________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 31 કિગોર્ડ આપણું ધ્યાન દોર્યું છે. મૃત્યુ કોઈ એવી સમસ્યા નથી કે વર્ષમાં એકવાર એની ચર્ચા થાય. અથવા તો કોઈ કમિટીને તેની વિચારણા સોંપી શકાય. મૃત્યુની અનિશ્ચિતતા દરેક વ્યક્તિને અંગત રીતે દરેક ક્ષણે સ્પર્શે છે. કિર્કગાર્ડ (1817-1855) ને મતે વ્યક્તિ પોતાના મૃત્યુનો અંગત વિચાર કરે ત્યારે તેણે મૃત્યુને અંતર્મુખી દૃષ્ટિએ વિચાર્યું કહેવાય. બધા માણસ મરણશીલ છે તેને બદલે “હું મરણશીલ છું' તેવું વિધાન મૃત્યુની આંતરિકતા દર્શાવે છે. જો કે એવો વિચાર અકળાવનારો જરૂર છે. અસ્તિત્વવાદનો સમર્થ પુરસ્કર્તા સાત્રે મૃત્યુને એક આકારહીન સંકલ્પ તરીકે ઓળખાવે છે. માણસને તેઓ “પ્રાણી કે અશરીરી આત્મા’ કશા તરીકે ઓળખાવતા નથી. માણસને તેઓ કાળ અને શાશ્વતીના સમન્વય તરીકે ઓળખાવે છે. સાત્રે મૃત્યુને “ચેતનરૂપી સત’ના અંત તરીકે ઓળખાવે છે. “મૃત્યુ માટે તેઓએ “દીવાલ'નું પ્રતીક પ્રયોજ્યું છે. આ જગતમાંની સામેલગીરીના અંત તરીકે પણ મૃત્યુને તેઓએ નિહાળ્યું છે. સાસ્ત્રની દષ્ટિએ “જન્મ અને મૃત્યુ બંને અસંગત છે. તેઓ એમ માને છે કે મૃત્યુ જીવનને “પૂર્ણ નથી કરતું પણ સમાપ્ત કરે છે. સાત્રે બરાબર જાણે છે કે મનુષ્ય પોતાની જિંદગીને અર્થ આપી શકે એ પહેલાં મૃત્યુ એને એની જિંદગીમાંથી ઉખાડી નાખે છે. આ વિસંગત જગતમાં મૃત્યુના પડછાયામાં જ સતત જીવન વીતાવતો માનવ ભારોભાર બેચેન હોવાનું સાસ્ત્ર માને છે. મૃત્યુની હકીકત માનવને અસંગતતાનો અનુભવ કરાવે છે. સાસ્ત્રની દૃષ્ટિએ અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રયોજન વગર જન્મે છે. નબળાઈથી ટકી રહે છે. ને આકસ્મિક રીતે મૃત્યુ પામે છે. મૃત્યુ તમામ બાબતોનો અંત હોવાથી મૃત્યુ પર વિજય’ એ શબ્દપ્રયોગ જ એમની દષ્ટિએ નિરર્થક છે. “અચાનક આવી પહોંચતું મૃત્યુ સાસ્ત્રની દષ્ટિએ માનવસ્વાતંત્ર્ય માટે મોટો અવરોધ નથી. એ સ્વાતંત્ર્યનો અંત છે. નાટક પૂરું થયા પછી પડદો પડે એવી રીતે મૃત્યુ ગોઠવાયેલું નથી. આ પડદો ગમે ત્યારે પડે છે, ને પ્રેક્ષકો ઉપર પણ પડે છે.” સાર્નની દષ્ટિએ “મૃત્યુ' માણસના જીવનનો એક બનાવ નહિ, પણ બધા બનાવોનો અંત છે. મૃત્યુ પામેલ વ્યક્તિ વસ્તુરૂપી સત બની જાય છે અને વહુરૂપી સત ને સ્વાતંત્ર્ય હોઈ શકે નહિ. મૃત્યુથી તેનાં કાર્યો સ્થિર થઈ જાય છે. મૃત્યુ પછી બીજી વ્યક્તિઓ મૃત્યુ પામેલી વ્યક્તિના જીવનમાં સરવાળો કરીને તેને અર્થ આપે છે.” દમ અને ક્ષયના રોગી જેસ્પર્સન (1883) મૃત્યુની પ્રક્રિયાનું પૃથ્થકરણ કરવા પ્રયાસ કરે છે. મૃત્યુની ઘટનાને તેઓ જીવનની આખરી નિષ્ફળતા તરીકે ઓળખાવે છે. - મૃત્યુની અનિવાર્યતા સામે મરજીવા બની અસ્તિત્વનું ગીત જીવનભર ગાનાર આ સદીના ઉત્તમ અદ્દભુત ચિંતક હેડેગર (૧૮૯૯)ના ચિંતનનો મહત્ત્વનો વિષય “મૃત્યુ' છે. મૃત્યુ દ્વારા માનવની બધી યોજનાઓ અને પ્રશ્નોનો અંત આવી જાય છે. આત્માના અમરત્વના ખ્યાલને નૈતિક, સામાજિક દષ્ટિએ જરૂરી હોવા છતાં, તેઓ અનિવાર્ય ગણતા નથી. તેથી જ તેમનું ચિંતન વધુ વાસ્તવિક અને અસ્તિત્વલક્ષી બન્યું છે. મૃત્યુ પછીના અસ્તિત્વનો તેઓ સ્વીકાર કરે છે. “સામાન્ય રીતે જીવાતા જીવનનો સ્વાભાવિક અંત એટલે નૈસર્ગિક મૃત્યુની પળ અને તેથી આવા સ્વાભાવિક મૃત્યુને હેડેગર જીવનનું સર્વોચ્ચ શિખર માને છે.” “મૃત્યુ એટલે જીવનમાં જે કરવાનું હતું તે કર્યાના સંતોષને અનુભવવાની ઘડી. એને માટે આંસુ સારવાનાં ન હોય. માણસનો જન્મ જ મૃત્યુને ભેટવા માટે તો થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust