SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 292 તેઓ વિચારે છે કે, પોતાના જવાથી આ વિધુરને શું અને કેવું સહેવું પડશે, એનો વિચાર ન આવ્યો ?' - પ્રિયકાંત મણિયાર ખીલા' કાવ્યમાં (‘પ્રતીક') મકાનો બાંધવા તૈયાર કરેલા ખીલા ને જોઈ ઈસુના વધનું સાધન ખીલા બન્યા હતા એ યાદે વ્યથિત થયેલા. “કૌચનો વધ” કરનાર શિકારીને પેલા પ્રેમમગ્ન ક્રૌચ યુગલમાંના એકને વધતા બાકી રહેલાની આર્તચીસ વારંવાર સંભળાયા કરે છે. “જલાશયમાં સ્વજનમૃત્યુનો સંદર્ભ ગૂંથાયો છે. જળાશય આવે એટલે વળાવવા જનારે પાછા વળી જવાનું હોય છે. નનામી આગળ ચાલે છે ને પ્રિય સ્વજનની આંખ છલકી ઊઠે છે. સાથે તો જઈ શકાતું નથી. આંસુ વહાવ્યા સિવાય કરી પણ શું શકાય? મૃત્યુ પામતા પુષ્પને, બાળને મૃત્યુ પાસેથી પાછું મેળવવાની ઝંખના “ફૂલ” કાવ્યમાં વ્યક્ત થઈ છે. પણ વિલયની પળ તો આવી પહોંચે છે. “મૃત્યપળ” “વિલંબ શબ્દને ઓળખતી નથી. કઈ મા પોતાના જ હાથમાં, પોતાના બાળકને મૃત્યુ પામતું જોઈ શકે ? તો “આઝંદમાં એક પંખીબાળના અવસાનની મુલાયમ રીતે કવિએ વાત કરી છે. પવનનો ભયાનક સૂસવાટો આવતાં પંખી ઢળી પડે છે. માથી વિખૂટું પડી જાય છે ને ઓચિંતી હિમશિલા તૂટી પડે છે. , “અનંત શ્વેત ભાર તળે એક ચગદાયો મૃદુ લઘુ આકાર” 13 ને વ્યાકુલ મા તીવ્ર આનંદ કરી ઊઠે છે. મારી | ગીતાબહેન પરીખ આમ તો મૃત્યુને મંગલ માને છે. પણ અંગત સ્વજનનું મૃત્યુ તો ભલભલાને વ્યથિત કરી દેતું હોય છે. “બા તું ગઈ ને” તથા “મૃત્યુદંગલ'નું કાવ્યપંચક ગીતાબહેનનાં મા તથા પિતાના અવસાને પ્રેરેલી રચનાઓ છે. “મૃત્યુમંગલ કરુણપ્રશસ્તિ જેવો ઘાટ લઈને આવે છે. સ્વજનમૃત્યુના આઘાતે ભડકે બળતું ભીતર સુંદર ગીતો શું ગાઈ શકે ? “ભીતર' કાવ્યમાં ભડકે બળતા ભીતરનો વલોપાત છે. સ્વજનમૃત્યુએ મચાવેલા ખળભળાટને કોઈ એકાદ બોલ શાંત કરી શકે તેમ નથી. મૃત્યુનો કોઈ વિકલ્પ નથી. ગીતાબહેને માના મૃત્યુ અંગે બે અને પિતાના મૃત્યુ નિમિત્તે પાંચ મંગલમૃત્યુ' કાવ્યો લખેલા છે. “વજ જેવા દેખાતા પિતાજીનું ઉર પણ બા જતાં ધ્રૂજી ઊઠે છે. (“બા તું ગઈ ને) ને અશ્રુધારે વહે છે. ૧૭/૪/૭૧ના રોજ થયેલ પિતાના મૃત્યુ પર કવયિત્રી “મૃત્યુમંગલ' નામનું કાવ્યપંચક રચે છે. હવે મૃત્યુને મંગલરૂપે સ્વીકાર્યું હોવા છતાં ક્યારેક પાછું હૈયું દ્રવી ઊઠે છે. ગયા. બસ.... ગયા'? માં લાગણીનો સામાન્ય ઉદ્રક જોવા મળે છે. છત્ર જતાં છત પાંખી થઈ જાય છે. ને જીવવું દોહ્યલું બને છે. પિતાએ લીધેલી અંતિમ વિદાયની વેદનાની ઓસરતી તીક્ષ્ણતાનો નિર્દેશ “હવે તો લહું”માં થયો છે. પિતાનો એ પ્રસન્ન ચહેરો હવે કદી નિરખવા નહિ મળે એવો વિચાર ક્ષણભર થથરાવી દે છે. - સુરેશ દલાલને કવિતા દ્વારા પ્રગટ થતા, ભાર વિનાના તત્ત્વજ્ઞાનમાં રસ છે. સુરેશ દલાલે મૃત્યુને પોતાની કલમની નજાકતથી પુષ્પ શું કોમળ બનાવીને આપણી સમક્ષ મૂકી આપ્યું છે. મરણના વિચારને તેઓ જીવનનો જ અંશ ગણે છે. જો કે મરણના વિચારનું એમને વળગણ નથી. સુરેશ દલાલની કવિતાના સંદર્ભમાં અનિલ જોશી લખે છે. “કોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy