________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 114 ઊંઘાયેલી માશુક લોંગફેલોની કવિતા પરથી રચેલું કાવ્ય છે. મૃતપ્રિયાના સંદર્ભમાં દર્દમધુર સંવેદન અહીં વ્યક્ત થયું છે. ત્યાં કબરમાં પોતાની પ્રિયા સૂતેલી હોવાથી નાયક વાદળી આકાશની અંદર ઊગેલા ઉનાળાના તારાઓને એની રોશની ઓછી કરવા સળગતા ચંદ્રને પર્વતની પીઠમાં છુપાઈ જવા ને દોડતા પવનને વેલા પર થોભી જવા વિનવે છે. પંખીઓને પાંખોનો ફફડાટ તથા ઘોંઘાટ ત્યજી દેવા કહે છે. પરંતુ ઉનાળાના સ્વપ્નને કવિ સામેથી નિમંત્રે છે. જેથી એ એની શાશ્વત નિદ્રામાં પોઢેલી પ્રિયાને જાણ કરે, કે તે (પ્રેમી). એની પડોશમાં રોજ રાત દરમ્યાન પ્રિયાની ભાળ કાઢવા આવે છે. “ગુમ થયેલો પ્યાર'માં (વડઝવર્થ પરથી) એક અજાણી કન્યાના મૃત્યુ અંગેનો પરિતાપ વ્યક્ત થયો છે. એ કોણ હતી એની દુનિયાને ખબર નથી. પણ કવિને એના મૃત્યુ સંદર્ભે દુઃખનું કફન જરૂર મળ્યું. પચ્ચીસ જ વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામનાર કવિ ગજેન્દ્રરાય બુચની પ્રતિભા નિરાળી હતી. 1922 થી 27 સુધીનાં છેલ્લાં પાંચેક વર્ષમાં તેમણે અગત્યની કાવ્યરચનાઓ કરી. “પ્રકૃતિના આલંબનથી મુક્ત રહેલા સીધા ચિંતનપ્રધાન તથા ભાવનાપ્રધાન કાવ્યોમાં કવિની શક્તિ વધુ વિકસેલી છે.” (અ. ક. સુંદરમ્ પૃ. 432) સૌથી વધુ વેધક્તા અરૂઢ નવીન શૈલીમાં લખેલાં ત્રણ મૃત્યુકાવ્યોમાં છે. “વિધુ “બાબુ” અને “સ્મશાને. બાળકના મૃત્યુની વ્યથાને મર્મવિદારક કારુણ્યથી આલેખ્યાં છે. “વિધુ' પ્રો. દુર્કાળના પુત્રના અવસાન અંગે લખ્યું. જેમાં મૃત્યુની નીરવ ભયાનક્તાને કવિ વાચા આપે છે. દૂર ચિતામાં પોઢેલા ભાઈના ભડકા નિયંતા પરના બહેનના વિશ્વાસને અદશ્ય કરે છે. આકાશમાં સહેજ અમથી ઝબકીને વિરમી જતી ઉષાની જેમજ મૃત્યુ પામેલી પોતાની દીકરી ઉષાના વિદ્યુતજ્વાળા સમા નાનકડા જીવનનો નિર્દેશ ‘ઉષાનો સંદેશ'માં થયો છે. જો કે નાના પણ પ્રેમપુષ્પ બની રહેનારા એ મધુર સુંદર જીવનનું પ્રભુને થયેલું સમર્પણ કવિ ઉત્તમ ગણે છે. “સ્મશાને' કાવ્ય પણ સ્વાનુભૂતિમાંથી ટપકેલું હોવાથી વિશેષ ભાવવાહી બન્યું છે. પુત્રી ઉષાના અવસાન પછીના આઘાતને વ્યક્ત કરતું આ કાવ્ય સહજ ઊર્મિઉછાળને પ્રગટ કરે છે. ભાવની સુમધુર નજાકત અહીં સીધી હૈયામાંથી જાણે ટપકે છે. “ઢળી ખાંધે, કહે શું અમ ઘર | ‘ઉષા' આથમી ગઈ” 59 (‘ગજેન્દ્રમૌક્તિકો 64) જરાય તકલીફ ન પડે એમ કુસુમની ચાદર ઉષાને ઓઢાડવા તૈયાર થાય છે. નીરવ શાંતિમાં નિરાંતે જંપી ગયેલા બાળકને ખલેલ ન પડે તેથી પિતા કહે છે. “કહે ત્યાં પોઢાડું કટુરવ, જરી કાન ન પડે” 0 (પાનું. 64). પણ જે હાથે લાડ કર્યા એ હાથ વડે એ બીડાયેલી કળીને અંગારનો સ્પર્શ તો નહિ જ આપી શકું. સ્મશાને ગયા ત્યારે કવિ તો રડી પણ ન શક્યા. બસ નદીનાં ખળખળ જતાં નીરને અન્યમનસ્ક ભાવે તેઓ જોઈ રહ્યા. બળેવને દિવસે અવસાન પામેલી બાળકી અગાધ સ્મરણો મૂકી ગઈ, ને તમામ બળેવને બળતી કરી ગઈ. કવિ કહે છે ખાલી હાથે પાછા વળતાં પત્ની પૂછશે” વળું ખાલી હાથે ઘરભણી પૂછે દ્વારમહીં એ “પ્રતાપી તાપીને તટ મુજ બટું શું નહિ રુવે? 'બળેવે બાળકી પોઢી એ બળેવ સદા બળે 5 (ગજેન્દ્ર-મોક્તિકો’ પાનું 64) P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust