________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 227 વિલાતું, વિરમતું જણાય એ વાત કવિ “ઢળે દિન'માં કાવ્યમય ભાષામાં વ્યક્ત કરે છે. વિલીન જયમ શર્કરા મધુર ક્ષીરમાંહી થતી વસાય, દિનદ્વાર, રાત નિજ ખોલતી બારણાં” 138 અહીં દિન જીવનનું ને રાત્રિ મૃત્યુનું પ્રતીક બનીને આવે છે. જીવનનો દિવસ થાકીને સૂઈ જાય ત્યારે “ખીલી ઊઠતી નિશા જાગૃત'. - મૃત્યુને કવિ પ્રજારામ મુરઝાવાની નહિ, ખીલવાની પ્રક્રિયા કહે છે. જીવન કરતાંય વધુ જાગૃત, પ્રશાંત રાત્રિનો ઉદય થતાં, મૃત્યુ સમીપ આવતાં કવિ સૃષ્ટિનું કોક નવું જ રૂપ નીરખે છે. “નોળવેલ' કાવ્યમાં પણ એ જ દિવ્ય અનુભૂતિનો સંસ્પર્શ જોવા મળે છે. કવિની હૃદયગુહામાં કોક અમૃતમય તત્ત્વ નોળવેલ' બનીને બેઠું હોવાનો અનુભવ તેઓ કરે છે. આ અમૃતસ્ય પુત્રને જીવનની સમાપ્તિને અંતે અમૃત પીવાની ઇચ્છા છે. ૧૯૬૩માં પ્રજારામ “નાન્દી” લઈને આવે છે. પ્રજારામનાં કાવ્યોમાં પ્રતીકાત્મક રીતે સંધ્યાનો નિર્દેશ અવારનવાર આવે છે. “સંધ્યા નમે'માં સંધ્યાની અંતિમ અવસ્થા જીવનની અંતિમ અવસ્થાનું સૂચન બની રહે છે. સંધ્યા સમયે જેમ પેલું બાહ્યરૂપ પોઢી જાય છે, તેમ જીવન પૂરું થતા પણ બાહ્યરૂપ પોઢી જાય છે. ને આંતર-ચેતના પેલી પરમ ચેતના સાથે મળી જાય છે. શરીરના પાંચ મહાભૂતો બાહ્ય, વિરાટ, વિશાળ પંચમહાભૂતો સાથે મિલન સાધવા ઉત્સુક બને છે. “સુદૂરની આરતી'માં પણ પરમતત્ત્વના તેડાનો જ સંકેત છે. “અહો સમય'માં સમયના સરકવા સાથે થનારા મધુર મિલનની આનંદભેર કવિ વાત કરે છે. મૃત્યુ દ્વારા થતી જીવનસમાપ્તિ જ પરમ તત્ત્વ સાથેના મધુર મિલનની પળને વધુ નજીક લાવી શકે. પ્રજારામે વિવેકાનંદનાં કાવ્યોનો અનુવાદ કર્યો છે. “મા કાલીને ભયાનક મોતના આગમન સાથે સરખાવવામાં આવ્યું છે. મૃત્યુને મિત્ર બનાવનારને માના દર્શન થતાં હોવાનું કવિ કહે છે. તો સંન્યાસીને કવિ જીવન અને મરણના સાક્ષી તરીકે ઓળખાવે છે. એ વિમુક્તાત્માઓ કર્મ ખૂટતાં મુક્ત થઈ જાય છે. પુનરપિ જન્મ ધારણ કરતા નથી. પ્રજારામે શ્રી અરવિંદનાં કાવ્યોના અનુવાદ પણ કર્યા છે. “અજ્ઞાનમાં આત્મામાં આત્માને એની મૃત્યુ-વિમુક્તતા જાણી લેવાનો અનુરોધ કર્યો છે. કાલ, સમયથી પર બની અમર્યમાં પુનઃ સ્થિત થવાનું પણ એને સૂચન કરાયું છે. “રૂપાંતર'માં આત્માના લય સાથે અસ્તિત્વના ગૂંથાયેલા એકતારાની વાત કવિના અંગોમાં દિવ્યબળ ભરી દે છે. કવિ કહે છે પ્રાણ ધારી-શરીરને ઈશનું જ નિમિત્ત કારણ માનતા શ્રી અરવિંદને ક્યારેય ઇન્દ્રિયની સાંકળી જાળ નડી ન હતી. ‘દેવનું કર્મ'માં જીવન અને મૃત્યુના દ્વારો વચ્ચે અથડાતા માનવતી કરુણતા વ્યક્ત થઈ છે. માનવ જન્મના દૃઢ બંધન સોંસરો ઊતરી આત્મામાં મુક્તિની ઝંખના જગાડે છે. - કવિ સાલિક પોપટિયા રર૧૦/પરના રોજ (જન્મ 21/8/27) ઉદાસીથી નીતરતો કાવ્યસંગ્રહ “નયનધારા' આપે છે. “ચાર દિન”માં જીવનની ક્ષણભંગુરતા દ્વારા પરોક્ષ રીતે મૃત્યુની અનિવાર્યતાનો નિર્દેશ થયો છે. મૃત્યુને કોઈ જીતી ન શક્યાનું ય કવિ માને છે. ગયેલા આખરી શ્વાસો કોઈ પાછા લાવી શકતું નથી. એ વાસ્તવથી કવિ સભાન છે. દૂર પાનખરના આગમનની વાસ્તવિકતાનો પણ તેઓ સ્વીકાર કરે છે. તેમ છતાં આત્માની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust