SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 165 જમશેદજી નશરવાનજી પતીતે “ગુજરેલીમાય' નામનું એક સામાન્ય શ્રદ્ધાંજલિ કાવ્ય લખ્યું છે. કવિ પોતાની સદૂગત માને બેહસ્ત (સ્વર્ગ)માંથી પાછી બોલાવે છે. મા જીવતાં ત્યારે કદર કરી ન હતી. એનો તેઓ અફસોસ કરે છે. જો કે ગયેલી મા, કે કોઈપણ - પાછું આવવાનું નથી એ સત્ય સ્વીકારવું પડે છે. જગન્નાથ દામોદર ત્રિપાઠી એ (સાગરે) “પિતૃહૃદય' કાવ્યમાં પિતાને અંજલિ આપતાં પિતાના ગુણદર્શન કરાવ્યા છે. પિતાના પ્રયાણ કવિ-હયું સૂનું બન્યું છે. “નિવાપાં-જલિ” પણ પિતાની પુણ્યતિથિએ રચાયેલું અંજલિકાવ્ય છે. પિતા વિના પુત્ર નિરાધારીનો અનુભવ કરે છે. “મરણને નિવારી ન શકાય'? એવો પ્રશ્ન પણ કવિ હૈયે જાગે છે. પણ અંતે પિતા મૃત્યુ ન પામ્યાની, તેઓ અમર હોવાની સમાધાનવૃત્તિ કેળવે છે. “સ્વર્ગે વસેલા પ્રિય જનકને' કાવ્યમાં પણ “સાગરે' પિતાને અંજલિ આપી છે. કર્મયોગી પિતાની સાચી પિછાન થતાં કવિનાં નયનો અશ્રુ સારતાં નથી. પિતાની આત્મમૂર્તિ હંમેશાં સૂક્ષ્મ શરીરે સદા સદોદિત બની દર્શન આપે છે. “દીવાને સાગર' બીજા તબક્કામાં કવિ સાગરે ન્હાનાલાલય શૈલીમાં કલાપીને અંજલિ આપી છે. ચીતરનારની પીંછી આડે પાછા આંસુડાનાં પડ છે. આ હૃદયાર્પણમાં કદાચ કલાનું સૌંદર્ય ન હોય, પણ સંવેદનાની ઉખા તો ભરપૂર છે. “સનમ સરકાર છે' કલાપીને સાગરે આપેલી અંજલિ છે. કલાપીને મૂડીમાં મોત મળ્યું હોવાનું તેઓ કહે છે. પ્રેમનો નશો પી તેઓ હંમેશ માટે સૂઈ ગયાનું કવિ કહે છે. મિત્રના અવસાનને ખાળી નહિ શકવાથી પોતાની જાતને પાપી માનતા કવિ “સાગર” “જીવનભર' શું જિગર રડ્યા જ કરશે? એવો પ્રશ્ન પોતાની જાતને પૂછે છે. “ગુરુદેવને ચરણે'માં કલાપીને કવિ હૃદયવૈદ્ય, આત્મવૈદ્ય, પ્રેમશાસ્ત્રકાર તરીકે વંદી જાણે એમની આરતી ઉતારે છે. નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટે' નિવાપાંજલિ' નામનું કાવ્ય પોતાના ઓરમાન ભાઈ જીવનરામ પ્રભુરામના અવસાન નિમિત્તે રચ્યું (જન્મ સંવત 1921 મરણ સં. 1935). કિવિ આસોવદ ચૌદસને “ખરાબ દિવસ' કહે છે. ભાઈની સાવ ઝાંખી પણ મોહક આવૃત્તિ સદાય હૃદયમાં રમી રહેતી. કવિ ચિરાતે હૃદયે સજળ નયને પ્રેમ અને કર્તવ્યપૂર્ણ અશ્રુભીની અંજલિ આપે છે. કવિ લલિતે પણ કેટલાંક અંજલિકાવ્ય રચ્યાં છે. “અંગ્રેજ કવિ શેલિને' કાવ્યમાં કવિએ શેલિની શતાબ્દી સમયે આપેલી અંજલિ છે. લલિતે શેલિને કરુણરસના દેવ તરીકે બિરદાવ્યા છે. તો “રસકવિ કાંતના સહદર્શન'માં કવિ કાન્તને યાદ કરી કાન્ત કવિ પર કરેલા અનુગ્રહોને યાદ કરે છે. ટહૂકી ઘૂમતા લાડલીના કલાપીની કુંજમાં' કાવ્યમાં કવિ કલાપીને તેમજ કાન્ત બંનેને અંજલિ આપે છે. અશ્રુભીના રસર્ષિ કલાપીની સુકુમારતાને તેઓ વંદે છે. અશરીર ઊડતા એ બંનેના મૈત્રી અદ્વૈતને પણ કવિ વંદે છે. “અશ્રુકવિને કાવ્ય પણ કલાપીને અપાયેલી અંજલિ છે. “રાગ અને ત્યાગના એ કવિને અંજલિ આપતાં કવિ શૃંગાર તથા સૌદર્યના પરમ અભુત રસાત્મા તરીકે એમને બિરદાવે છે. તો “સદ્ગત દેવીનો સંવત્સર' કાવ્ય લલિતે રચ્યું પત્નીની મૃત્યુતિથિના સંદર્ભમાં, જેમાં સાથે સાથે અન્ય દિવંગત સ્વજનોને પણ કવિ શ્રદ્ધાંજલિ અર્પે છે. ભાઈશંકર કુબેરજી એ મોરબીના સ્વર્ગસ્થ મહારાજા શ્રી સર વાઘજી બહાદુરના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy