SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 293 શાસ્ત્રજ્ઞ મૃત્યુની જન્મકુંડળી નથી માંડી શકતો. પણ આ સૃષ્ટિમાં કવિ એકજ એવો જ્ઞાતા છે કે એ મૃત્યુની જન્મકુંડળી માંડી શકે છે.” w જ પિતાને અંજલિ આપતું કાવ્ય “પૂર્ણબ્રમણ' (‘તારીખનું ઘર') અનુભૂતિની સચ્ચાઈને કારણે વધુ હૃદયસ્પર્શી બન્યું છે. ડૂમો ભરાયેલા ચિત્તમાંજ થીજીને ઠરી ગયેલાં અદશ્ય આંસુ વડે તેઓ પિતાનું શ્રાદ્ધ કરે છે. પ્રિયજનના અવસાન પછી માત્ર એણે લખેલા પ્રેમપત્રો મરેલાના સાન્નિધ્યનો કંઈક અનુભવ કરાવી શકે. સ્મૃતિની રઝળતી કબરસમાં એકએક પરબીડિયામાંથી ટપકતી વેદનાને “થોડાંક સપનાં અઢળક ભ્રમણામાં કવિએ વાચા આપી છે. કવિનો અતિપ્રિય દોસ્ત જગદીશ અવસાન પામે છે, ત્યારે એમનું હૈયું હચમચી ઊઠે છે. ને “પ્રિય દોસ્ત જગદીશને, માણસ ભૂખ્યા માણસને' કાવ્યનું સર્જન થઈ જાય છે. બીજમાંથી ફૂટેલી એ ડાળને અકાળે કાપી નાખનાર મૃત્યુ પ્રત્યે કવિને રોષ ચડે છે. લાગણીની લીલીછમ વાડીને એ મૃત્યુ એકજ ઝાટકે વેડી નાખશે એની કોઈનેય ખબર ન હતી. ને પછી ખોબામાં રહે છે, માત્ર નહિ સારેલાં આંસુ, ને હોઠ પર નહીં પાડેલી ચીસ. “મહાપ્રસ્થાન' કાવ્યમાં પણ આમ તો ચાલ્યા વિના ચાલી ગયેલા મિત્રને ચિતામાં પોઢાડી દીધાની પળ વખતના સ્ટેજ હલી ગયેલાં આંસુનો નિર્દેશ છે. કાનમાં મૃત મિત્રના અવાજના આંદોલન ઉભરાય છે. જીવંત વ્યક્તિનો અવાજ જુકો લાગે એટલો બધો પેલા મરણ પામેલા સ્વજનનો અવાજ સાચુકલો લાગે છે ને છતાં એ મૃત્યુ પામ્યો છે, એ હળાહળ સત્ય છે. તેથી તો મરેલા માણસનો અવાજ સાંભળીને જીવતા રહેવાની ક્રિયા કાખઘોડી લઈને હિમાલય ચઢવા જેવી દુષ્કર છે. માણસે સંવેદના ગુમાવી છે, પણ ઈશ્વરે નહિ. “ઈશ્વર હવે વેઈટીંગરૂમમાં'માં કોઈના અકાળે થતા અવસાન સમયે ઈશ્વર કેવો ઉદાસ થઈ જાય છે. એ સરસ બતાવ્યું છે. કાચા ફળની જેમ જયારે કોઈક જીવન ટપકી પડે છે, ત્યારે ઈશ્વર ઉદાસ થઈ જાય છે. એકએક કૂલમાં, જન્મતાં પહેલાં મૃત્યુ પામેલા પોતાના બાળકનો ચહેરો શોધતી ને પોતાના ઉદરસ્થ બાળકની સુગંધ વિધાતા પાસે પાછી માગતી, મા નહિ બનેલી એક સ્ત્રીની વેદના વ્યક્ત કરતાં સુરેશ દલાલ લખે છે. “ખાલી આ કૂખમાં ફરકે છે કોણ ઓરતાની આંખડીઓ રડતી પારણે અવાવરુ કૂવા ભર્યા પૂછો મોતને કરુણ કેવી જિંદગી” ? " ઉદરમાંજ મૃત્યુ પામેલા બાળકની માનો વલોપાત જિંદગી કરતાં મોતને વધુ સારું ગણે છે. સુરેશ દલાલના કાવ્યસંગ્રહ “વિસંગતિને હરીન્દ્ર દવે સંબંધોની કવિતા તરીકે ઓળખાવે છે. સ્મરણના બહુવિધ રંગોમાં “ગુલમહોરી રંગથી માંડી મૃત્યુ પામતા મનુષ્યના નખ જેવો સ્મરણનો “રાખોડી રંગ” પણ કાવ્યનાયક જોઈ શકે છે. શબ પર ફૂલ મૂકીએ છીએ એ પહેલાં હૃદયમાં પથ્થર મૂકવો પડે છે.” ....મૃત પદાર્થ પર પુષ્પ જેવી જીવત મહોરતી ચીજ મુકાય છે. જીવંત હૃદય પર જડ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy