________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 287 તીવ્ર અનુભૂતિ જોવા મળે છે. હરીન્દ્રની ગઝલો અને અછાંદસ રચનાઓમાં આ સંપ્રજ્ઞતા અને તજ્જન્ય વેદના પ્રતીત થાય છે.” 30 “સુરેશ દલાલ (૧૧/૧૦/૧૯૩૨)ના સર્જનમાં આંતરિક અનુભૂતિ અને બાહ્ય પરિબળો બંને તેમને પ્રેરણારૂપ બનેલ છે. આથી જેમ અંગત સંવેદનો તેમ આસપાસની દુનિયા પણ તેમની કવિતામાં ઊતરે છે.” 31 સુરેશ વારંવાર મૌનનો મહિમા કાવ્યમાં વર્ણવ્યો છે. કોયલની છાતીમાં શબ્દના માળા’ને એમણે જોયો છે. શબ્દની પાછળ રહેલ “હોઠ' અને “હોઠની પાછળની “ચીસ'ની તેમને જાણ છે. તેમ છતાં તેમની સમાભિમુખતા ઘણીવાર કવિતામાં વાણીનો ફુવારો ઊડાડે છે. આધુનિક માનવીની વેદના અને યંત્રસંસ્કૃતિના ઠાઠ તેમની કવિતામાં નિબંધપણે મુખરિત થાય છે.” “આ અરસાના બીજા નોંધપાત્ર કવિઓમાં પ્રથમ ઉલ્લેખપાત્ર પિનાકિન ઠાકોર (1916) છે. અધ્યાત્મ ને સૌંદર્યની ગૂઢ અનુભૂતિ દર્શાવતાં લયમધુર ગીતો એ તેમની વિશેષતા છે.” 32 - “હેમંત દેસાઈએ પ્રણય અને પ્રકૃતિની કવિતા લખી છે. તેમાં સુંદરમ્, ઉમાશંકર, પ્રહલાદ, રાજેન્દ્ર આદિનો પ્રભાવ વરતાય છે.” 33 મકરંદની કવિતામાં શબ્દના ઊંડાણ ને મૌનનો મર્મ દશાર્વતી અભિવ્યક્તિ છે.... તેમની કવિતા ગેરવા રંગનાં કલ્પનો ઊડાડતી આગળ વધે છે. એ પ્રતીકો જૂની પરંપરાનાં છે.... સુગેય ઢાળ, ચમત્કારક લય અને તળપદા રૂપકો દ્વારા જીવનના મર્મ ખોલતી આ કવિતા આધુનિક સાથે જૂના પ્રવાહનું અર્થપૂર્ણ સાતત્ય સાધી આપે છે.” 34 અનુગાંધીયુગમાં મૃત્યુ કરુણરૂપે અનુગાંધીયુગમાં સ્વકીય વિત્તથી સમકાલીનોથી જુદા પડતા કવિ હરિશ્ચંદ્ર ભટ્ટે છેક ૧૯૨૫માં કવિતા લખવાનું શરૂ કરેલું. પરંતુ એનો તેજસ્વી ઝબકાર ચાલીસ પછી જોવા મળે છે. ઉમાશંકરે એમનો મરણોત્તર કાવ્યસંગ્રહ “સ્વપ્નપ્રયાણ” સંપાદિત કરી પ્રગટ કર્યો. નિર્દોષ ને નિર્મળ આંખ તારી' કવિની બહેનના અકાળે થયેલા અવસાનના આધાતનું કાવ્ય છે. અહીં શબ્દ શબ્દ કરુણ ટપકે છે. જીવનચુંદડી હજુ એ પહેરે ન પહેરે ત્યાં એણે એનો શૃંગાર ચિતામાં પૂરો કર્યો, કવિ કાળ તેમજ નિયતિ સામે આક્રોશ વ્યક્ત કરે છે, ને પછી માનવની પામરતાનો ય સ્વીકાર કરે છે. “રાઈનર મારિયા રિલ્કને' છે તો અંજલિકાવ્ય. પણ કરુણરસથી નીતરતું કાવ્ય છે આ, જર્મન ભાષાના આ પ્રસિદ્ધ કવિ (૧૮૭૫-૧૯૨૬)ના મૃત્યુ માટે ગુલાબનો કાંટો નિમિત્ત બને છે. પુષ્પપ્રેમી કવિ માટે પુષ્પનો કાંટો જ મૃત્યુનું નિમિત્ત બને છે. વસંત'માં અકાળે અવસાન પામેલાં સ્વજનોની તીવ્ર સ્મૃતિ શબ્દબદ્ધ બની છે. કવિના બનેવી પશુપતિ ન. ભટ્ટનું મૃત્યુ ફાગણવદ પાંચમે થયું હતું. કવિના બહેનનું વસંતપંચમીએ, ને પિતાજીનું ફાગણ સુદ આઠમે થયેલું. તેથી શિશિરના શીતને કવિ હરિશ્ચંદ્ર “મૃત્યુ' સાથે સરખાવે છે. પરશુરામ સમા બનેવીને અંજલિ અર્પતાં કવિ સદ્ગતની વિદ્વત્તાને બિરદાવે છે. “હોલિકા પર્વણી પહેલાં . અમારાં ઋત ઓસર્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust