________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 113 સર્ગશક્તિના અનન્ય આવિષ્કાર તરીકે ઓળખાવ્યું છે. તો નિરંજન ભગત કવિ પિતાની કરેલી “અવગણના” તથા “અસત્કાર'ને કાવ્યનું કેન્દ્ર ગણાવે છે.” નિરંજન ભગત નોંધ છે. “મહાનદના પૂરની માફક આગળ વધતો અનુરુપ છંદ ગુજરાતી કવિતામાં આટલી અન્વર્થતા ભાગ્યે જ પામ્યો હશે.” (‘સંસ્કૃતિ' 1963, ઑગષ્ટ પૃ. 35) કવિ પોતાના પિતાને “મનુષ્યોમાં વિહરતા ફિરસ્તા તરીકે ઓળખાવે છે. આ તર્પણ કાવ્યમાં માત્ર ઉરસંવેદનાની જ ગૂંથણી નથી. કાવ્યત્વ પણ એમાં ભરપૂર મહોરે છે. જેમકે સ્મિતની સુંદરતાના કપોલે અંકુરો ઊભા મધુરા હાસ્યની દીપે મુખડે મધુરી પ્રભા” પ” (104) (“કેટલાંક કાવ્યો) કવિ પિતૃછાયાથી તૃપ્ત હતા. છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય” પ (100). (કેટલાંક કાવ્યો-૩) પિતાની કરેલી અવહેલનાનો છૂટે મોએ કવિ એકરાર કરીને પશ્ચાત્તાપ અનુભવે છે. આભ જેવા અગાધ એ પુણ્યાત્માના ઊંડાણને યાદ કરે છે. ને મારા દિનો છેલ્લા ઝેર કીધા, સહુ ગયું-પછી” પ (107) (“કેટલાંક કાવ્યો'). પિતાના મૃત્યુએ કવિને જીવનનું ઊંડાણ સમજાવ્યું. કવિને જયસ્નાની ધારમાં દૂધધોયો મંત્ર પિતૃદેવોભવ' સંભળાય છે. આ જ કાવ્યમાં કવિ તેમની માતાને પણ અંજલિ આપે છે. કવિના શૈશવકાળમાં જ એમનાં માતૃશ્રીનું અવસાન થયું હતું ને છતાં એમના હર્ષભર્યા હાસ્યને કવિ ભૂલ્યા નથી. કવિ તેમના પિતાને ધર્મ-મૂર્તિ અને માને ભક્તિમૂર્તિ તરીકે બિરદાવે છે જમશેદજી નશરવાનજી પીતીત (1858-1888) કવિશ્રી પીતીતના ત્રીસમે વર્ષે થયેલા અવસાન પછી ચાર વર્ષે ૧૮૯૨માં કવિ મિત્ર જીજીભાઈ પેસ્તનજી મીસ્તરીએ એમનાં કાવ્યોનો સંગ્રહ “માહરી મજેહ તથા બીજી કવિતાઓ' નામે પ્રગટ કર્યો છે. ભાંગેલું વાહન' (લોંગફેલો પરથી) બાપ દીકરીના મૃત્યુની કરુણ કથા કહેતું કાવ્ય છે. દરિયાઈ તોફાનમાં પિતાના મૃત્યુ બાદ રડી રડી દીનહીન બનેલી દીકરીના મૃત્યુનું કવિએ કાવ્યમયવર્ણન કર્યું છે. સવાર ઊગતાં માછીમારે કિનારા પર તેને મૃત અવસ્થામાં જોઈ. ' “સુકાયું હતું તેની છાતી ઉપર દરિયાનું જલ ને આંખો અંદર સૂક્યાં'તાં આંસુઓ તેનાં સદા જાન તેનો તજીને ગયો'તો તન ને આવ્યો તો આફતનો છેડો ને અંત” 58 (માહરીમજેહ તથા બીજી કવિતાઓ” પૃ. 320) મૃત્યુ પામેલા ભાઈને યાદ કરતી બહેનનો પરિતાપ “ગુજરેલો ભાઈ (નગીલમેન ઉપરથી) વર્ણવાયો છે. ભાઈ કેમ સૂતો છે? ને એ બોલતો કેમ નથી ? એવા પ્રશ્નો એ કરે છે. ને ત્યારે મા, ભાઈએ બીજી જગતમાં અમર જનમ લીધો હોવાનું આશ્વાસન આપે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust