________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 166 અમર આત્માને નિવાપાંજલિ આપતાં સદ્ગત રાજવીના વ્યક્તિત્વનું ભાવવિભોર બની વર્ણન કર્યું છે. રાજાને તેઓ પૃથ્વીરાજના અવતાર તરીકે બિરદાવે છે. “ગયા ગયા અમ રાજવી, રૂવેરૂ જન સર્વ સંભારે બહુ મોરબી, ગયો ઉતારણ ગર્વ” 19 ('કાવ્યવિલાસ' (પૃ. 121)) રાજાને ગરીબના પ્રતિપાલ તરીકે બિરદાવતાં કવિ વારંવાર ઓવારણા લે છે. - “સ્તવન મંજરી'ના રચયિતા સૌ દીપકબા દેસાઈએ એમનું પુસ્તક અંજલિરૂપે માતપિતાને અર્પણ કર્યું છે. જેમાં માતાપિતાના ઋણનો તેઓએ સ્વીકાર કર્યો છે. “હૃદયપદેથી દૂર ન થાયે દેવ સમા દાતાર અલ્પવયે મુજને મૂકીને થયો માત તમ કાળ” 192 (‘સ્તવનમંજરી' 21). પ્રિયજનને પણ અંજલિકાવ્ય છે. વડીલબંધુ, કાકાકાકી સૌ-સ્વર્ગે સિધાવેલાં, બધાંને યાદ કરી કવયિત્રીએ અંજલિ અર્પી છે. મૃત્યુ પામેલી બે બહેનોય યાદ આવી જતાં કવયિત્રીને નયને અશ્રુધાર વહે છે. કાવ્યત્વની શ્રેષ્ઠતા અહીં ભલે સિદ્ધ ન થતી હોય પણ સ્વાનુભૂતિની સચ્ચાઈનો રણકો અવશ્ય જોવા મળે છે. - સૌ સુમતિવ્હન ભૂપતરાય મહેતાના મરણોત્તર કાવ્યસંગ્રહ ‘હૃદયઝરણાં'માં સર જોઈ ક્લાર્કનું, મૃત્યુ પહેલાંનું સુંદર વર્ણન કર્યું છે. એના વ્યાધિગ્રસ્ત મુખ પર અપૂર્વ શાંતિ છવાયાનું તેઓ કહે છે. આ યુગનાં પ્રધાન કવયિત્રી સુમતિવ્હનને અંજલિ આપતાં એ જ સમયનાં કવયિત્રી વિજયાલક્ષ્મી હ. ત્રિવેદીએ (1888 થી 1913) ઘરાળુ ભાવે સુમતિબ્બેનને અંજલિ આપી છે. “સ્વ. વિજયાલક્ષ્મીની કૃતિઓ' એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે. ભલે વહાલી ભલે છોડ્યાં દુઃખ દર્દી, ફ્લેશ સૌ તમે ગ્યાંને, અમારેય તમે : દીન જોડે ચાલવું નવી શૈલી કવિતામાં સાક્ષરે, શ્રી સુમતિ સાહિત્ય ઉપવને જાણે શોભતી કો સરસ્વતી 193 (“કાવ્યપંદિતા' 42) કવિ ખબરદારે “કાવ્યરસિકા'માં “મહારાણી વિજયાદેવીનો વૈકુંઠવાસ' નામનું રાણી વિક્ટોરિયાના અવસાન નિમિત્તે એમની બિરદાવલી ગાતું કાવ્ય લખ્યું. કવિ કહે છે. સૂર્ય અગાઉથી જ શોકગ્રસ્ત થઈ અસ્ત થઈ ગયો. વિધાતાને “વાંકો' કહી કવિએ રાણીની અતિશયોક્તિભર પ્રશંસા કરી છે. “રાષ્ટ્રિકા'માં કવિ ખબરદારે મિ. કે. ખુશરો નવરોજજી કાબરાજીના મૃત્યુની પ્રથમ પુણ્યતિથિએ રચ્યું. (254/1905) (પ્રથમ પુણ્યતિથિ) કેવળ લાગણીના અતિરેકને કારણે કાવ્ય અતિ સામાન્ય બન્યું છે. અહીં અંજલિ સાથે રાષ્ટ્રભાવ પણ ભળ્યો છે. “એ ગાંધી સંત સુજાણ'માં કવિ ખબરદારે મૃત્યુને મુઠ્ઠીમાં રાખી ફરતા ઓલિયાની સ્તુતિ કરી છે. ગાંધીજીએ મરીને જીવવાનો મંત્ર સૌનો આપ્યો હોવાનું કવિ કહે છે. એ જ રીતે “સ્વામી શ્રદ્ધાનંદના મૃત્યુને પણ કવિ “વીરમૃત્યુ' તરીકે નવાજે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust