________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 167 જગને જીવન દેવા શું લાગ્યાં જીવ્યાથી મીઠાં મરવાં 194 (‘રાષ્ટ્રિકા' 88) સ્વામી શ્રદ્ધાનંદની ભડભડતી ચિતામાંથી ભારતને ઉજાળવાનો સંદેશ મળતો હોવાનું કવિ કહે છે. “કવિ નર્મદનું મંદિર તથા “કવિ નર્મદની શતાબ્દી' કાવ્યો નર્મદનાં કાવ્ય પુષ્પોને અંજલિ અર્પતાં કાવ્યો છે. ગુલામીની જંજીર ફોડી લાહોમ કરી ઝુકાવનાર નર્મદની સ્તુતિ અહીં કવિ કરે છે. “ગુર્જરીનો અશ્રુપ્રવાહ' (૧૦૧)માં ૧૯૦૭ની ચોથી જાન્યુઆરીએ થયેલા ગોવર્ધનરામના અવસાન નિમિત્તે રચાયેલા કાવ્યમાં ગોવર્ધનરામ જતાં અનાથ બનેલી ગુર્જરી ભાષાનાં આંસુનો કવિ નિર્દેશ કરે છે. એમની હયાતીમાં ગુર્જરદેવીની આસપાસ કવિરાજની કીર્તિ ગાતી વસંતશ્રીનો વૈભવ ભરપૂર ખીલેલો હતો. “મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળાના મૃત્યુપ્રસંગે કાવ્ય લખતાં કવિના મૌનની વ્યથા વાણીમાં સમાવવાનું દુષ્કર બન્યું હતું. એમના અવસાનથી કવિએ જાણે એક આંખ ફૂટી હોવાની વેદના અનુભવી હતી. “વીસમી સદી' માસિકના તંત્રી અને માલેક સ્વ. હાજી મહમ્મ અલારખિયા શિવજીને અંજલિ આપતાં કવિ કહે છે હાજી તો આંસુના અનેક દરિયા તરી ગયા” કવિ ખબરદારે ગાંધીજીની હત્યાના સંદર્ભમાં ત્રણ ભાગમાં “ગાંધી બાપુનો પવાડો' ૧૯૪૮માં બહાર પાડ્યું. ગાંધીજીના આત્મસમર્પણને કવિ દોહ્યલું કહે છે. બીજા ભાગમાં કવિએ ગાંધીજીને “પ્રભુના ફિરસ્તા તરીકે બિરદાવ્યા છે. ને ત્રીજા ભાગમાં બાપુએ દેશ ખાતર કરેલા મનોમંથનનો ચિતાર છે. બાપુ મરીને અમર થઈ ગયાનું કવિ કહે છે. એજ વર્ષમાં એટલે કે ૧૯૪૮માં “ગાંધીબાપુ' નામનું બાપુને શ્રદ્ધાંજલિરૂપે પુસ્તક પ્રગટ કર્યું. કવિ કહે છે. - “મૃત્યુના દૂત, દુષ્ટોતણા વેશમાં ઘૂમતા બાપુની આસપાસ” 192 (‘ગાંધીબાપુ” 11) બાપુ ગયા'માં બાપુના મૃત્યુએ થીજી ગયેલાં સૌનાં હૈયાની વેદનાને વાચા આપવા કવિએ પ્રયાસ કર્યો છે. ગાંધી હણાતાં શાંતિદૂત હણાયાનો કવિએ અનુભવ કર્યો હતો. મહાત્મા ગાંધીની શહીદી'માં કવિ ગાંધીજીને “ભારતભાણ’ તથા ભારતના ભાગ્યવિધાતા તરીકે બિરદાવે છે. સંતસૂની' કાવ્યમાં ગાંધીજી જતાં પંથસૂની થઈ ગયેલી પૃથ્વીનો તેમજ સૂની પડી ગયેલી જગતની સિતારીનો કવિ નિર્દેશ કરે છે. કૂલવિસર્જન'માં બાપુની રાહ જોતી આંખો અધીર બન્યાનું કવિ કહે છે. “અસતનાં તોલ'માં ત્રણ ગોળીએ ચઢીને ગાંધીજી સ્વર્ગ સિધાવ્યાનો નિર્દેશ છે. “અંદેશામાં બાપુ જતાં સૌનાં વ્હાલા બની ગયેલાં હૈયાંનો ઉલ્લેખ છે. “બાપુજીના ખૂનીઓ સાવ સામાન્ય કાવ્ય છે. સંતના જીવનતંતુ તોડનાર કૃત્યને કવિ ઘાતકી ગણાવે છે. “અમરધામનો ફુવારોમાં પણ ગાંધીજીનાં સ્મરણોને કવિએ વાચા આપી છે. “એક ગાંધી બાપુથી' ગઝલમાં કવિ ગાંધીજીને દુનિયાનું સર્વસ્વ ગણાવે છે. મૃત્યુને મુઠ્ઠીમાં લઈ, મરીને જીવવાનો મંત્ર ગાંધીજીએ આપ્યાનું તેઓ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust