ઝીણું જાગે છે.” (“હોસ્પિટલ પોએમ્સ' પૃ. 10) અંધકારને કવયિત્રી મરેલા માણસની ઉઘાડી આંખ જેવો કહે છે. પીડાના બૅચલાળી વર્દીવાન જીવો એમણે જોયા છે. શ્વેત વસ્ત્રો છે, નિસ્પૃહ, નિર્મમ, અનાસક્ત ફરે છે, બુઝાતા દર્દીઓ છે. અજાણ અનાગતના પડછાયામાં થરથરે છે” 19 પન્ના નાયકની કવિતાને સુરેશ દલાલ “સોયની અણી જેટલા વ્યથાના બિંદુ પર ઊભેલી 20 કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust