________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 291 તંદ્રા-૧) છતાં વતનની દિશામાં ઊપડતી ગાડીને જતાં કવિ સ્મરણપ્રદેશે પહોંચી જાય છે “અલ્યો સૌ આવ્યા કે” ? ' માના શબ્દોનો ભાસ થાય છે. “તંદ્રા-૨'માં છોકરાંઓને દૂરથી સાદ કરી વાળ માટે બોલાવતી મા યાદ આવી ગઈ છે, ચૂલે વળીને દીવાટાણે બધા બેઠા હોય, ત્યારે કોરેલ ગરબાની વચ્ચે શોભતી દીવી જેવી મા કુટુંબ વચ્ચે શોભતી. સ્મરણને મેળે પહોંચી ગયેલું કવિનું મન તથા હૈયું મૃત જનનીને રગેરગે અનુભવે છે. “જૂના ચહેરા જાગે” (“વીથિકા)માં સ્મશાનમાંથી જાગી ઊઠતી રજષે સદ્ગતનાં સ્મરણો ઊખળે છે. કોઈક ગમગીન સ્મરણ કરુણરૂપે તાકી રહે છે. તો કોઈક વળી આડા ફરી જઈ પોતાની વ્યથા છુપાવતાં નયનજલને સંતાડે છે. “આંખમાં હશે આંસુ” (“રૂપના લય)માં સ્વમૃત્યુકલ્પના કરતો કાવ્યનાયક પત્નીની ઉજ્જડ આંખે ચોમાસું નીતરશે, ત્યારે પોતે તો હશે નહિ, એવો વિચાર કરે છે. એની ગમગીનીને એની બાળકી પણ જોઈને આશ્ચર્ય પામશે. પતિ વિનાનું જીવન પત્નીને નિરર્થક લાગે છે. જયંત પાઠક પણ “વતનથી વિદાય થતાં'માં સદ્દગત માનાં સ્મરણોને વાચા આપે છે. (‘અનુનય') જીવ ને તો આગળ જ જવાનું, હદ પૂરી થયે શ્વાન પણ પાછાં ફરશે, શિશુત્વ યાદ આવી જાય છે. “ક્યાં છે ?માં પણ વતનની સીમને શોધતો કવિ મૃત માને યાદ કરી . લે છે. “અંધારાની કાળી ગાયને દોહતી મા હવે નથી જડતી' એક વારનું ઘર' કાવ્ય પણ આમ તો વતનની યાદનું. કવિ ઉશનસની જેમ જયંત પાઠક માટે પણ વતન અને બા એકમેકના પર્યાય છે. સદ્ગત સ્વજનોનાં ઊખળતાં સ્મરણોમાં સરકી ગયેલા સમયનોય નિર્દેશ છે. “પિતાજીની શ્રાદ્ધતિથિએમાં કવિને સાંભરેલા શૈશવનો કરણસંદર્ભ (મૃગયા') વણાયો છે. દસેક વર્ષના બાળકની આછી આછી સ્મૃતિ સળવળે છે. પિતાને “પરસાળમાં જોયેલા, છેલવેલા ભોયે લીધેલા’ રામનામ બોલાય છે. દીવો હોલાય છે. આંખો દદડે છે. બસ આટલી સ્મૃતિનું આજે શ્રાદ્ધ. “મનામણુંમાં (“મૃગયા') સદ્ગત પતિની સ્મૃતિએ ઝૂરતી પત્નીની મનોવ્યથા પ્રગટ થઈ છે. જનારે તો મમતા મેલી દીધી ને ચાલી નીકળ્યા. હવે મનામણાં શી રીતે કરાય? પણ અહીં રહેનાર વિરલે ઝૂરે છે. ને સુક્કી ડાળે વળગેલા પાનની જેમ ખર્યા કરે છે. ડાબી આંખ ફરકે, મોભે કાગડો બોલે ને છતાં પ્રિયતમ ન આવે. પ્રેમની વર્ષાઋતુમાં તો એ ખાસ કાલાવાલા કરે છે. મૃત્યુજન્ય વિરહને લીધે જન્મેલો વિપ્રલંભશૃંગાર અંતે કરુણને જ વ્યક્ત કરે છે. કે ઈશ્વરચંદ્ર ભટ્ટ “વિકલ જનની' કાવ્યમાં પિતા સ્વર્ગે સિધાવતાં, ને ભાઈઓ ધંધાર્થે અળગા થઈ જતાં એકાકી બનેલાં માની વિરહવ્યથા વ્યક્ત કરે છે. વિકલ જનનીનું સંધ્યા સમયનું મૌન કવિ ચિત્તને હલાવી નાખે છે. (‘પર્ણરવ') “ફૂલખવું'માં બાળકના મૃત્યુનો પ્રતીકાત્મક રીતે નિર્દેશ થયો છે. “મધુર્યાદમાં કવિ ઈશ્વરચંદ્ર ભટ્ટે તેમનાં ધર્મપત્ની સૌદામીના મરણ બાદ એમના વિશે લખાયેલાં ચાલીસ સૉનેટ ગ્રંથસ્થ ર્યા છે. મકરંદ દવેને “મધુસંદ’માં પર્ણરવની લીલી રાત્રીમાં પ્રાણની લહેરી, આનંદનાં મધુફળ ઝુલાવતી, નવાં નવાં નક્ષત્રો ઊઘાડતી દેખાઈ છે. પત્ની એલી મહાપ્રવાસે ચાલી ગઈ. એનો કવિને રંજ છે. જે પંચભૂતે ગઈ ઓગળી તું તે પંચભૂતે રમમાણ હું છું” રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust