________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 121 “હું દેખું વિશ્વમાં રાખ હું દેખું વિશ્વને ખાખ” (“લીલાવતી જીવનકલા' પૃ.૧૪૬) પ્રકૃતિવિકૃતિ ભેગા મળી ઘડીક આ શરીર ધારણ કરે છે. ને પછી કારણકાયા શમી જાય છે. મલકાતી લીલાવતી જાણે “આ જ પરલોક” કહેતી ઊભી દેખાય છે. પુત્રી પિતાને આત્મદષ્ટિએ પોતાને જોવા વિનવે છે. “નહિ હું પુત્રી તમે નહીં તાત” ભવસાગરમાં અટવાતા પિતાની મૂંઝવણનું સુકાન પુત્રી ઝાલીને બેઠી છે. એ નયનની કીકીમાહીં કવિ પરલોકને નિહાળે છે. ને આનંદ-પારાવાર અનુભવે છે. પિતાએ દીકરીનું જીવનમરણ સંન્યાસી બનીને જોયું. ઇન્દ્રજીતવધ'માં કવિ દોલતરામ પંડ્યા ઇન્દ્રજીતનું વર્ણન કરતાં કહે છે, ઈન્દ્રજીત એમ માને છે કે એકવાર મરવાનું જ છે, તો રણમાં મૃત્યુ પામવું એ તો અતિઉત્તમ છે. ઇન્દ્રજીત બડાઈ મારતાં એટલે સુધી કહે છે કે અતિ કોમળ રામ પોતાના યમદંડસમા શરને જીરવી નહિ શકે, રામ જાણે સૂતેલા યમને જગાડી સામેથી મોત માગે છે, એવું એ માને છે ને ધારો કે રણાંગણમાં પોતાનું મૃત્યુ થાય તો એનાથી વળી રૂડું શું? તો રાણી મંદોદરી પુત્ર યમરાજ સાથે બાથભીડી છે એ જાણવા છતાં માનું હૈયું તો આશીર્વાદ જ આપે છે. મંદોદરી સીતાને સમજાવવાનો પ્રયાસ કરતાં કહે છે “મરણ રાધવનેય મૂકશે નહિ તેથી રામને મરણમાંથી બચાવવા માટે પણ રાવણ સાથે પરણવાનો અનુરોધ એ કરે છે. અઢારમા સર્ગમાં ફરી મંદોદરી એ જ વાત કરીને સીતાને વધુ સમજાવવા યત્ન કરે છે. “સૌ કાળના વશમાં હોમાય છે કોઈ અમર અને અનંત નથી. જન્મ અને મરણનું ચક્ર અભેદ્ય છે.” પણ સીતાને તો પરમનિધાન પતિમાં, રામમાં અખૂટ શ્રદ્ધા છે. રામને અખંડ, અભેદ્ય ને વિકટ યમરાયના અંત તરીકે તેઓ પ્રમાણે છે. મરણથી પર પૂરણ બ્રહ્મ” 80 (પૃ. 99 “ઇન્દ્રજીતવધ') રામ મરણથી પર છે એટલું જ નહિ એતો કાળનો કાળ છે એ વાતમાં સીતાને અતૂટ શ્રદ્ધા છે. રામ પ્રત્યે અપાર સ્નેહભાવ દર્શાવતા વાનરો “મૃત્યુને વિરહ કરતાં વધુ શુભ ગણે છે. એ વાતનો ઉલ્લેખ ત્રેવીસમાં સર્ગમાં થયો છે. દોલતરામ કવિએ “સુમનગુચ્છ' (ઈ. સ. 1899 સં. 1955) રચ્યું જેમાં સીધું જ મૃત્યચિંતન છે. “મોહ' નામના કાવ્યમાં કવિ મરણનું ઋણ ઉતારવાની અનિવાર્યતાનો નિર્દેશ કરે છે. અખૂટ ધનધાન્યનો સંગ્રહ કરી ઇન્દ્ર જેવો વૈભવ ભેગો કરી વટમાં ફરતો માનવી મરણનો દેવાદાર છે. મરણને પૈસા વડે ખરીદી, કે હંફાવી શકાતું નથી કે એને લાંચ આપી શકાતી નથી. “મરણને નહિ દ્રવ્ય મૂંળું કરે” અભિમાની માનવને કવિ મૃત્યુનું કરાલદર્શન કરાવે છે. આગળના પ્રદેશમાં, મૃત્યુ પછીની યાત્રા તો એકલા જ કરવાની છે. તો “મૃત્યુ' કાવ્યમાં તો ખૂબ જ સ્પષ્ટપણે સીધું જ મૃત્યચિંતન વ્યક્ત થયું છે. કવિ કહે છે જોતજોતામાં આ કાયાનો ઘડો ફૂટી જવાનો, જંતરનું તંતર તૂટી જશે, તો પછી આ બધી ઝંઝટ શાને? કવિ કહે છે “અંતે કાયાનો શાશ્વત વિયોગ થવાનો જ હોય તો પછી એની માયા શાને? સૃષ્ટિની સર્વ ઔષધિઓ ભેગી કરવામાં આવે, જ્યોતિષી પાસે મંત્રજાપ કરાવવામાં આવે, તોય મૃત્યુનો કોઈ વિકલ્પ નથી. મરનારની માનો વિલાપ, બાપનો અભિશાપ, પત્નીની વ્યથા કે બાળકોની અવદશા કશું જ મૃત્યુને સ્પર્શી શકતું કે P.P.AC. Gunrathasur M.S. Gun Saladhak Trust