________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 122 રોકી શકતું નથી. મૃત્યુ વિષે કવિ અહીં નિષેધાત્મક રીતે વિચારે છે. જીવનવારિની આ નાનકડી ઘેર જોતજોતામાં વહી જશે. ને એકાએક ચમચમ કરતી મૃત્યુસોટી વાગશે. ‘વિરાગ' વિભાગના વૃદ્ધા' કાવ્યમાં સ્પષ્ટપણે મૃત્યુનું આલેખન નથી. પણ ધીમે ધીમે આવી રહેલા મૃત્યુનો અણસાર જોતાં વૃદ્ધાની મનોદશા વર્ણવી છે. “જન્મને આરેથી નીકળી આવ્યો મૃત્યુકિનારે' જોતજોતામાં માનવ જન્મને કિનારેથી મૃત્યુકિનારે આવી પહોચે છે. મૃત્યુનો સોટો વાગતાં હબકી ધ્રૂજી જતા માનવનું વર્ણન “અવસાન' કાવ્યમાં કર્યું છે. જન્મથી સાથ નિભાવનાર દેહને ત્યજ્વો પડશે. કાળના બળબળતા ચક્રમાં ચગદાવું પડશે. ઘોર વેરાનમાં એકલા ચિરકાળ સુધી ફરવું પડશે. મૃત્યુ-સમયની ક્ષણની પરિસ્થિતિની કલ્પના કરતાં કવિ કહે છે, મૃત્યુષણ આવતાં ચારે બાજુ અંધારું અંધારું લાગશે, છાતીમાં બળતરા થશે. કાળ માનવને અંતે દળી નાખશે ને પછી ચાળશે. પહેલેથી નહી ચેતનારાને કવિ જાણે અહીં ચીમકી આપે છે. મરણ પછીનું સ્થાન પણ સૌનું નક્કી જ હશે. સાથે રાખ પણ નહિ આવે. ખાલી હાથે જ જવાનું. “અસારતા' કાવ્યમાં કવિ સંસારની અસારતા તથા માથે ગાજ્યા કરતા મરણ તરફ ધ્યાન દોરે છે. અંતઃકરણને જ “યમ” તરીકે ગણાવતા આ કવિ બહારના કરતાં અંદરના યમથી વધારે ગભરાવાનું કહે છે. “કુસુમાંજલિ' કાવ્યસંગ્રહમાં કવિ ભીમરાવે સને ૧૮૮૫ના મે મહિનાની ૭મીને ગુરુવારે વડોદરાના મહારાજા સયાજીરાવનાં ધર્મપત્ની મહારાણી ચમનાબાઈના અકાળે થયેલા અવસાન નિમિત્તે “સ્મરણચિહુન' નામનું શ્રદ્ધાંજલિ કાવ્ય લખ્યું છે. આ કાવ્યને સત્યેન્દ્ર ભીમરાવે શોકપૂર્ણ પણ મધુર કાવ્ય તરીકે ઓળખાવ્યું છે. ચંદ્રની બીજરેખા સહેજ પ્રકાશી ગયાનું કવિ વર્ણવે છે. એક ફૂલ ખીલે, ને બીજું કોઈ સૂએ, કોઈ જાગૃત થાય, કોઈક હસે ને કોઈક રડે, અસ્તોદયના આ નિયમ કળી શકાતા નથી. ૧૮૮૭માં નરસિંહરાવના “કુસુમમાળા' કાવ્યસંગ્રહ સાથે અર્વાચીન ગુજરાતી કવિતામાં એક નવો ઉન્મેષ પ્રગટ થાય છે. “કાળચક્ર' કાવ્યને અંતે કાળના સપાટામાં ચૂરો થતા માનવની નષ્ટપ્રાયતા કવિએ વર્ણવી છે. માનવની પામરતાનો નિર્દેશ કરતાં કવિ, આ વિશાળ સિંધુસમા જનસમુદાયમાં માનવને એક બુદ્ધદૂ સમાન ગણાવે છે. “આશાપંખી' કાવ્યમાં મૃત્યુને રાક્ષસ તરીકે ઓળખાવતાં કવિ મૃત્યુની પેલે પાર ગયા પછી આનંદ જ આનંદ હોવાનું માને છે. ને તેથી જ ત્યાં સુધી પેલા આશાપંખીને ધીરજ ધરવાનું તેઓ કહે છે. “વિધવાનો વિલાપ'માં વિધવા નારી જમને ઉદ્દેશી પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. મોત ઘડ્યું તો ભલે ઘડ્યું પણ તરુણને શિરે એ કેમ વહેલું આવે ? પોતાની દીકરી માટે કદી ન મરે એવો વર શોધવાની તરંગી કલ્પના એની વેદનાજન્ય અભિવ્યક્તિ છે. ૧૮૯૬માં પ્રગટ થયેલ “હૃદયવીણાનાં કાવ્યોમાં નરસિંહરાવે વિવિધ સંદર્ભે મૃત્યચિંતન પ્રગટ કર્યું છે. મૃત્યુની ઘેરી છાયાએ એમના પહેલાના ઉત્સાહને ક્ષીણ કરી નાખ્યો હતો. રમણીય પ્રકૃતિતત્ત્વોય પછી તો એમને શોકનું ગંભીર ગાન સંભળાવતાં હોય એમ લાગતું હતું. “જળધોધમાંથી પણ કવિને શોકઘેરો ઊંડો પ્રતિધ્વનિ સંભળાય છે. “તિમિરનું ગાન'માં માતાપિતા વિના ટળવળતા અનાથ શિશુની અવદશાનું ચિત્ર કવિ આપે છે. પણ પછી હૃદયની સ્વસ્થતા અને જ્ઞાનદષ્ટિ મૃત્યુને કવિનો મિત્ર બનાવી દે છે. હવે અવસાનનો નાદ એમના હૃદયકુંજમાં પ્રવેશી અલૌકિક કૂજન કરે છે. એ રહસ્યમય કૂજન કવિ કળી શકતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust