________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 431 સીધો સંબંધ તો છુટી ગયો છે. પૃથ્વી પરનું સારસર્વસ્વ “પ્રેમ” પોતાનો ઓછાયો જનારના માર્ગ ઉપર પાથરે છે. જનાર જરીક ખમચાય છે. આંતરે છે, પકડમાં લે છે. અરે અસ્થા બોલથી પ્રેમી ન ઝલાય તો ફેટ પડી એ પ્રેમમાં “પૂરો ન પકડાયો હોય તો અડધો ઝાંઝર દ્વારા પકડાયો” ૧૮-અ ઝાંઝરના ઝંકાર વડે જીવાયેલા જીવનની રસ-ઝંકૃતિ-ઝીણાઝીણા ભણકાર હોય એ દ્વારા એ એને પકડી રાખે છે એ પંછાયો, સહજીવનનો સૂક્ષ્મ અંશ ગમે તેટલી “હળવાશવાળો' હોવા છતાં ઓછો સજીવ નથી. પ્રેમ-મયી છાયાને અતિક્રમીને ચાલ્યા જવું સહેલું ન જ હોય. કંઈક તો ખટકો લાગે જ. “મૃત્યુ સાથે પ્રેમની અનુભૂતિ દઢપણે બંધાઈ છે. મૃત્યુને બહાને પ્રેમની જ વાત થાય છે. મૃત્યુ પછી વિશ્વ સાથે સંબંધ વિચ્છન્ન થાય છે, પ્રેમ સાથે રહે છે. પ્રિયપાત્રના કપાળનું કંકુ દૂર થયું. એ કંકુના સૂરજ હંમેશ માટે આથમ્યા. એટલે કે આંખોના માલિકની ચેતનામાં હંમેશ માટે અણઆથમ્યા રહેવાના છે. મૃત્યુ-અનુભૂતિ કરાવી રહે છે કે “પ્રેમ અનસ્ત છે” ૧૮૫-બ અજવાળાં પહેરેલો પુરુષ હળવેકથી પ્રેમનો સ્વીકાર કરે છે. એ જે ઘર અને આંગણામાં વસ્યો હતો, તે છોડતાં એ માલમાલ થઈને વિદાય લે છે. એની વાત છે “કવિએ કૃતિને “આભાસી મૃત્યુનું ગીત' એવું મથાળું આપેલું. શીર્ષકને પણ વિરોધના નમૂના તરીકે જોઈ શકાય. ખરેખર છે પ્રેમની અમરતાનું ગીત પણ એને કહ્યું “આભાસી મૃત્યુનું ગીત’ શરીર છૂટ્યું નથી એટલે “આભાસી’ મૃત્યુ છે. પણ ગીત છેવટે નીવડી આવે છે મૃત્યુના સાચેસાચ આભાસીપણાનું” હરીન્દ્ર કોઈક ક્ષણોમાં પ્રેમની ખોજ મૃત્યુમાં પણ કરી છે. તો ક્યારેક જયાં હયાતી કે મૃત્યુ કોઈનો મહિમા નથી એવા પ્રદેશનો પણ અનુભવ કર્યો છે. હરીન્દ્રને મન મૃત્યુ અને પ્રેમ' કદાચ પરસ્પરના પર્યાય છે. કદાચ જીવનની વાત મૃત્યુના સંદર્ભમાં પૂરેપૂરી પ્રગટતી હશે એટલા માટે? પ્રેમનું બીજું રૂપ મૃત્યુનું કહેવાયું છે. તેથી તો નાજુક ક્ષણોમાં મૃત્યુને કોલ દઈ દીધાની કવિ વાત કરે છે. જીવનની તરફદારી ન કરી શકે એ મોત પણ કેવું? પ્રેમની અનંતતા કે નિરાવરણતાને મૃત્યુ પણ મારી શકતું નથી. પ્રેમના સાનિધ્યમાં મૃત્યુ પણ આવકાર્ય બને છે. પ્રેમભર્યા સાન્નિધ્ય અને સ્મૃતિ સાથે કાયમની નીંદમાં જંપી જવાની તમન્ના મૃત્યુ કરતાં પ્રેમનો મહિમા અનેરો હોવાનું અનુભવાવે છે. કવિ રમેશ પારેખનું “કાંધ રે દીધી ને દેન દીધાં' (“ક્યાં' ?) હૈયાને વલોવી નાખે એવું મૃત્યુગીત છે. કાવ્યનાયિકા સોનલને ઉદ્દેશી રચાયેલું ગીત પ્રેમિકાના મૃત્યુનો સંદર્ભ વણી લે છે. “પોઢણાં દીધાં રે તમને રાખનાં હોજી” 80 ગળતી વેળાનાં પરભાતિયાં મૃત્યુની મીઠેરી નીંદર સાથે એકરૂપ થતાં કવિ કહ્યું છે. આંખનાં તેજ મૃત્યુપળે કરમાવા લાગે, ને મૃત્યુ પામનાર સ્વજન પોતાના ગઢમાં જ, પોતાને અપાયેલા દેશવટા (મૃત્યુ)નું માર્મિક દુઃખ અનુભવે છે. ગઢ છોડવો તો શી રીતે ગમે? “જનારજીવ' (“ખડિંગ')માં પ્રીત-બીત બધું ત્યજીને ખાલી ફળિયા ને શેરી બધાને ફંગોળી ચાલ્યા જતા જીવની વાત છે. અનિલ જોશી ‘ટીટોડીનો અવાજ' (“કદાચ)માં પ્રસિદ્ધ ઐતિહાસિક પ્રેમકથા, સલીમ અને અનારકલીના પ્રેમને ગૂંથી મૃત્યુ પર પ્રેમના વિજયને બુલંદીથી ગાય છે અનારકલી જીવતી ચણાતી ગઈ પોતાના જ અવાજની દીવાલમાં. “મુક્તિ ક્યાં છે મારા સલીમ'? P.P. Ac. Gunratnasuri M.S. Jun.Gun Aaradhak Trust .