________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 430 સુશીલા ઝવેરી પણ પ્રિયજન જતાં, વ્યથિત બનેલી નાયિકાની અવદશાનું અસરકારક વર્ણન કરે છે. (“કૈરવવન') પ્રિયજનના સથવારે પોતે સાગરની જેમ લહેરાતી હિલોળા ખાતી, તે હવે છૂટા પડતાં બિંદુ બની વિખરાઈ ગઈ છે. પ્રિયના સહવાસે બારસાખી તોરણનો રણકાર મીઠો લાગતો, હવે એ જ દ્વાર અડવું લાગે છે. તેઓ ઉપડ્યા ઉપડાતાં ન હતાં. એ બધી જીવનસૌરભ પ્રિયજનના અવસાને ઊડી જાય છે. ને પીડે છે હવે આકરું એકાંત. પહેલાં રડતી તો, આંસુના અછોવાના થતા, નજર ચુકાવવી પડતી, હવે આંખમાં - જાણે મોટું છીંડું. આ કવિ મકરંદ દવે આ મૃત્યુલોકમાં માત્ર મિલન-મેળાને જ, પ્રેમને અમર હોવાનું કહે છે. પ્રેમનાં ઝરણ, કાળની કઠણ શિલાને તોડી નાખે એવી એમની અતૂટ શ્રદ્ધા છે. મૃત્યુલોકમાં પ્રેમ જ એકમાત્ર કાલજેતા. “પ્રેમનું તેડુંમાં (‘તરણા') કવિ મકરંદ દવે મૃત્યુને પ્રેમદ્વાર તરીકે ઓળખાવે છે. મોતને બારણે નેહની જયોત ઝગતી હોવાની એમની આસ્થા છે. “રિલ્કની સંગિની બેનનુટાને' કાવ્યમાં (સંગતિ') કવિ પ્રેમનો મહિમા ગાય છે. ફૂલના કાંટાની શૂળે કવિના અંતરે મૃત્યરૂપ કંટક ઊગાડ્યું. પણ વિશ્વમાં તો એથી પ્રેમનો પરાગ મહેકી રહ્યો. સ્થૂળ મૃત્યુની સામે સૂક્ષ્મ પ્રેમભાવનાનો વિજય થયો. કવિએ મૃત્યુ પામીને પ્રેમને મહાન તેમ જ અમર બનાવ્યો, ને પ્રેમિકાએ સદૂગત પ્રિયજનનાં સ્મરણો દ્વારા જીવનનું સંગીત રચ્યું. કવિ જગદીશ જોશીની દષ્ટિએ પ્રેમ મરણશીલ હોય તો પણ મનુષ્યને અમૃત તરફ લઈ જનારું તત્ત્વ છે. દ્વારે લટકેલ સૂકાં તોરણમાં સ્મરણોની ભરતી ખખડે છે. (“મારો દીવો' “વમળનાં વન') સાથીનાં ખોવાયેલાં પગલાંઓને ફંફોસી ચરણો સાદ પાડે છે. જળને કહી દો'માં પણ પ્રેમ તથા મૃત્યુ સંકળાયેલાં છે. જનાર અને રહેનાર, પરસ્પરને ઘેરાતી સાંજના સોગન આપે છે. માયાનાં વાદળો ખંખેરી નાખવાનું કહે છે. જળમાં પંખીનો છાંયો પડે ને તોય પંખીની આંખ ભીની થાય છે. છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં અંકાશી ગીત કેમ ગાશું' ? (જનારનો અવાજ તો વિરમી ગયો છે ને ?) લાભશંકર ઠાકરના “ફૂલ' કાવ્યનો નાયક (‘વહી જતી પાછળ રમ્યઘોષા') મૃત્યુમથી પ્રિયાને અસ્તિત્વનું કૂલ અર્પતાં ધીમેધીમે એનામય બની ઓગળી ભળી જાય છે. “માણસની વાત’માં લાભશંકર પ્રેમ તથા મૃત્યુને સાથે સાંકળતાં લખે છે. “પ્રેમને ખાતર મોત મળે તોયે મહેફિલ છે. જાણશો મૃત્યુથી પ્રીતિ” 183 | ચિનુ મોદી “અંશુ મારો છિન્ન અંશમાં અંશુને ક્યારેક પ્રિયજનનું રૂપ ધરતી, કદીક ગ્રેવયાર્ડમાં ઢગલો કૂલ લઈને આવતી કલ્પ છે. ફૂલો કબર પર મૂકી ચૂપચાપ ચાલી જતી પ્રિયાના પડછાયાને ઝાલી રાખવા કાવ્યનાયક મથે છે. એની સાથે વાત કરવાની રાહ જોઈ બેસે છે. અંશુ શ્વેત શુભ્રવસ્ત્રાવૃત્ત દેવહંસી જેવી દૂતિકાનો સ્વર્ગ ભ્રષ્ટ આત્મા જાણે. રાવજી પટેલે “આભાસી મૃત્યુના ગીત'માં (‘અંગત) “મૃત્યુનેય રોકવા મથતા પ્રેમની વાત કરી છે. “મને રોકે પંછાયો એક ચોકમાં વિશેષરૂપે એક આકાર જનાર વ્યક્તિને રોકે છે. 'કિમપિ-દ્રવ્ય જનારને રોકે છે એ તત્ત્વ છે પ્રેમ.” 184 “પ્રેમપાત્રનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust