________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 123 ન હોવા છતાં એ “મૃત્યુગાન' કવિને ગમે તો છે જ એને પરિણામે સર્જાતાં કવિ કવિ પાછા દોસ્ત અવસાનને “અવસાન' કાવ્યમાં સમર્પિત કરે છે. હૃદયવીણા' પછી અઢાર વર્ષે નૂપુરઝંકાર' બહાર પડે છે. અહીં પણ અવારનવાર મૃત્યુનો સંદર્ભ કવિ ગૂંથી આપે છે. પ્રકૃતિ તરફનું વલણ પણ બદલાયું છે. “મૃત્યુને પ્રાર્થના'માં કવિ મોતને ઘડીભર થોભી જવા વિનવે છે. કારણ હજુ તો એમનાં અરમાનો અને ગાન અધૂરાં છે. કવિ ટેનિસનના ‘ટેરર ઑફ ડેથ' નામના અનુવાદ કાવ્ય (“ગોલ્ડન ટ્રેઝરી') “મરણનો ભય'માં કવિની લેખિની પરિપક્વ ગ્રંથની રચના કરે એ પહેલાં મૃત્યુ આવી પહોંચવાની કવિની ભીતિ પ્રકટ થાય છે. બીજું બધું તો ઠીક પણ મૃત્યુ આવી પહોંચશે તો પછી સૃષ્ટિસૌદર્ય તથા પ્રેમના પારાવારનો રસ ચાખવા નહિ મળે. મારી કોરેલીની છેલ્લી નવલકથા “લાઈફ એવર લાસ્ટીંગ' વાંચ્યા પછી એક મિત્રની સૂચના પરથી રચાયેલા “મૃત્યુનું મરણ” નામના પ્રેરિત કાવ્યમાં સ્વસ્થ ચિત્તની પરમ શાંતિની પરમજ્ઞાનની પળોનો આવિષ્કાર જોવા મળે છે. અહીં શરૂમાં મૃત્યુની દુર્જયતા બતાવનારા વિચારો છે. પછી એનો ઉત્તર આપતાં અજ્ઞાન દૂર થતાં ને જ્ઞાન પ્રકટતાં કવિ મૃત્યુના નાશ'ની વાત કરે છે. વ્યર્થ ભયને કારણે અત્યાર સુધી મૃત્યુની ભયાનક મૂર્તિ રણ્યાનું કવિ કબૂલે છે. અમરપણું એ વ્યાપક સ્વરૂપ હોવાની પ્રતીતિ થાય છે. જીવનબેટને પરજીવન સાથે જોડનાર તત્ત્વ “મૃત્યુ' હોવાનું સમજાય છે. પણ આમ કહ્યા પછી તરત કવિ પાછા કરાલ કાળના પ્રહારની વાત કરે છે. માના મોં સામે જોઈ કાલું હાસ્ય કરતા શિશુને કરાળ કાળ ઝડપી લેશે. આશ્લેષમાં રમતાં પ્રેમીઓ પળવારમાં કરાળ મૃત્યુનો કોળિયો બની જશે જગમાં અનિવાર રમતા મૃત્યુને કોઈની દયા નથી. મૃત્યુનો વધ કરવા કોણ સમર્થ છે? એમ કહ્યા પછી તરત કવિ કહે છે “અજ્ઞાનતિમિર ચાલ્યું જતાં મૃત્યુ મરી જાય છે. ને ત્યારે જીવન પરજીવન બેય એકજ સરિતના વ્હેણ સમ ભાસે છે. “કિસા ગોતમી’ બૌદ્ધકથાને કેન્દ્રમાં રાખી લખાયેલા “મૃત્યુની અનિવાર્યતામાં ખૂબ નજાતથી તળપદી, નાજુક મધુર સંવેદના છલકાઈ છે. બાળકના મૃત્યુ સમયનો પ્રસંગ અને પળ ખૂબ જ નાજુક હોવા છતાં વેધક રીતે કવિ નિરૂપે છે. 1 “અધર પુટના બન્યથી મુજ સ્તન તર્યું વળી તે ક્ષણે” દ્ર' (‘હૃદયવીણા' પૃ. 67) મૃત્યુની અનિવાર્યતાને કવિ “દિવ્ય કટુ અમૃત' તરીકે ઓળખાવે છે. “જીવન' કાવ્યમાં જીવનમરણના અવિરત ક્રમપ્રવાહને પ્રકૃતિના સંદર્ભ દ્વારા કવિ વ્યક્ત કરે છે. જૂના પરપોટાનો ભંગ થાય છે, ને નવા રંગીન પરપોટા જન્મે છે. ને ફીણભરી છોળ પ્રગટાવે છે. અવસાન નિમિત્તે અવસાન ખુદ અશ્રુ સારે એવી અપેક્ષા મૃત્યુ સાથેની મિત્રતાનું સૂચક સ્મરણસંહિતા' કાવ્ય કવિની તીવ્રતમ સંવેદનામાંથી ટપકેલું છે. મૃત્યચિંતન પણ ઘેરી સ્વાનુભૂતિનો જ પરિપાક છે. જે, તર્કવાદના વાદથી સીધી રીતે સધાતું નથી, તે મૃત્યુ અને દુઃખના અનુભવો સાધી આપે છે. તેથી જ પ્લેટો તત્ત્વજ્ઞાનને (Meditation of Death) કહે છે. મૃત્યુને કવિ સળંગ ધારાવાહિક જીવન વચ્ચેનો પરદો માને છે. આત્માની અમરતામાં એમને શ્રદ્ધા હોવાથી સર્વ જગ્યાએ મૃત પુત્ર નલિનકાન્તને ઉપસ્થિત જોઈને